06 સપ્ટેમ્બરના મોટા સમાચાર : Ahmedabad: એસજી હાઇવે પર કાર પલટી ખાતા થયેલ અકસ્માતનો કેસ, પોલીસે આરોપી નિમેષ પંચાલની કરી ધરપકડ
Gujarat Live Updates : આજ 6 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 06 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
તમે વૃદ્ધ થશો તે પહેલા અખંડ ભારત વાસ્તવિકતા બનશે, વિદ્યાર્થીના પ્રશ્ન પર મોહન ભાગવતનું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે મહારાષ્ટ્રના નાગપુરમાં અખંડ ભારત પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આજની યુવા પેઢી વૃદ્ધ થાય તે પહેલા જ અખંડ ભારત વાસ્તવિકતા બની જશે. એક કાર્યક્રમમાં એક વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે આ વાત કહી. જો કે અખંડ ભારત ક્યારે અસ્તિત્વમાં આવશે તે ચોક્કસ સમય તેઓ કહી શકતા નથી.
-
Ahmedabad: એસજી હાઇવે પર કાર પલટી ખાતા થયેલ અકસ્માતનો કેસ, પોલીસે આરોપી નિમેષ પંચાલની કરી ધરપકડ
- અમદાવાદ: એસજી હાઇવે પર કાર પલટી ખાતા થયેલ અકસ્માતનો કેસ
- SG-2 ટ્રાફિક પોલીસે આરોપી નિમેષ પંચાલની કરી ધરપકડ
- આરોપી નિમેષ પંચાલ સહિત છ લોકો કારમાં સવાર હતા
- નિમેષે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી
- અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના થયા હતા મોત
- પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્ર કર્યા
- અકસ્માત કરનારની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી
-
-
Mehsana: ઊંઝા નજીક સગીરા પર ગેંગરેપની ઘટના, ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ
Mehsana : મહેસાણાના ઊંઝા (Unjha) નજીક સગીરા પર ત્રણ શખ્સોએ ગેંગરેપ આચર્યો હોવાની ઘટના સામે આવી હતી. ઊંઝા નજીક નરાધમોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચી ગણતરીના કલાકોમાં જેલ હવાલે કરી દીધા છે.
મહેસાણાના ઊંઝા નજીક ઉનાવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ઊંઝા નજીકના એક ગામની સગીરા પોતાની બીમારીની દવા લેવા માટે અવારનવાર પાટણના ધારપુર નજીક સિવિલ હોસ્પિટલમાં જતી હતી. ત્યારે હોસ્પિટલની નજીકના મેડિકલ સ્ટોરમાં કામ કરતા સંજય ઠાકોર નામના યુવક સાથે સગીરા સંપર્કમાં આવી હતી અને ફોન નંબરની આપ લે થઈ હતી. ત્યાર બાદ ફોન પર વાતચીત શરૂ થઈ હતી.
-
અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં રાત્રે વરસાદ વરસ્યો છે. શહેરના ગોતા, સોલા, સાઉથ બોપલ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
-
ભુજ નગરપાલિકામાં ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગૌરક્ષકોએ પાલિકા પ્રમુખને જડી દીધી થપ્પડ
Kutch: ભુજ નગરપાલિકા પ્રમુખ સાથે મારામારીની ઘટના સામે આવી છે. ગૌરક્ષકોએ વાતચીત કરતા સમયે અચાનક જ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર હુમલો કર્યો હતો. નાગોર ડમ્પિંગ સાઈટ પર ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા. તે સમયે બોલાચાલી ઉગ્ર બનતા પાલિકા પ્રમુખ સાથે મારામારી કરી હતી. જો કે, ત્યાં હાજર પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના બાદ નગરપાલિકા પ્રમુખ નિવેદન આપતા કેમેરા સામે રડી પડ્યા અને હુમલો કરનાર સામે વકીલની સલાહ લઈ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું.
-
-
Ahmedabad: કોંગ્રેસ કાર્યકરોનું દાણાપીઠ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન, શાસક પક્ષની કામગીરી પર કોંગ્રેસની આક્ષેપબાજી,
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું (BJP) અઢી વર્ષનું શાસન નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વિક્ટોરીયા ગાર્ડનથી AMC કચેરી સુધીની પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બેનરો સાથે જોડાયા હતા. અમદાવાદમાં તૂટેલા રોડ, રોગચાળો, વરસાદી પાણીથી થતી હાલાકી, હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર સહિતના પ્રજાના પ્રશ્નોને લઈ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
-
G20 સમિટ પહેલા આસિયાન સમિટ માટે PM મોદી જકાર્તા જવા રવાના
Delhi: દેશની રાજધાની દિલ્હીમાં G20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે. દુનિયાના ઘણા દેશોમાંથી મહેમાનો ભારતમાં આવી રહ્યા છે. જી-20 સંમેલનની ગતિવિધિઓ અને તૈયારીઓ પર વડાપ્રધાન મોદીનું સંપૂર્ણ ધ્યાન છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીની વ્યસ્તતા અને પ્રવૃત્તિ કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 7.30 કલાકે મંત્રી પરિષદ અને મંત્રીમંડળની બેઠકો પૂરી કરી અને તેના અડધો કલાક બાદ એટલે કે રાત્રે 8 વાગે જકાર્તામાં આસિયાન ભારત શિખર સમિટ (ASEAN-india Summit) માટે રવાના થયા.
-
SabarDairy: પશુપાલકો માટે ખુશીના સમાચાર, જન્માષ્ટમી તહેવાર સમયે દુધના ખરીદ ભાવમાં કર્યો વધારો,
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીએ દુધના ખરીદ ભાવોમાં વધારો કર્યો છે. આમ જન્માષ્ટમી પહેલા જ સાબરડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. બીજી વાર આ ભાવ વધારો સાબરડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ વીસ રુપિયાનો વધારો પ્રતિ કિલોફેટે કર્યો હતો. વધુ એકવાર ભાવ વધારો જાહેર કરતા 10 રુપિયા પ્રતિકિલો ફેટે હવે પશુપાલકોને વધારે મળશે. નવા ભાવ વધારાનો અમલ આગામી સપ્તાહથી કરવામાં આવશે.
-
રેશનિંગના અનાજથી 3 લાખ લોકો વંચિત! તહેવારોમાં રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાયાના કોંગ્રેસના આક્ષેપ,
તહેવારોમાં રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાયાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. 3 લાખ રેશનિંગ કાર્ડ ધારકો તહેવાર દરમ્યાન રાશનથી વંચિત હોવાનું કોંગ્રેસે જણાવ્યુ છે. અમદાવાદના 9 તાલુકાના 3 લાખ રેશનકાર્ડ ધારકો ખાંડ-તેલથી વંચિત હોવાના આક્ષેપ છે.
મહત્વની વાત છે કે કોંગ્રેસનું કહેવું છે કે 3 મંત્રીઓના મત વિસ્તારમાં અનાજ નથી પહોચ્યું તેમ છતાં મંત્રીઓ ચૂપ છે. મંત્રી અને સંત્રીની ખેંચતાણને કારણે રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત હોવાના આક્ષેપો લગાવાયા છે. રેશનિંગનું અનાજ ન પહોંચવા પાછળ ક્યાં પરિબળો જવાબદાર સરકાર જણાવે તેવી કોંગ્રેસે માગ કરી છે.
-
મહારાષ્ટ્ર: જાલનામાં મરાઠા આરક્ષણ કાર્યકર્તાઓએ ટાયરો સળગાવ્યા
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં મરાઠા સમુદાયના કેટલાક સભ્યોએ જાલનામાં આરક્ષણનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં ટાયરો સળગાવ્યા હતા, ત્યારબાદ બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. એક અધિકારીએ આ માહિતી આપી.
-
Ahmedabad: IIM રોડ પર ધોળા દિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો,
Ahmedabad: અમદાવાદમાં ફરી એક વખત આંગડિયાકર્મી સાથે લૂંટની ઘટના બની. ધોળા દિવસે ટ્રાફિકથી ધમધમતા એવા IIM રોડ પર આંગડિયાકર્મી લૂંટાયો. અકસ્માતના બહાને બંટી બબલીએ આંગડિયાકર્મી સાથે બબાલ કરી 25 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા.
25 લાખ ભરેલી બેગ ઝૂંટવી બંટી બબલી ફરાર
ઘટના એવી છે કે સિંધુભવન રોડ પર આવેલી બી.પટેલ ઈન્ફાસ્ટ્રક્ચરનો કર્મચારી વિજય ગોહિલ કંપનીના 25 લાખ રોકડ સીજી રોડ પર આવેલ વી.પટેલ આંગડિયામાંથી લઈ એક્ટિવા પર ઓફિસ જઈ રહ્યો હતો. એક્ટિવા પર વિજય સાથે કંપનીનો પટ્ટાવાળો વિરેન્દ્ર પણ હતો. આ બન્ને કર્મચારી IIM રોડ પરથી પસાર થતાં એક બાઇક પર મહિલા અને પુરુષ આવ્યા અને તેઓ અકસ્માત કેમ કર્યો તેવું કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન બંટી બબલીએ વીરેન્દ્રના હાથમાંથી 25 લાખ રોડક ભરેલ બેંગ લૂંટીને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-
G 20 સમિટમાં દેખાશે UPIનો દમ, મહેમાનોના વોલેટમાં આવશે 1000 રૂપિયા
Delhi: G20 માટે માત્ર મોટા દેશોના નેતાઓ જ નહીં અને અધિકારીઓ પણ ભારત આવી રહ્યા છે. હકીકતમાં, પ્રતિનિધિમંડળ અને તેમની સાથે અન્ય ઘણા લોકો પણ દિલ્હી (Delhi) પહોંચી રહ્યા છે. હવે જ્યારે આ લોકો દિલ્હીની બહાર જાય છે ત્યારે તેઓ UPI દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકશે. જેમ સામાન્ય ભારતીયો તેમની તમામ નાની-મોટી ખરીદી માટે આ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનનો ઉપયોગ કરે છે. આ માટે સરકાર તેમને UPI વોલેટમાં 1000 રૂપિયા સુધીની રકમ આપશે.
-
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે પરંપરાઓને અનુસરીને વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. કદાચ તમે પરંપરાઓ પર ધ્યાન આપતા નથી.
-
Iskcon Bridge Accident Case: તથ્ય પટેલે જે કારથી અકસ્માત સર્જેયો તે કાર મૂળ માલિકને પરત મળશે, ભરવો પડશે બોન્ડ
Ahmedabad : ઈસ્કોન ઓવરબ્રિજ પર અકસ્માત (Iskcon Bridge Accident) સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે, પરંતુ આ અકસ્માત જે કારથી સર્જાયો હતો. તે જેગુઆર કાર મૂળ માલિકને પરત મળશે. આ માટે 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે. અકસ્માત બાદ કાર પોલીસના કબ્જામાં છે.
આ જેગુઆર કાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના બિઝનેસ પાર્ટનર ક્રિશ વારિયાની હતી અને તેણે આ કાર મિત્રતામાં તથ્ય પટેલને આપી હતી. તથ્ય પટેલે જગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોનો જીવ લીધો હતો. અકસ્માત બાદ આ કાર પોલીસના કબ્જામાં હતી. ત્યારે આજે ગ્રામ્ય કોર્ટે 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા આદેશ કર્યો છે. સાથે જ ગમે તે સમયે કાર પુરાવા રૂપે હાજર કરવાની શરતે મૂળ માલિકને પરત કરવા હુકમ કર્યો છે.
-
Ahmedabad: તહેવારો ટાણે જ સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો ઓછો પહોંચ્યાની ફરિયાદ ઉઠી
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો માં અનાજનો જથ્થો ઓછો પહોંચ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ ફરિયાદ કરી છે. સાથે જ દુકાનધારકોને સુચના પણ આપી છે કે દુકાને જથ્થો આવે તો જ જથ્થો સ્વીકારવો બાકી ક્યાંય લેવા જવું નહિ. તો આ તરફ સસ્તા અનાજ ના ગોડાઉન મેનેજરે જથ્થો ઓછો પહોંચ્યો હોવાની વાત ખોટી ગણાવી છે. સાથે જ રજાનાં દિવસે પણ વિતરણ ચાલુ રાખીને અનાજનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું નિવેદન પણ આપ્યું.
-
Gujarat News Live: Ahmedabad : મણિનગર પોલીસે ટાબરીયા ગેંગને ઝડપી
Ahmedabad : રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ શહેરના મણીનગર પોલીસે એક ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. મણિનગર વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી જેની ફરિયાદ નોંધાતા મણિનગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ચોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં પોલીસે સીસીટીવીના આધારે આ ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. ટાબરીયા ગેંગ દ્વારા મણિનગર વિસ્તારની એક મોબાઇલ શોપને ટાર્ગેટ કરવામાં આવી હતી. આ ટાબરીયા ગેંગ મોડી રાત્રે નંબર પ્લેટ વગરની એકટીવા ઉપર ત્રીપલ સવારીમાં મોબાઈલ શોપ પહોંચ્યા હતા અને દુકાનનું શટર તોડી દુકાનમાંથી રોકડા રૂપિયા, લેપટોપ, iphone સહિતની માલ સામાનની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આ ત્રણ ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે.
-
લોકમેળામાં આરોગ્ય વિભાગે ખાણીપીણીના વિવિધ સ્ટોલ પર પાડ્યા દરોડા
Rajkot : આવતીકાલે જન્માષ્ટમીનો (Janmashtami) તહેવાર છે. દર વર્ષે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકોમેળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે ખાણીપીણીના વિવિધ સ્ટોલનું ચેકિંગ હાથ ધર્યું. આ ચેકિંગ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું. આરોગ્ય વિભાગની ટીમે ફરસાણ સહિતની અખાદ્ય ચીજ વસ્તુઓનો સ્થળ પર નાશ કર્યો. ફૂડ લાઈસન્સથી લઈને ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ચકાસણી કરી. મકાઈ, ખીચું, સ્ટીમ ઢોકળા, ચાઈનીઝ વગેરે સ્ટોલ ધારકોનું ચેકિંગ કરાયું. તેમજ વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા.
-
Gujarat News Live : PM મોદી 14 અને 26 સપ્ટેમ્બરે છત્તીસગઢમાં રેલી કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 14 સપ્ટેમ્બરે છત્તીસગઢમાં રેલી કરશે. તેઓ રાયગઢમાં એક મોટી જનસભાને સંબોધશે. આ પછી ફરીથી 26 સપ્ટેમ્બરે રાયપુરમાં જનસભાને સંબોધશે.
-
Gujarat News Live : સંસદનું વિશેષ સત્ર 19 સપ્ટેમ્બરે નવા સંસદ ભવનમાં સ્થળાંતરિત કરાશે
સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરે જૂની બિલ્ડિંગમાં શરૂ થશે અને બાદમાં ગણેશ ચતુર્થીના અવસર પર 19 સપ્ટેમ્બરે નવા સંસદ ભવનમાંમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
-
Gujarat News Live : એક દેશ એક ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક આજે યોજાશે
એક દેશ એક ચૂંટણી માટે રચાયેલી સમિતિની આજે પ્રથમ બેઠક મળશે. આ બેઠક આજે બપોરે 3 વાગ્યે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિવાસસ્થાને યોજાવાની છે.
-
Gujarat News Live : સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, ઉઠાવ્યા 9 મુદ્દા
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એજન્ડા અંગે કોઈ માહિતી આપ્યા વિના વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આમાં 9 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
-
Gujarat News Live : મહંત દિલીપ દાસજી મહારાજ બની શકે છે અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ
વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને પદ પરથી હટાવી દેવાયા છે. જે પછી આ જગ્યા પર મોહનદાસજી મહારાજને કાર્યકારી જવાબદારી સોંપવામાં આવી હતી. કારણકે અખિલ ભારતીય સંત સમિતિનું પદ ખાલી રહી શકે નહીં. એટલે જ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે મોહનદાસજી મહારાજને આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે આજે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્ય અમદાવાદમાં આવ્યા છે. જેથી જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ બની શકે છે.
-
Gujarat News Live : ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની આજે યોજાનાર બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ માટે થશે ચર્ચા
6 મનપા માટે ગઈકાલે બેઠક યોજાઈ હતી. જેમા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતાના નામની પેનલ બનાવવામાં આવી છે. 1 પદ માટે અંદાજે 3થી 4 નામ મુકાયા છે. એક કોર્પોરેશન માટે ઓછામાં ઓછા 25થી 30 નામ પર ચર્ચા કરાઈ હતી. આજે 15 જિલ્લાના હોદ્દેદારો માટે યોજાશે બેઠક. નો રિપીટ થિયરીના કારણે નવા કોર્પોરેટરોએ, પદ મેળવવા માટે જોર લગાવવાનું શરૂ કર્યું છે. 6 મનપાના હોદ્દેદારો માટે હજુ કોર કમિટીની બેઠક થશે.
-
Gujarat News Live : દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ 2023 માટે જાહેર કરી ટીમ
દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ 2023ની ટીમ : ટેમ્બા બાવુમા (કેપ્ટન), ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, સિસાન્ડા મગાલા, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિચ નોર્ટજે, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી, રાસેન ડુસેન.
Here are the 1️⃣5️⃣ men who have been tasked with the ICC Men’s @cricketworldcup duties
Let’s back our boys #CWC23 #ProteasSquadAnnouncement pic.twitter.com/4UXnHkrOlc
— Proteas Men (@ProteasMenCSA) September 5, 2023
-
Gujarat News Live : વનડે વર્લ્ડ કપ 2023 માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની થઈ જાહેરાત
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, એશ્ટન અગર, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.
Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
The final 15-player squad will be confirmed later this month #CWC23 pic.twitter.com/wO0gBbadKi
— Cricket Australia (@CricketAus) September 6, 2023
-
Gujarat News Live : CCTVની મદદથી છ કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો
બનાસકાંઠામાં થયેલી 10 કિલો સોનાની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. ગઈકાલે રાતના સમયે થયેલી લૂંટથી બનાસકાંઠા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. જો કે પોલીસે આદરેલી જહેમતથી, કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. બનાસકાંઠામાંથી 6 કરોડની લૂંટ કરી આરોપીઓ પાટણ ભાગ્યા હતા. અને પાટણ પોલીસે પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે.
-
Gujarat News Live : ભારતને ભારત કહેવામાં કંઈ ખોટું નથીઃ જેકી શ્રોફ
‘ભારતના રાષ્ટ્રપતિ’ના નામે રાષ્ટ્રપતિ ભવનથી મોકલવામાં આવેલા G20 સમિટ ડિનર માટેના આમંત્રણ પર અભિનેતા જેકી શ્રોફે કહ્યું કે, જો ભારતને ભારત કહેવામાં આવે છે, તો તે ખરાબ વાત નથી.
#WATCH | On G20 Summit dinner invitations at Rashtrapati Bhawan sent in the name of ‘President of Bharat’, Actor Jackie Shroff says, “If Bharat is being called Bharat, it is not a bad thing…we won’t change even if the name is changed” (05/09) pic.twitter.com/PTzHE1I3Sa
— ANI (@ANI) September 5, 2023
-
Gujarat News Live : અમદાવાદ IIM રોડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
અમદાવાદ IIM રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને 25 લાખની લૂંટ થવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં, લૂંટ કરનારા એક વ્યક્તિની સાથે મહિલા પણ હોવાનું સામે આવ્યું છે. પોલિસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
Published On - Sep 06,2023 7:05 AM