ઉત્તરાખંડમાં ખાનગી બસ અકસ્માતની ઘટના, પરિવારજનો મૃતદેહ લેવા દેહરાદૂન જવા રવાના, જુઓ Video

ઉત્તરાખંડમાં ખાનગી બસ અકસ્માતની ઘટના, પરિવારજનો મૃતદેહ લેવા દેહરાદૂન જવા રવાના, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 10:00 AM

ઉત્તરાખંડમાં ખાનગી બસના અકસ્માતમાં ભાવનગરના 7 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં 3 સંતાનના છે પિતા કરણજી ભાટી નામના યુવકનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે.

ઉત્તરાખંડમાં ખાનગી બસ ખીણમાં ખાબકતાં ભાવનગરના 7 લોકોનાં મોત થયા છે. જેમાં કરણજી ભાટી નામનો 29 વર્ષીય યુવક પણ સામેલ છે. કરણજી ભાટીના મોતના સમાચાર સાંભળતાં જ પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. કરણજી ભાટી 3 સંતાનનો પિતા છે. તેનું મોત થતાં બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજીના સગાએ કહ્યું કે- પરિવારના કેટલાક સભ્યો મૃતદેહ લેવા દેહરાદૂન જવા રવાના થયા છે.

આ પણ વાંચો : Bhavnagar : સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડનું કૌભાંડ ! રજિસ્ટરમાં 57 ગાર્ડની હાજરી સામે માત્ર 30 ગાર્ડ હાજર

ગુજરાતી મુસાફરોને ઉત્તરાખંડમાં નડેલા અકસ્માતને લઈ PMO કાર્યાલયમાંથી સતત ઘટનાનું મોનિટરીંગ કરાઇ રહ્યું છે. ઉત્તરાખંડ પ્રશાસનના સતત સંપર્કમાં રહેવા PMOમાં વ્યવસ્થા કરાઇ છે. PMO દ્વારા ઘાયલોને હેલિકોપ્ટરમાં એઇમ્સમાં લઇ જવાય તેવી વ્યવસ્થા કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ પણ સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તેવા ગુજરાત સરકારના પ્રયાસો છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">