Gujarat Video: હિંમતનગરમાં મૃત બાળકની કલાકો સુધી કરી સારવાર, PM-JAY ના પૈસા પડાવવા હોસ્પિટલનુ કારસ્તાન!

PM-JAY યોજના હેઠળ નવજાત બાળકને સારવાર માટે સરકાર દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવતો હોય છે. આ યોજનાનો ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોય એમ જ મૃત બાળકને 12 કલાક સારવાર આપી પરીવારને બતાવ્યુ હતુ કે, સારવાર ચાલુ છે.

| Updated on: Jul 05, 2023 | 8:09 PM

 

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી મેડીસ્ટાર હોસ્પિટલમાં મૃત બાળક જીવત હોવાનુ દર્શાવીને સારવાર આપતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા મામલો સામે આવ્યો છે. ગાંધીનગરથી સ્ટેટ સ્તરની ટીમ સરપ્રાઈઝ વિઝીટ કરવા દરમિયાન સારવાર માટે હોસ્પિટલમાં પિડિયાટ્રીશિયન ડોક્ટર જ ઉપસ્થિત નહીં હોવાનુ ટીમને માલુમ થયુ હતુ. મામલામાં આરોગ્ય વિભાગે હોસ્પિટલને 14 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.

જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરતા આ મામલો સામે આવ્યો હતો કે, બાળક મૃત હોવા છતાં પણ બાળક જીવતુ હોવાનુ દર્શાવ્યુ હતુ. મૃત બાળકની 12 કલાક જેટલો લાંબો સમય સારવાર આપવામાં આવી હતી. ઘટનાએ આરોગ્ય વિભાગની યોજનાઓમાં કૌભાંડ આચરવામાં આવતુ હોવાનુ આ કિસ્સાએ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. ઘટનામાં હવે હોસ્પિટલના સંચાલકો સામે વધુ તપાસ હાથ ધરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

પરીવારને ખોટા આશ્વાસન

ઘટના અંગે આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા ગત મે માસ દરમિયાન આ સરપ્રાઈઝ તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાની બેબાર ગામના બાળકને દાખળ કરવામાં આવ્યુ હતુ, આ બાળકને જન્મ થતા જ શ્વાસની તકલીફ થતા અને પેટ ફુલતા પહેલા તલોદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતુ. જ્યાં સારવાર બાદ બાળકની સ્થિતી ગંભીર જણાતા મેડિસ્ટાર હોસ્પિટલમાં લવાયુ હતુ. મેડિસ્ટાર હોસ્પિટલમાં બાળક NICU માં રાખવામાં આવ્યુ હતુ. જ્યાં હોસ્પિટલના સ્ટાફે કોઈ ચિંતા નહીં કરવાનુ જણાવ્યુ હતુ અને 2000 હજારની કિંમતના મોંઘા ઈંજેક્શન અપાઈ રહ્યા હોવાનુ બાળકના પરિવારજનોને બતાવ્યુ હતુ.

બાળકના દાદા ભારતસિંહ જાડેજાએ Tv9 સાથે વાતચિત કરતા કહ્યુ હતુ કે, મારા પુત્ર અને પુત્રવધુ બાળકને લઈને અહીં હોસ્પિટલ આવ્યા હતા. તેને શ્વાસની તકલીફ હતી. પરંતુ અહીં 2000 રુપિયાની કિંમતના ઈંજેક્શન સહિકની સારવાર અપાઈ રહી છે અને ચિંતા ના કરશો એમ અમને કહેવામાં આવતુ હતુ. પરંતુ બાદમાં અમરા પુત્ર દ્વારા અમને જાણવા મળ્યુ હતુ કે, બાળરનુ મોત નિપજ્યુ છે.

હોસ્પિટલ સંચાલકોએ રજૂઆતની વાત કરી

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી બાઈટ-ડો. રાજ સુતરીયા એ Tv9 સાથે વાતચિત કરતા બતાવ્યુ હતુ કે, ઉચ્ચ કક્ષાએથી ટીમ દ્વારા તપાસ ઓચિંતી કરવામાં આવી હતી. આ દરમિયાન બાળક મૃત હોવા છતાં સારવાર અપાઈ રહ્યાનુ સામે આવ્યુ હતુ. બાળકોના ડોક્ટર સ્થળ પર હાજર નહીં હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મેડિસ્ટાર હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.

જેની સામે મેડિસ્ટાર હોસ્પિટલના સંચાલકોએ બચાવ કરતા કહ્યુ હતુ કે, અમે સાચા છીએ અને આ માટે અમારી પાસે સીસીટીવી સહિત છે. અમે આ મામલે રજૂઆત કરનાર છીએ. જોકે હવે આ મામલામાં તપાસ દરમિયાન કૌભાંડ આચરીને સરકારી પૈસા પડાવી લેવાનુ રિતસર કૌભાંડ સામે આવ્યા બાદ હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ શકે છે. આ મામલામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ ફરીયાદ દાખલ પણ થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ  Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">