આજે 10 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
- સ્નેહલ પટેલ
- હેમિષા ઠક્કર
- તેજલ વ્યાસનું નામ પણ ચર્ચામાં
- પૂનમ શાહ
- જ્યોતિ પટેલ
- વર્ષા વ્યાસ પણ મેયરની રેસમાં
યુપીના બાંદાની માંડલ જેલમાં બંધ એક કેદીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. પોસ્કો કેસમાં માર્ચમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ અચાનક બગડતી જોઈને જેલ પ્રશાસને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. પરિવારે જેલ પ્રશાસન પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.
અમીરગઢ તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષકે (Teacher) પોતાની જ શાળામાં નોકરી કરતા શિક્ષકની પત્ની પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનામાં પીડિત મહિલાના પતિને દારૂ પીવાની ટેવ હતી. આ ટેવ છોડાવવાની દવા આપવાનું કહીને લંપટ શિક્ષક તેના ઘરે પહોંચ્યો હતો. લંપટ શિક્ષકે દારૂ છોડાવવાની દવાને બદલ પીડિતાના પતિને ઘેનની દવા આપી દીધી હતી.
મહારાષ્ટ્રના હિંગોલીમાં રોડવેઝની બસને આગ ચાંપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મરાઠા આરક્ષણને લઈને આંદોલનકારીઓએ આગ લગાવી દીધી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
નોબલ યુનિવર્સિટી પહોંચ્યા રાજ્યપાલ આનંદીબેન પટેલ
આનંદીબેન સાથે પુત્રી અનારબેન પટેલ પણ હાજર
ધારાસભ્ય, મેયર, ડે. મેયર દ્વારા કરાયું સ્વાગત
સાંજે ડે મેયર ગિરીશ કોટેચાનાં ઘરે ભોજન લેશે
G20 બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે સ્વદેશ પરત ફરી શકશે નહીં. પ્લેનમાં કોઈ ખામીના કારણે તેમને આજે રાત્રે દિલ્હીમાં રોકાવું પડશે. મળતી માહિતી મુજબ ટ્રુડો આજે રાત્રે કેનેડા જવા રવાના થવાના હતા, પરંતુ તેઓ ટેક ઓફ કરે તે પહેલા જ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ સમગ્ર કેનેડાનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં રોકાયું છે. જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ ત્યાં સુધી ભારતમાં જ રહેશે જ્યાં સુધી એન્જિનિયરોની ટીમ પ્લેનમાં ખામી દૂર નહીં કરે.
મુંબઈને અડીને આવેલા થાણે શહેરમાં મોટો અકસ્માત. હાઇલેન્ડ પાર્ક, બાલ્કમ, થાણે પશ્ચિમમાં એક અંડરગ્રાઉન્ડ લિફ્ટ તૂટી પડી. આ ઘટનામાં 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
વાઘોડિયાના ગુતાલ ગામના મગરના હુમલાથી આધેડનું મોત થયું છે. ગામની સીમમાં આવેલ કોતરમાં હાથ પગ ધોવા ઉતારેલા આધેડ પર હુમલો કર્યો હતો. આધેડનો પગ પકડી મગર ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. આધેડે બૂમાબૂમ કરતા નજીકના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા. મગરના મોંમાંથી આધેડને છોડાવ્યો હતો. આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વાઘોડિયા પોલીસને જાણ કરાઈ છે.
અમરાવતીમાં હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે આપણે હનુમાન ચાલીસાના પાઠ કરીને પાકિસ્તાન જઈશું અને બતાવીશું કે મોદીજીના શાસનમાં પાકિસ્તાનમાં પણ હનુમાન ચાલીસાના પાઠ થશે.
શિક્ષણપ્રધાને આપેલા ઉડાઉ જવાબને, કોંગ્રેસ નેતા શક્તિસિંહે યુવાનોના અપમાન સાથે સરખાવ્યો. શક્તિસિંહ ગોહીલે આરોપ રાજ્યની ભાજપ સરકાર પર અહંકારમાં જીવવાનો આરોપ લગાવ્યો અને માગ કરી કે સરકાર વહેલીતકે ભરતીનો નિર્ણય કરીને કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરે. અન્યથા ગુજરાતીઓ સરકારનું ઘમંડ તોડશે.
ખેડાના મહુધામાં સિંઘાલી ગામ નજીક પસાર થતી ભ્રષ્ટાચારની કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા પાકને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં રોપવામાં આવેલો તમાકુનો પાક પાણીમાં ડૂબ્યો છે. છેલ્લા એક માસથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોએ મહા મહેનતે પાક ઉગાડયો હતો. પરંતુ તંત્રની નિષ્કાળજીના પગલે ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. જો કે સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓએ ભૂલ સ્વીકારવાના બદલે લૂલો બચાવ કર્યો હતો.વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો.
અમદાવાદ શહેરમાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટની (cyber security expert) ઓળખ આપી લોકો પાસે ખંડણી માગતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમે બ્લેકમેલ અને ખંડણીના ગુનામાં નકલી સાયબર એક્સપર્ટની ધરપકડ કરી છે. આરોપી અમિત સિંઘની ધરપકડ કરવામાં આવી છે.
PM નરેન્દ્ર મોદીએ G-20 સમિટ દરમિયાન કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “અમે વિવિધ ક્ષેત્રોમાં ભારત-કેનેડા સંબંધો પર ચર્ચા કરી.”
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી. ઉષાએ ચંદીગઢમાં કહ્યું કે પહેલા અમારી પાસે અહીં કોઈ સુવિધા નહોતી. મારા સમયમાં પણ સગવડો ન હતી, પરંતુ મહેનત અને માનસિક દૃઢતાથી અમે આગળ વધ્યા. હવે સરકાર અને એથ્લેટિક્સ એસોસિએશન ખેલાડીઓને સુવિધાઓ પુરી પાડી રહી છે. તેના કારણે જ આપણા પ્રતિભાશાળી નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં મેડલ જીત્યો છે. અમે 400 મીટર રિલેની ફાઇનલમાં પહોંચ્યા. અમે લાંબી કૂદમાં પણ સારું પ્રદર્શન કર્યું.
જી-20 સમિટનું ત્રીજું સત્ર દિલ્હીમાં પૂર્ણ થયું છે. PM મોદીએ બ્રાઝિલને G-20નું પ્રમુખપદ સોંપ્યું છે. PM મોદીએ બ્રાઝિલને G-20નું પ્રમુખપદ સોંપવા પર ખુશી વ્યક્ત કરી. આગામી વર્ષે બ્રાઝિલમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવશે. જેની અધ્યક્ષતા બ્રાઝિલ કરશે. જી-20ના ત્રીજા સત્રમાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક પરિવારનું સપનું સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અમારો ભાર જીડીપી પર નહીં પણ માનવ કેન્દ્રિત વિઝન પર છે. G-20 સમિટમાં તમામ દેશોના નેતાઓએ ફોરેસ્ટ થીમ પર પરામર્શ પણ કર્યો છે.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે દિલ્હીમાં G20 સમિટમાંથી અમેરિકા પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમનો એજન્ડા નિષ્ફળ ગયો છે. પશ્ચિમી દેશોનું વર્ચસ્વ તૂટી ગયું. તેમણે કહ્યું કે G20 કોન્ફરન્સની સફળતાને કારણે અમે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વધુ કામ કરી શકીશું. સર્ગેઈ લવરોવે કહ્યું કે, G-20 અદ્ભુત રહ્યું, તે ખૂબ જ સફળ થયું.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે, G-20 અદ્ભુત હતું. આ ખૂબ જ સફળ રહ્યું. ભારતના નેતૃત્વમાં ગ્લોબલ સાઉથને મોટી તક મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલને G-20નું પ્રમુખપદ સોંપ્યું છે. મોદીએ કહ્યું- નવેમ્બરમાં વર્ચ્યુઅલ સત્ર યોજવું જોઈએ.
PM Modi hands over gavel of G20 presidency to Brazil President Lula da Silva
Read @ANI Story | https://t.co/NrKrKILKV8#LuladaSilva #G20Presidency #Brazil #G20SummitDelhi pic.twitter.com/pv8j5QFVNt
— ANI Digital (@ani_digital) September 10, 2023
એશિયા કપના સુપર-4માં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. કોલંબોમાં યોજાનારી આ મેચ પર વરસાદનો પડછાયો છે. પરંતુ, સારી વાત એ છે કે આ માટે પણ એક અનામત દિવસ છે. જો ભારત આ મેચ જીતશે તો તેની એશિયા કપની ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. પાકિસ્તાન પર દબાણ રહેશે. કારણ કે આ હાર બાદ તેમને આગામી મેચ શ્રીલંકા સામે રમવાની છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંનેએ સુપર-4ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે.
2016ના સનસનાટીભર્યા કોપર્ડી બળાત્કાર અને હત્યા કેસના દોષિત જિતેન્દ્ર શિંદેએ પુણેની યરવડા જેલમાં આત્મહત્યા કરી છે. દોષિત શિંદેને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય જિતેન્દ્ર બાબુલાલ શિંદે ઉર્ફે પપ્પુ રવિવારે સવારે લગભગ 6 વાગ્યે બેરેકમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેલના કર્મચારીઓ તેને જેલની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સવારે લગભગ 6.15 વાગ્યે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા દિલ્હીથી રવાના થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા જી 20માં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા.
ગોવા પોલીસે, ઉત્તર ગોવા જિલ્લાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ને પત્ર લખીને બે રિસોર્ટને સીલ કરવા વિનંતી કરી છે. આ રિસોર્ટમાં કથિત રીતે વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિઓ મળી આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જીવબા દળવીએ શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, એસડીએમને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમની કલમ 18 હેઠળ જગ્યાને સીલ કરવાની સત્તા છે. રાજ્ય પોલીસે શુક્રવારે આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને કેન્યા અને ઇઝરાયેલની બે મહિલાઓની ધરપકડ કરી હતી. આ પછી ઉત્તર ગોવા જિલ્લાના બરદેજ તાલુકાના એસડીએમને પત્ર લખવામાં આવ્યો હતો. દલવીએ કહ્યું કે પોલીસે ઉત્તર ગોવા જિલ્લામાં વેગાટોર અને સિઓલિમ સ્થિત બે રિસોર્ટને સીલ કરવા માટે SDMને પત્ર લખ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દિલ્હીથી વિયેતનામ જવા રવાના થઈ ગયા છે. G 20 સમિટમાં ભાગ લેવા માટે જો બાઈડન બે દિવસ પૂર્વ ભારત આવ્યા હતા. આજે સવારે જો બાઈડને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા હતા.
G 20 in India | US President Joe Biden departs from Delhi to Vietnam, after concluding the G20 Summit.
(Source: Reuters)#G20Summit2023 #TV9News pic.twitter.com/dxO2cgPm3F
— Tv9 Gujarati (@tv9gujarati) September 10, 2023
G-20 સમિટમાં ભાગ લેવા દિલ્હી આવેલા વિદેશી મહેમાનો રાજઘાટ પહોંચવા લાગ્યા છે. અહીં તેઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજઘાટ પર હાજર છે. તેઓએ વિદેશી મહેમાનોનું રાજઘાટ ખાતે સ્વાગત કર્યું હતું.
#WATCH | G 20 in India | United Kingdom Prime Minister Rishi Sunak arrives at Delhi’s Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/vKbL88xlNi
— ANI (@ANI) September 10, 2023
આજે G20 સમિટનો બીજો દિવસ છે. G-20ના તમામ પ્રતિનિધિઓ રાજઘાટ જશે. જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને રાજઘાટ પર બનાવેલ પીસ વોલ પર હસ્તાક્ષર કરશે. G20 સમિટમાં નવી દિલ્હી મેનિફેસ્ટો આજે જાહેર કરવામાં આવશે.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા છે. તેઓ મંદિરમાં દર્શન કરીને સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરની ઐતિહાસિક બાબતોથી વાકેફ થશે.
#WATCH | UK Prime Minister Rishi Sunak visits Delhi’s Akshardham temple to offer prayers. pic.twitter.com/0ok7Aqv3J9
— ANI (@ANI) September 10, 2023
આદિત્ય એલ-1 સૂર્ય તરફ તબક્કાવાર આગળ વધી રહ્યું છે. આદિત્ય એલ-1 એ ત્રીજો અર્થ બાઉન્ડ મેન્યુવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. હવે આદિત્ય L-1 296 km x 71767 km ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ઈસરોએ આજે મધ્યરાત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
“Aditya-L1 Mission: The third Earth-bound manoeuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru. ISRO’s ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation. The new orbit attained is 296 km x 71767 km. The… pic.twitter.com/tvpNLz3Kzu
— ANI (@ANI) September 9, 2023
મોરોક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 2000ને વટાવી ગયો છે. આનાથી પણ વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘણી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. હજુ પણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સહિત અનેક દેશોના નેતાઓએ મોરોક્કોને મદદની ઓફર કરી છે.
Published On - 6:53 am, Sun, 10 September 23