19 ઓક્ટોબરના મહત્વના સમાચારઃ સુરેન્દ્રનગરના પાટડીમાં આગની ઘટનામાં 9 લોકો દાઝ્યા, રાંધણ ગેસની પાઇપ નીકળી જતા લાગી હતી આગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2024 | 7:26 AM

આજે 19 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

19 ઓક્ટોબરના મહત્વના સમાચારઃ સુરેન્દ્રનગરના પાટડીમાં આગની ઘટનામાં 9 લોકો દાઝ્યા, રાંધણ ગેસની પાઇપ નીકળી જતા લાગી હતી આગ

LIVE NEWS & UPDATES

  • 19 Oct 2024 09:32 AM (IST)

    સુરેન્દ્રનગર : પાટડીમાં આગની ઘટનામાં 9 લોકો દાઝ્યા

    સુરેન્દ્રનગર : પાટડીમાં આગની ઘટનામાં 9 લોકો દાઝવાની ઘટના સામે આવી છે. રસોઇ બનાવતી વખતે  રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી. મહિલા, બાળકો સહિત 9 લોકો ગંભીર રીતે  દાઝ્યા છે. દાઝી ગયેલા લોકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.

  • 19 Oct 2024 07:31 AM (IST)

    ગુજરાતમાં વર્તાશે વાવાઝોડાની અસર

    ગુજરાતમાં વાવાઝોડાની અસર વરતાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવઝોડું સર્જાઈ શકે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ 100થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે.જેની સુધી અસર ગુજરાતમાં વર્તાશે. વાવાઝોડાના કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે.

  • 19 Oct 2024 07:31 AM (IST)

    ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ

    ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. આનંદનગર, ભરતનગર, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.

  • 19 Oct 2024 07:30 AM (IST)

    નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો માટે છે પ્રતિબંધ

    ભરૂચ : નર્મદા બ્રિજ પર દોડતા ભારે વાહનો મુદ્દે TV9ના અહેવાલનો પડઘો પડ્યો છે. TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. બ્રિજના છેડે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ છે. પ્રતિબંધ છતાં અનેક ભારે વાહનો  પસાર થતા હતા. બ્રિજ પરથી JCB મશીન પસાર કરવાના પ્રયાસોને પોલીસે અટકાવ્યા છે.

  • 19 Oct 2024 07:28 AM (IST)

    દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં ધુમ્મસનું સામ્રાજ્ય, AQI 334 પર પહોંચ્યુ

    દિલ્હીના આનંદ વિહાર વિસ્તારને ધુમ્મસના સ્તરે ઘેરી લીધો છે કારણ કે AQI ઘટીને 334 થઈ ગયો છે, જેને ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરશે. સાંસદના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ઓનલાઈન દવા ખરીદતા પહેલા ચેતજો. વિટામિનની દવા મંગાવી તો, કંપનીએ પધરાવ્યો સ્ટાર્ચ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કંપની સામે ગુનો નોંધ્યો. ડાંગના સુબિરમાં દુકાનદારે ગ્રાહકને એક્સપાયરી ડેટ વિતેલો આઈસ્ક્રીમ પધરાવ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે  આઈસ્ક્રીમના નમૂના લીધા. દક્ષિણ ગુજરાતમાં ફરી વાતાવરણ બદલાયું. દિવાળી પહેલા 22 ઓક્ટોબરથી રાજ્યમાં ફરી વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં ચક્રવાતની અસર થઇ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે.  પિતા આસારામને મળવા માટે નારાયણ સાઇને મળ્યા જામીન. જોધપુર જેલમાં 4 કલાકની મુલાકાત માટે મંજૂરી મળી. 11 વર્ષ બાદ પિતા-પુત્ર મળશે. બાબા સિદ્દીકી હત્યા મામલે વધુ 5 આરોપીની ધરપકડ થઇ. મુખ્ય આરોપી નિતીન સપ્રે અને રામ કનૌજિયાએ આપ્યા હતા શૂટર્સને હથિયાર.

Follow Us:
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
g clip-path="url(#clip0_868_265)">