21 ઓગસ્ટના મોટા સમાચાર : ગાંધીનગરમાં પોલીસની નેમ પ્લેટવાળી કારે મહિલાને કચડી, અમદાવાદમાં 2 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 11:56 PM

Gujarat Live Updates : આજ 21 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 ઓગસ્ટના મોટા સમાચાર : ગાંધીનગરમાં પોલીસની નેમ પ્લેટવાળી કારે મહિલાને કચડી, અમદાવાદમાં 2 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયુ

આજે 21 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Aug 2023 11:40 PM (IST)

    Gujarat News Live : દ્રારકા પોલીસનુ મોટુ ઓપરેશન, પંજાબના સંગરૂરમાં ચાલતી નશાયુક્ત સીરપની ફેક્ટરી ઝડપી 15 હજારથી વધુ બોટલ કરી જપ્ત

    આયુર્વેદિકના નામે નશાયુક્ત સીરપ વેચવાના કેસમાં દેવભૂમિ દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે. નશાયુક્ત સીરપના તાર પંજાબ સુધી ખુલ્યા છે. અમદાવાદ બાદ હવે પંજાબના સંગરૂર જિલ્લામાંથી વધુ એક સીરપની ફેકટરી ઝડપાઈ છે.

    દ્વારકા પોલીસની એક ટીમે પંજાબ જઈને ઓપરેશન પાર પાડ્યું અને સંગરૂરની ફેક્ટરીમાંથી 15 હજાર સીરપની બોટલ અને લેપટોપ સહિત એક આરોપીની ધરપકડ કરી. પંજાબનો શખ્સ પાછલા દોઢ વર્ષમાં 2.85 લાખ સીરપની બોટલનું ગુજરાતમાં વેચાણ કરી ચુક્યો છે.

  • 21 Aug 2023 11:17 PM (IST)

    Gujarat News Live : 2 કરોડ રુપિયાનું એમડી ડ્રગ્સ પકડાયું

    • SOG ક્રાઇમની ટીમે ગીતા મંદિર પાસેથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
    • UPનો શખ્સ મહેશ કુમાર ઉર્ફે વિજય નિષાદની ધરપકડ
    • 2003 ગ્રામ 500 મિલિગ્રામ જે કુલ 2 કરોડ કિંમતનું એમડી ડ્રગ્સ પકડાયું
    • UPના બહરાઈહી ખાતેના ડ્રગ્સ માફિયા સદ્દામ ઉર્ફે રહીશે ડ્રગ્સનો જથ્થો અમદાવાદ મોકલાવ્યો હતો..
    • ડ્રગ્સનો જથ્થો લખનઉના મહેરિયા વિસ્તારમાં પેડલર મહેશ કુમારને પહોંચાડ્યો હતો
    • જે બાદ પેડલર મહેશ કુમાર એસટી બસમાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઈને આવ્યો હતો
    • પકડાયેલ પેડલર પાસેનો ડ્રગ્સનો જથ્થો લેવા ડ્રગ્સ માફિયાઓ આવવાના હતા
    • ડ્રગ્સ માફિયા પહોંચે તે પહેલાં જ SOG ક્રાઇમ ટીમે પકડી લીધો.
    • UPના ડ્રગ્સ માફિયા સદ્દામને લેવા એક ટીમ રવાના
    • અમદાવાદમાં મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો કોને મંગાવ્યો જેને લઈ તપાસ શરૂ
  • 21 Aug 2023 11:02 PM (IST)

    Gujarat News Live : મુસાફરની તબિયત ખરાબ હોવાને કારણે શારજાહ જતું પ્લેન જયપુરમાં થયુ લેન્ડ

    શારજાહ જતી ફ્લાઇટને એક મુસાફરે છાતીમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ જયપુર એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ રવિવારે લખનઉથી શારજાહ માટે ટેકઓફ થઈ હતી. વિમાનના પાયલોટે મેડિકલ ઈમરજન્સીને ટાંકીને વિમાનને લેન્ડ કરવા જયપુર એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર પાસે પરવાનગી માંગી હતી. પરવાનગી મળ્યા બાદ વિમાનને એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું અને રવિવારે રાત્રે 11.40 વાગ્યે 23 વર્ષીય પેસેન્જરને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

  • 21 Aug 2023 10:41 PM (IST)

    Gujarat News Live : ગાંધીનગર- અમદાવાદના મહત્વના સમાચાર

    • ગાંધીનગરમાં પોલીસની નેમ પ્લેટવાળી કારે મહિલાને કચડી
    • સેક્ટર 6 વિસ્તારમાં પોલીસ કર્મચારીનો દિકરો દારુ પીને ચલાવતો હતો કાર
    • ડિવાઇડર કુદાવીને કારે સર્જેયો અકસ્માત
    • ઉત્તરાખંડ બસ દુર્ઘટના મામલો, 2 મૃતકના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
  • 21 Aug 2023 10:38 PM (IST)

    Gujarat News Live : હિંમતનગરમાં હેરિટેઝ માર્ગને લઈ કોર્પોરેટર જ વિરોધમાં ઉતર્યા, મુખ્ય બજારને લઈ વેપારીઓનો રોષ

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગર પાલિકા દ્વારા હેરિટેઝ માર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારના માર્ગને હેરિટેઝ માર્ગ તરીકે વિકસાવવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ. ખાસ પ્રકારે પ્લાનિંગ કરીને આ માર્ગ વિકસાવવાનુ નક્કી કરી કામની શરુઆત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ સ્થાનિક વેપારીઓમાં વહેંચાયેલા જૂથો દ્વારા હવે પાલિકા સામે જ બાંયો ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક વેપારીઓએ ધરણાં ધરીને પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. તો વળી ખુદ પાલિકાના એક કોર્પોરેટર પણ આ ધરણાં ગોઠવાઈ જઈને વિરોધ નોંધાવતા મામલો ચર્ચાએ ચડ્યો છે.

  • 21 Aug 2023 10:34 PM (IST)

    Gujarat News Live : CMOના અધિકારીની ઓળખ આપી ધાક જમાવનાર ઝડપાયો, લવકુશ ત્રિવેદીએ GSTના અધિકારીને આપી હતી ધમકી

    ગુજરાતમાંથી વધુ એક કિરણ પટેલ ઝડપાયો છે કિરણ પટેલનું નામ સાંભળતા જ મહા ઠગ તરીકેની ઓળખ સામે આવે છે અને આવો જ એક વધુ ઠગબાજની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ અલગ જગ્યાઓ પર ફોટોમાં દેખાતો આ વ્યક્તિ કે જે પોતાની ઓળખ કોઈ વાર ભાજપના કાર્યકર્તા તરીકે તો અધિકારીઓ પાસે CMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી અને પોતાની ભલામણો કરાવતો હતો.

  • 21 Aug 2023 09:52 PM (IST)

    Gujarat News Live : હિંમતનગરમાં વિધર્મી યુવક ગેસ્ટ હાઉસમાં યુવતી લઈ પહોંચતા હિન્દુ સંગઠન કાર્યકરોનો હોબાળો

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સોમવારે બપોરે હિન્દુ સંહઠનોએ નવજીવન હોટલ આગળ હોબાળો મચાવ્યો હતો. એક વિધર્મી યુવક પોતાની સાથે એક યુવતીને લઈ પહોંચ્યો હતો. આ અંગેની ખબર મળતા જ એક બાદ એક હિન્દુ સંગઠનના કાર્યકરો હોટલ આગળ એકઠા થવા લાગ્યા હતા. હોટલે પહોંચેલા કાર્યકરોએ હોબાળો મચાવ્ચો હતો. આ અંગેની જાણકારી સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો પણ હોટલ પર પહોંચ્યો હતો. હોટલ આગળ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકરો એકઠા થતા જ મામલો કેટલાક સમય સુધી ગરમાઈ ચુક્યો હતો.

    નેશનલ હાઈવે અને ખૂબ જ અવર જવર ધરાવતા મોતીપુરા સર્કલ વિસ્તારની આ ઘટનાને લઈ લોકોના ટોળા પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આમ યુવક અને યુવતીની સલામતીને લઈ એલસીબી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસનો મોટો કાફલો પહોંચ્યા બાદ બંનેને હોટલથી બહાર નિકાળીને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. એ ડિવિઝન પોલીસ દ્વારા યુવક અને યુવતની પ્રાથમિક પૂછપરછ કરીને કાર્યવાહી કરી હતી.

  • 21 Aug 2023 09:20 PM (IST)

    Gujarat News Live : દ્વારકા પોલીસની આર્યુવેદિક સીરપના કેસમાં મોટી સફળતા

    • આયુર્વેદિક સીરપની અમદાવાદ બાદ પંજાબના સંગુરમાંથી વધુ એક ફેકટરી ઝડપાઇ
    • દ્વારકા પોલીસની આર્યુવેદિક સીરપના કેસમાં મોટી સફળતા
    • દ્વારકા પોલીસે પંજાબમાં જઇને પાર પાડ્યુ ઓપરેશન
    • દ્વારકા જીલ્લામાં 25 હજારથી વધુ સીરપ પકડાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
    • આર્યુવેદિક સીરપના તાર પંજાબ સુધી ખુલતા પોલીસે પંજાબથી આરોપીની કરી ધકપકડ
    • ગુજરાતના લોકોને નશાના રવાડે ચડાવીને બરબાદ કરવાનો નવો કિસ્સો
    • પંજાબથી આયુર્વેદિક સીરપનો વેપલો ગુજરાત ભરમાં ચાલી રહ્યો હોય તેના પર દ્વારકાના ખંભાળિયામાંથી 15 હજાર બોટલ સીરપ અને બાદમાં અમદાવાદના ચાંગોદરમાંથી ફેકટરી માં રેડ કરી 3 આરોપીઓ ને પકડી પડ્યા હતા
    • દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સીરપ મામલે કુલ 3 કેસ નોંધાયા જેમાં 25 હજાર સીરપનો બોટલ ઝડપાઇ હતી
  • 21 Aug 2023 09:18 PM (IST)

    Gujarat News Live : મિશન 2024 માટે પ્રદેશ ભાજપની તૈયારીઓ શરૂ

    આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election) યોજાવાની છે. જેને લઈને ગુજરાત ભાજપે કવાયત હાથ ધરી છે અને બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 2 દિવસ બેઠકો ચાલશે. સીએમ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રી ભાજપના લોકસભાના સાંસદો સાથે બેઠક કરશે.

    આ બેઠકો દરમિયાન સાંસદોના પાંચ વર્ષના રિપોર્ટ કાર્ડ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર, રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની સમીક્ષા થશે. તો જે તે લોકસભા વિસ્તારના પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

  • 21 Aug 2023 08:53 PM (IST)

    કલેક્ટરની ક્લીપ વાયરલ કરનારા નાયબ મામલતદાર જેડી પટેલના કૌભાંડો આવ્યા બહાર

    આણંદના ક્લેકટરની ક્લીપ વાયરલ કરનારા નાયબ મામલતદાર જેડી પટેલ કૌભાંડી હોવાનુ સામે આવ્યુ છે. જેડી પટેલ ક્લેકટર કચેરીમાં ફરજ બજાવવા દરમિયાન લાખો રુપિયા પડાવતો હોવાની ચર્ચાઓ સામે આવી છે. વિવાદીત જમીનોની ફાઈલો ક્લીયર કરવાના લાખો રુપિયા પડાવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિવાદીત સિવાયની જમીનોમાં પણ જેડી પટેલ લાખો રુપિયા પડાવતો હતો.

    જેડી પટેલ બાકરોલ રોડ પર આવેલા શાલીગ્રામ હિલ્સમાં બંગલો ધરાવે છે. અહીં બંગલો હોવો એ ખૂબ જ કિંમતી હોવાનુ માનવામાં આવે છે. જેડી પટેલે તેમની પત્નિ વિશાખા પટેલના નામે બંગલો ખરીદેલો છે. જેડી પટેલ કલેકટર કચેરીમાં જમીન એક ટેબલ પર ફરજ બજાવતો નાયબ મામલતદાર છે, જેનો મહિને ચાળીસ હજાર રુપિયાનો પગારમાં આટલો કિંમતી બંગલો કેવી રીતે ખરીદ્યો એ જ મોટો સવાલ છે.

  • 21 Aug 2023 07:56 PM (IST)

    Gujarat News Live : આયુર્વેદિક સીરપ કેસમાં પંજાબના સંગુરમાંથી વધુ એક ફેકટરી ઝડપાઇ

    દેવભૂમિ દ્વારકા પોલીસને આર્યુવેદિક સીરપના કેસમાં મોટી સફળતા મળી છે. અમદાવાદ બાદ પંજાબના સંગુરમાંથી વધુ એક ફેકટરી ઝડપી પાડી છે. દ્વારકા પોલીસે, પંજાબમાં જઇને ઓપરેશન પાર પાડ્યુ હતું. દ્વારકા જિલ્લામાં 25 હજારથી વધુ સીરપ પકડાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેનુ પગેરુ પંજાબ સુધી ખુલ્યુ હતું. પોલીસે પંજાબથી એક આરોપીની ધકપકડ પણ કરી છે.

  • 21 Aug 2023 07:29 PM (IST)

    Gujarat News Live : ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીના કેસના વિવાદ મામલે આવતીકાલે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે

    ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીના કેસના વિવાદ મામલે, દિલ્લી CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. રિવિઝન અરજીની તત્કાલ સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં દાખલ કેસની સુનાવણી 29 ઓગસ્ટે હોય તે પહેલા સુનાવણીની માંગ કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટી તરફથી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની તત્કાલ સુનાવણીની અરજી પર વાંધો ઉઠાવાયો હતો. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આવતી કાલે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે.

  • 21 Aug 2023 07:20 PM (IST)

    Gujarat News Live : નૂહ હિંસાના 5 આરોપીઓને ગ્રામજનોએ પકડીને પોલીસને હવાલે કર્યા

    નૂહમાં થયેલી હિંસામાં સામેલ પાંચ આરોપીઓને ગ્રામજનોએ પોલીસને સોંપી દીધા છે. પોલીસે પહેલાથી જ બંને સમુદાયના લોકો સાથે બેઠક કરી હતી અને હિંસા કેસમાં દોષિતોને પોલીસને સોંપવાની અપીલ કરી હતી. જો તેમ કરવામાં નહીં આવે તો પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. વહીવટીતંત્રની આ અપીલની અસર એ છે કે હિંસામાં સામેલ પાંચ આરોપીઓને ગ્રામજનોએ પકડીને પોલીસને હવાલે કર્યા છે.

  • 21 Aug 2023 07:14 PM (IST)

    Gujarat News Live : પ્રિયંકા ગાંધી ત્રિપુરા અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે

    કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ટૂંક સમયમાં ત્રિપુરા અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે. ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય સુદીપ રોય બર્મને કહ્યું કે, મેં પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાત કરી છે અને તેમનો ટૂંક સમયમાં મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે.

  • 21 Aug 2023 06:43 PM (IST)

    Gujarat News Live : હિમાચલમાં ભારે વરસાદની આગાહી, આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ફરી એકવાર તબાહી મચાવી શકે છે. હિમાચલ પ્રદેશના હવામાન વિભાગે, રાજ્યના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભૂસ્ખલન, અચાનક પૂર આવવુ અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગની સાથે સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. હવામાન વિભાગે 23-24 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

  • 21 Aug 2023 06:40 PM (IST)

    Gujarat News Live : DLIR ઓફિસનો સર્વે કરનાર અધિકારી રૂ.1.5 લાખની લાંચ લેતા ઝડપાયો

    અમદાવાદ ACBએ, છોટા ઉદેપુર જિલ્લા સેવા સદનની DLIR કચેરીમાં જ અધિકારી રવિ ભાયાણીને રંગેહાથ ઝડપ્યો છે. રેતીની લીઝની માપણી અને હદ નિશાન બતાવવા માટે લાંચ માંગી હતી. એસીબીએ ગોઠવેલા છટકામાં DLIR ઓફિસનો સર્વે કરનાર અધિકારી લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયો છે.

  • 21 Aug 2023 06:21 PM (IST)

    Gujarat News Live : અમદાવાદ RTO માં ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ

    અમદાવાદ આરટીઓ કચેરીમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. પ્રાદેશિક વાહનવ્યવહર અધિકારીએ જણાવ્યું છે કે, ટેકનિકલ ખામી દૂર થતા ટેસ્ટ ટ્રેક કાર્યરત કરાશે. ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે.

  • 21 Aug 2023 06:18 PM (IST)

    Gujarat News Live : પેટલાદ ચોકસી બજારમાં મકાન ધરાશાયી થતા ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

    આણંદ જિલ્લાના પેટલાદ ચોકસી બજારમાં મકાન ધરાશાયી થયું હતું. જુના મકાનનો કેટલોક ભાગ પડી જતા વીજ વાયરોને નુકસાન થવા પામ્યું હતું. ઘટનાને પગલે પેટલાદના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. ધડાકા ભેર મકાનનો ભાગ પડતા મકાનની આજુબાજુના રહીશોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી

  • 21 Aug 2023 05:56 PM (IST)

    અમદાવાદ: નકલી CMO અધિકારીએ GST અધિકારીને ફોન કરીને કામ કઢાવવા કર્યુ દબાણ

    • GST વિભાગ તરફથી ઊંઝાના વેપારી સમન્સ આપ્યું હતું
    • વેપારી સામે કાર્યવાહી ન કરવા માટે CMO અધિકારીની ઓળખ આપીને દબાણ કર્યુ
    • WhatsApp અને Truecallerમાં CMO અધિકારી તરીકે ઓળખ રાખતો
    • સોશિયલ મીડિયામાં પણ ભાજપના કાર્યકર તરીકે કામ કરતો હોવાની ઓળખ
    • નેતાઓ સાથેના પણ સોશિયલ મીડિયામાં ફોટો
  • 21 Aug 2023 05:26 PM (IST)

    ગાંધીનગર: મિશન 2024 માટે પ્રદેશ ભાજપની તૈયારીઓ શરૂ

    • CM નિવાસસ્થાને આજથી 2 દિવસ ચાલશે બેઠક
    • લોકસભાના સાંસદો સાથે બેઠકોનો દોર
    • CM, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી યોજશે બેઠકો
    • સાંસદોના 5 વર્ષના રિપોર્ટ કાર્ડ અંગે થશે સમીક્ષા
    • આગામી 6 મહિનામાં લોકસભા વિસ્તારના બાકી કામો અંગે થશે ચર્ચા
    • કેન્દ્ર, રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની સમીક્ષા થશે
    • જે તે લોકસભા વિસ્તારના પડતર પ્રશ્નો અંગે થશે ચર્ચા
  • 21 Aug 2023 05:14 PM (IST)

    અમદાવાદ: ગુજરાતમાંથી વધુ એક કિરણ પટેલ જેવો ઠગ પકડાયો

    • Cmoનાં ઉચ્ચ અધિકારીની ઓળખ આપી ફરતો હતો
    • સરકારી અધિકારી તેમજ અન્ય લોકોને cmoનાં ઉચ્ચ અધિકારીની ઓળખ આપતો હતો
    • Gst અધિકારીને એક કેસમાં કાર્યવાહી નહીં કરવા સૂચના આપી હતી
    • Gst અધિકારીની ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમે કરી ધરપકડ
    • કર્મકાંડ અને સિક્યુરિટીનાં વ્યવસાય સાથે સંકળાયેલા લવકુશ ત્રિવેદી નામના વ્યક્તિની ધરપકડ
    • રાજકીય ઓળખાણ ધરાવતો હોવાથી પોતાને cmo નો અધિકારી ગણાવતો હતો
    • અધિકારીની બદલીની ભલામણ કરતો
    • ટ્રુ કોલરમાં પણ અધિકારી તરીકે નામ રાખ્યું હતું
  • 21 Aug 2023 04:37 PM (IST)

    અમદાવાદ: SOG ક્રાઇમે ફરી MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો,

    • SOG ક્રાઇમે ફરી MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
    • ગુજરાતમાં પ્રથમ વખત ઝડપાયું 2 કિલો MD ડ્રગ્સ
    • ST બસમાં MD ડ્રગ્સની ચાલતી હતી હેરાફેરી
    • ગીતા મંદિર નજીકથી ઝડપાયું ડ્રગ્સ
    • કુલ 2 કરોડની કિંમતનું 2 કિલો MD ડ્રગ્સ ઝડપાયું
    • UP થી ડ્રગ્સનો જથ્થો લઈને અવાતો હતો
    • UPના ડ્રગ્સ પેડલરની કરાઈ ધરપકડ
    • અમદાવાદ ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા ઝડપાયો
  • 21 Aug 2023 04:20 PM (IST)

    તથ્ય પટેલની જામીન અરજી સામે પોલીસે કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યુ, ગંભીર ગુનાને લઈ રજૂઆત

    અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાતા 9 લોકોએ જીવન ગુમાવ્યા હતા. ઘટનામાં અકસ્માત સર્જનારા આરોપી કાર ચાલક તથ્ય પટેલની જામીન અરજીના વિરુદ્ધમાં પોલીસ દ્વારા એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિસ્તૃત મુદ્દાસર જામીન ના આપવા જોઈએ એવી રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે કોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કરી છે અને જામીન નહીં આપવા જણાવ્યુ છે.

    તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જેલમાં બંધ છે. બંનેએ અલગ અલગ જામીન અરજી કોર્ટમાં કરી છે અને જામીન માટે માગ કરી છે. બીજી તરફ પોલીસે પણ હવે તથ્ય પટેલના જામીન મંજૂર નહીં કરવા માટે થઈને તેના વિરુદ્ધમાં એફિડેવિટ કરી છે. મૃતકના કેટલાક પરિજનો પણ કોર્ટમાં આ મુદ્દે ઉપસ્થિત રહ્યા હતા. ગંભીર ગુનાને લઈ આવા કેસમાં તથ્યને જામીન હાલના તબક્કે નહીં આપવા માટે રજૂઆત કરી છે.

  • 21 Aug 2023 03:28 PM (IST)

    PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISROના કાર્યક્રમોને સંબોધિત કરશે

    જ્યારે ચંદ્રયાન 3 ઉતરશે, PM મોદી 23 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISROના કાર્યક્રમોને સંબોધિત કરશે

  • 21 Aug 2023 03:06 PM (IST)

    ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ના લેન્ડિંગ મોડ્યુલને ઔપચારિક રીતે આવકારતા “વેલકમ બડી” સંદેશ મોકલ્યો

    • ચંદ્રની ભ્રમણકક્ષામાં છેલ્લા ચાર વર્ષથી રાહ જોઈ રહેલા ચંદ્રયાન-2ના ઓર્બિટરની રાહ પૂર્ણ થઈ છે
    • ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ના લેન્ડિંગ મોડ્યુલને ઔપચારિક રીતે આવકારતા “વેલકમ બડી” સંદેશ મોકલ્યો હતો
    • હવે બંને વચ્ચે દ્વિ-માર્ગીય સંવાદ સ્થાપિત થયો છે મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX) પાસે હવે લેન્ડર મોડ્યુલ (LM) ને ઍક્સેસ કરવા અથવા તેની સાથે વાતચીત કરવાની વધુ રીતો છે.
  • 21 Aug 2023 02:00 PM (IST)

    જામનગર: જોડીયાના મેધપર ગામે 7 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ

    • જોડીયાના મેધપર ગામે 7 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ
    • નરાધમ શખ્સએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા હાહાકાર
    • પિતા સાથે વાડીએ ગઈ હતી માસુમ બાળકી
    • પિતા ટ્રેકટર ચલાવતા હતા તે દરમિયાન બાળકીની એકલતાનો લાભ લઈને નરાધમે બળાત્કાર ગુજાર્યો
    • બળાત્કાર ગુજારી આરોપી થયો ફરાર
    • સમગ્ર મામલે બાળકીના પિતાએ જોડિયા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
    • પોલીસે તપાસ હાથ ધરી
  • 21 Aug 2023 01:52 PM (IST)

    સુરત: BRTS બસ ચાલાક બન્યા બેફામ

    • સુરત શહેરમાં BRTS બસ ચાલાક બન્યા બેફામ
    • BRTS બસ ડિવાઈડર સાથે અથડાવી
    • બસમાં 20 જેટલા મુસાફર સવાર હતા
    • તમામના જીવ અધ્ધર થયા
    • ડ્રાઈવરને ચક્કર આવ્યા હોવાની વાત
    • કોઈ જાનહાની નહીં
  • 21 Aug 2023 01:22 PM (IST)

    Rajkot: મકાનમાંથી નિવૃત PSIનો મળ્યો મૃતદેહ

    રાજકોટમાં મકાનમાંથી નિવૃત PSIનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની સહકાર સોસાયટીમાં આવેલા મકાનમાંથી આ મૃતદેહ મળ્યો છે. નિવૃત PSI એમ.એચ.ટાંકનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. PSI એકલા મકાનમાં રહેતા હતા તેવું પણ સામે આવ્યું છે.

  • 21 Aug 2023 01:13 PM (IST)

    રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક, સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને લીધી અડફેટે

    રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક હજુ પણ યથાવત છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે.સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધી છે.

  • 21 Aug 2023 01:12 PM (IST)

    અરવિંદ કેજરીવાલ મુંબઈમાં ભારતની બેઠકમાં ભાગ લેશે

    આમ આદમી પાર્ટી (AAP) મુંબઈમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન ભારતની બેઠકમાં ભાગ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વાતની પુષ્ટિ કરી છે.

  • 21 Aug 2023 12:04 PM (IST)

    Ahmedabad: જનતા સુધી પહોંચવા કોંગ્રેસનું ‘વોક ફોર ઇન્ડિયા’, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પદયાત્રામાં જોડાયા

    અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની (Gujarat Congress) પદયાત્રા દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધ્યું. ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહે કહ્યું કે- આમ આદમી પાર્ટી હોય કે ભાજપ અલગ-અલગ પક્ષના લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ભાજપ સાથે મોહભંગ બાદ કોંગ્રેસ સાથે સમાજના તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યા છે. આ સિવાય શક્તિસિંહે જણાવ્યું છે લોકશાહીમાં જનતાના પ્રશ્નો જાણવા માટે પદયાત્રા જરૂરી છે.

  • 21 Aug 2023 11:33 AM (IST)

    મુંબઈ-પૂણે હાઈવે પર અકસ્માત, કન્ટેનર સાથે કાર અથડાઈ, 2ના મોત, 4 ઘાયલ

    મુંબઈ પૂણે હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રાયગઢ જિલ્લામાં એક કન્ટેનર તેની ઝડપી ગતિથી નિયંત્રણ ગુમાવ્યું અને સામેની બીજી લેનમાં જતાં પલટી ગયું. કન્ટેનરની અડફેટે 5 કાર આવી ગઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે.

  • 21 Aug 2023 11:32 AM (IST)

    Surat: રાંદેરના કોઝવે નજીકથી નવજાત બાળકનું ધડ વગરનું શબ મળી આવ્યું, ઓળખ માટે ફોરેન્સિક વિભાગે તપાસ હાથ ધરી

    સુરતમાં ફરી એક વાર મૃત બાળક મળી આવ્યું છે. શનિવારે સાંજના સમયે રાંદેરના કોઝવે નજીકના પાળા કિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત બાળકનું ધડ મળી આવ્યું હતું. કમરથી પગ વગરનો ધડવાળો મૃતદેહ મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી હતી. કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલો મૃતદેહ બાળકનો છે કે બાળકીનો તે જાણી ના શકાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

  • 21 Aug 2023 10:17 AM (IST)

    Rajkot: 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો, TRB જવાને વાહન ચાલકને આપી રાહત!

    રાજકોટમાં TRB જવાનના બેફામ ઉઘરાણાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક જવાને વાહન ચાલકને રોકીને રૂપિયા પડાવ્યા. TRB જવાને બે હજાર રૂપિયાના દંડનું કહીને 300 રૂપિયાની માગણી કરી. પહેલા TRB જવાને કહ્યું તમારે 2 હાજર ભરવા પડશે અને ત્યારબાદ કહ્યું જો 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો.

  • 21 Aug 2023 10:02 AM (IST)

    ઉત્તરાખંડમાં ખાનગી બસ અકસ્માતની ઘટના, પરિવારજનો મૃતદેહ લેવા દેહરાદૂન જવા રવાના

    ઉત્તરાખંડમાં ખાનગી બસ ખીણમાં ખાબકતાં ભાવનગરના 7 લોકોનાં મોત થયા છે. જેમાં કરણજી ભાટી નામનો 29 વર્ષીય યુવક પણ સામેલ છે. કરણજી ભાટીના મોતના સમાચાર સાંભળતાં જ પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. કરણજી ભાટી 3 સંતાનનો પિતા છે. તેનું મોત થતાં બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજીના સગાએ કહ્યું કે- પરિવારના કેટલાક સભ્યો મૃતદેહ લેવા દેહરાદૂન જવા રવાના થયા છે.

  • 21 Aug 2023 08:52 AM (IST)

    લોકસભા ચૂંટણી પૂર્વે AAPમાં ભંગાણ યથાવત, AAP ગુજરાતના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી જોડાયા કોંગ્રેસમાં

    લોકસભા ચૂંટણીમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન થાય કે ના થાય પરંતુ ગુજરાત AAPનું કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ રહ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. AAP ગુજરાતના ત્રીજા ઉપપ્રમુખે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસનો ખેસ શક્તિસિંહ ગોહિલના હસ્તે ધારણ કર્યો.

    લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. એકબાદ એક પાર્ટીના હોદ્દેદારો AAP છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અગાઉ બે ઉપ-પ્રમુખે પાર્ટી છોડ્યા બાદ વધુ એક ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીનો AAPથી મોહ ભંગ થતાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ભેમાભાઈ ચૌધરી AAP ગુજરાતના પાયાના વ્યક્તિ હતા. ગુજરાતમાં AAPને ઉભી કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં દિયોદરથી AAP ના ઉમેદવાર હતા અને નજીવા મતોથી તેમની હાર થઈ હતી.

  • 21 Aug 2023 08:20 AM (IST)

    રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અવધપુરીને શણગારવામાં આવેઃ સીએમ યોગી

    ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ‘અવધપુરી’ને સજાવવાના નિર્દેશ આપ્યા છે.

  • 21 Aug 2023 07:35 AM (IST)

    ‘જે લોકો મહારાષ્ટ્રના વિકાસનું નામ લઈને ભાજપમાં ગયા તે ખોટુ બોલી રહ્યા છે’, શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

    Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે (Sharad Pawar) ફરી એકવાર અજિત પવારના જૂથ પર પ્રહારો કર્યા છે. પૂણેમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે ગયા છે અને જેઓ કહી રહ્યા છે કે તેઓ રાજ્યના વિકાસ માટે ત્યાં ગયા છે તેઓ ખોટું બોલી રહ્યા છે. શરદ પવારનું આ નિવેદન મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ધૂંધળું ચિત્ર સાફ કરી રહ્યું છે. વાસ્તવમાં, શરદ પવાર અજિત પવારને સતત મળી રહ્યા હતા, આવી સ્થિતિમાં કોંગ્રેસ અને શિવસેના બંનેને શંકા હતી કે તેઓ પણ ભાજપ સાથે નહીં જાય. જો કે પવાર પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ભારત સાથે જ રહેશે અને ભાજપમાં જોડાવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

  • 21 Aug 2023 07:07 AM (IST)

    કચ્છ: ભુજના સુખપરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, રહેણાંક મકાનમાં લાગી આગ

    1. કચ્છ: ભુજના સુખપરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો
    2. જૂનાવાસમાં રહેણાંક મકાનમાં સિલિન્ડર ફાટતાં લાગી આગ
    3. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો
    4. ગેસ સિલિન્ડરના વિસ્ફોટથી મકાનની દિવાલોને નુક્સાન
    5. ઘરની મોટાભાગની ઘરવખરીને નુક્સાન
    6. ધડાકાના કારણે ઘરનો દરવાજો દૂર સુધી ફંગોળાયો
  • 21 Aug 2023 06:51 AM (IST)

    જેકલીન ફર્નાન્ડીઝે ન્યુયોર્કમાં 41મી વાર્ષિક ભારત દિવસ પરેડમાં ભાગ લીધો

    યુએસએના ન્યુયોર્કમાં 41મી વાર્ષિક ભારત દિવસ પરેડની ઉજવણી ચાલી રહી છે. શ્રી શ્રી રવિશંકર, અભિનેત્રી સામંથા પ્રભુ, જેકલીન ફર્નાન્ડીઝ, ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ અને અન્ય લોકોએ પરેડમાં ભાગ લીધો હતો.

  • 21 Aug 2023 05:59 AM (IST)

    બ્રાઝિલમાં બસ અકસ્માત સર્જાયો, 7 લોકોના મોત

    બ્રાઝિલમાં ફૂટબોલ ફેન્સને લઈ જતી બસ સાથે માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને અન્ય 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિનાસ ગેરાઈસ રાજ્યમાં બેલો હોરિઝોન્ટે નજીક હાઈવે પર આ અકસ્માત થયો હતો.

  • 21 Aug 2023 05:58 AM (IST)

    પ્રેમ લગ્ન મુદ્દે SPGના અધ્યક્ષ લાલજી પટેલની ટકોર, લગ્ન નોંધણીમાં દીકરીના માતા-પિતાની સહી થવી જોઈએ ફરજિયાત

    Rajkot: રાજકોટમાં દીકરીઓના ભાગીને પ્રેમલગ્ન કરવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. એક કાર્યક્રમમાં SPGના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે અસામાજીક તત્વો દીકરીને લલચાવી-ફોસલાવીને ભગાડી જાય છે. જ્યારે દીકરી ભાગી જાય ત્યારે માતા-પિતાની સ્થિતિ સમાજમાં ફફોડી બને છે. આ ચિંતા એકલા પાટીદાર સમાજની નથી. પરંતુ સર્વ સમાજના લોકો દીકરીઓના ભવિષ્યને લઈને ચિંતિત છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલ લગ્ન નોંધણી સમયે માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગણી કરી. થોડા દિવસો પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે પણ કાયદામાં સુધારો કરવા મુદ્દે હકારાત્મક સંકેત આપ્યા હતા.

Published On - Aug 21,2023 5:57 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">