AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

05 ઓગસ્ટના મહત્વના સમાચાર : જામનગરમાં મેળા સામે મનાઈહુકમ મેળવવા કોર્ટમાં અરજી કરનારને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2025 | 10:05 PM
Share

આજે 05 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો. 

05 ઓગસ્ટના મહત્વના સમાચાર : જામનગરમાં મેળા સામે મનાઈહુકમ મેળવવા કોર્ટમાં અરજી કરનારને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો

આજે 05 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Aug 2025 09:48 PM (IST)

    જામનગરમાં મેળા સામે મનાઈહુકમ  મેળવવા કોર્ટમાં અરજી કરનારને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો

    જામનગરના પ્રદર્શન મેદાનમાં લોકમેળો યોજવા સામે મનાઇ હુકમ મેળવવાનો દાવો અદાલતે ફગાવી દઈને અરજદારને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. લોકમેળામાં ભીડ અને ટ્રાફિક જામ તેમજ અકસ્માતની ભીતિ સર્જાશે, તેવી દહેશત વ્યક્ત કરી લોકમેળો યોજવા સામે મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો હતો. એક્ટિવિસ્ટ કલ્પેશ આશાણીને ગયા વર્ષે દાવો પાછો ખેંચ્યો હતો, આ વર્ષે કોર્ટે દંડ સાથે દાવો કાઢી મૂક્યો.

  • 05 Aug 2025 09:44 PM (IST)

    ધારલીમાં વાદળ ફાટવાથી હેલિપેડ ધોવાયું, આર્મી કેમ્પમાં અસર, 8-10 સૈનિક લાપત્તા

    ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારલીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ છે. પાંચ લોકોના મોત થયા છે અને ઘણા ઘરો અને હોટલો નાશ પામી છે. હર્ષિલમાં આર્મી કેમ્પ પણ તેની ઝપેટમાં આવી ગયો છે, જેમાં 8-10 સૈનિક ગુમ છે. સેના રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.

  • 05 Aug 2025 09:44 PM (IST)

    કોટડા સાંગાણી તાલુકાનાં હડમતાળા GIDC વિસ્તારમાં દીવાલ પાડતા એકનુ મોત

    રાજકોટના કોટડા સાંગાણી તાલુકાનાં હડમતાળા GIDC વિસ્તારમાં દીવાલ પાડતા એકનુ મોત થયું છે. હડમતાળાના COSMOS ટેક્નોકાસ્ટ પ્રા.લી. માં દીવાલ પાડતા એકનું મોત થવા પામ્યુ છે. કારખાનામાં હિટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જૂની દીવાલ બ્રેકર વડે બે લોકો પાડી રહ્યા હતા. દીવાલ પાડતા સમયે દિવાલનો ગાબડું માથે પડતા એકનું ઘટના સ્થળે મોત થયું છે.  જ્યારે અન્યનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

  • 05 Aug 2025 06:23 PM (IST)

    AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને રક્ષાબંધન પર્વ જેલમાં ઉજવવુ પડે તેવી સ્થિતિ

    AAPના  ધારાસભ્ય ચૈતર વસાવાને રક્ષાબંધન પર્વ જેલમાં ઉજવવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસવાની જામીન અરજી પર કોઈ  સુનાવણી થવા પામી નથી. આ સંજોગોમાં રક્ષાબંધન પર્વ દરમિયાન જેલમાં રહેવુ પડે તેવી સ્થિતિ છે. હવે, ચૈતર વસાવાની જામીન અરજી પર આગામી, 13 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

  • 05 Aug 2025 04:55 PM (IST)

    ગુજરાત ભાજપમાં યાદવાસ્થળી, RMC અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને નો-એન્ટ્રી !

    ગુજરાત ભાજપમાં યાદવાસ્થળી સર્જાઈ છે. રાજકોટ ભાજપે એક મોટો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ભાજપના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આમંત્રણ નહી આપવાનો નિર્ણય કરાયો હોવાનું સામે આવી રહયું છે. RMC અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને આમંત્રણ ન આપવા અપાઇ સૂચના. શહેર ભાજપ પ્રમુખે જ આ પ્રકારની સૂચના આપી હોવાની માહિતી સૂત્રો એ આપી છે. બેબાક બોલ માટે રામ મોકરિયા જાણીતા છે. જાહેરમાં નિવેદનો આપતા રામ મોકરિયા પર સંગઠનની મોટી કાર્યવાહી. ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો.

  • 05 Aug 2025 04:51 PM (IST)

    નવા વાડજ ઉત્સવ એપાર્ટમેન્ટમાં ધાબુ પડ્યું

    અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની કોલોનીનું ધાબુ પડ્યું. નવા વાડજ ઉત્સવ એપાર્ટમેન્ટમાં ધાબુ પડ્યા બાદ હાઉસિંગ બોર્ડ જાગ્યું. જે બ્લોકના ધાબુ પડ્યું ત્યાં તાત્કાલિક નોટિસો લગાવી છે. સોસાયટીના રહીશો રીડેવલપમેન્ટ કરાવવા તૈયાર હોવા છતાં ફાઇલ આગળ નથી વધી રહી. રીડેવલપમેન્ટ આગળ ના વધતા રહીશો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર બન્યા હોવાનું કહેવાય છે.

  • 05 Aug 2025 04:46 PM (IST)

    અભિનેત્રી ક્રિષ્ટીના પટેલની વારસાઇ જમીનના વિવાદના મુદ્દે પાટીદાર અનામત આંદોલનના કાર્યકર્તા મનોજ પનારાએ પોલીસને લીધી નિશાને

    અભિનેત્રી ક્રિષ્ટીના પટેલની વારસાઇ જમીનના વિવાદના મુદ્દે, પાટીદાર અનામત આંદોલનના કાર્યકર્તા મનોજ પનારા વચ્ચે આવ્યા. મનોજ પનારા અને જીગીશા પટેલે માતા-પુત્રીની મુલાકાત લીધી હતી. માતા પુત્રીને ન્યાય અપાવવા પ્રયત્ન કરશે તેવો દાવો કર્યો છે. પારિવારીક મુદ્દામાં કાયદો હાથમાં ના લેવો જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. પોલીસની કામગીરી સામે મનોજ પનારા અને જીગીશા પટેલે સવાલો ઉભા કર્યા. પોલીસે મહિલાની ફરિયાદ ધ્યાને કેમ ના લીધી ? ભાજપ બેટી બચાવોની વાતો કરે છે અને તેના જ કાર્યકર્તા દિકરી અને વહુને વગોવે છે. અભિનેત્રી ક્રિષ્ટીના પટેલે પણ તેના કાકા દ્રારા લગાડવામાં આવેલા આક્ષેપોને ફગાવ્યા છે. હું મારા પિતા સાથે સતત સંપર્કમાં હતી તેવો દાવો કર્યો છે.

  • 05 Aug 2025 03:12 PM (IST)

    સુરતના લસકાણામાંથી ડુપ્લિકેટ રજનીગંધા, તુલસી અને સોપારીનું કારખાનું ઝડપાયું

    સુરતના લસકાણા પોલીસે, ડુપ્લિકેટ રજનીગંધા, તુલસી અને સોપારીનું કારખાનું ઝડપી પાડ્યું છે. કારખાનામાંથી ડુપ્લિકેટ રજનીગંધા, તુલસી અને સોપારી સહિત કુલ રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે. સાથે સાથે પોલીસે કારખાનામાં હાજર રમેશ હરિભાઈ જોસરફાલની ધરપકડ કરી છે. આ ડુપ્લિકેટ કારખાનું જયેશ પડસાળા ચલાવતો હોઈ તે ના મળતા, પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

  • 05 Aug 2025 03:02 PM (IST)

    ઉત્તરકાશીના હર્ષિલમાં વાદળ ફાટ્યું, 20 સેકન્ડમાં જ થયો સર્વનાશ, 60 લોકો ગુમ

    ઉત્તરાખંડના ઉત્તરકાશીથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. હર્ષિલમાં વાદળ ફાટવાથી વિનાશ સર્જાયો છે. 60 લોકો ગુમ થવાની આશંકા છે. કાટમાળ નીચે 12 લોકો દટાયા હોવાની પણ માહિતી છે.

  • 05 Aug 2025 02:21 PM (IST)

    ભારતીય પ્રવાસીઓને ફિલિપાઇન્સમાં વિઝા-મુક્ત પ્રવેશ મળશે – પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું, ‘અમે ફિલિપાઇન્સના ભારતીય પ્રવાસીઓને વિઝા-મુક્ત પ્રવેશ આપવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. ભારતે ફિલિપાઇન્સના પ્રવાસીઓને મફત ઇ-વિઝા સુવિધા આપવાનો પણ નિર્ણય લીધો છે. આ વર્ષે દિલ્હી અને મનીલા વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવા માટે કામ કરવામાં આવશે.’

  • 05 Aug 2025 02:07 PM (IST)

    બનાસકાંઠા: શેરગઢના ગ્રામજનોએ કરાવી દારૂબંધી

    બનાસકાંઠા: શેરગઢના ગ્રામજનોએ દારૂબંધી કરાવી. ગામના યુવાનો દારૂના રવાડે ચડતા ગ્રામજનોએ પગલું ભર્યું. ગ્રામજનોએ એકત્ર થઇને દારૂના અડ્ડા બંધ કરાવ્યા. લોકો શિક્ષણ તરફ વળે તે માટે મહત્વનો નિર્ણય લીધો. દારૂ વેચનારને ₹ 51 હજાર દંડ ફટકારવા નિર્ણય લેવાયો. દારૂ પીનારને ₹ 5 હજારનો દંડ ફટકારવા નિર્ણય લેવાયો

  • 05 Aug 2025 01:46 PM (IST)

    સુરત : આવક વેરા વિભાગનું બિલ્ડીંગ જર્જરિત

    સુરતમાં આવકવેરા વિભાગની 6 માળની ઈમારત જર્જરિત હાલતમાં છે, કર્મચારીઓ માથે ઝળુંબતા જોખમ વચ્ચે કામ કરી રહ્યા છે. અવાર-નવાર બિલ્ડીંગ સ્લેબના પોપડા તૂટવાની ઘટના બને છે..ગઈકાલે..સ્લેબનો ભાગ તૂટી પડતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. સ્લેબનો ભાગ તૂટીને રૂમની બારીના કાચ સાથે અથડાયો હતો. દુર્ઘટના સ્થળે કોઈ કર્મચારી ન હોવાથી દુર્ઘટના ટળી હતી.દુર્ઘટનાથી કર્મચારીઓ ભયના ઓથાર નીચે કામ કરી રહ્યા છે. ગઈકાલની દુર્ઘટના બાદ કર્મચારીઓએ જર્જરિત બિલ્ડીંગમાં કામ કરવાની ના પાડી છે.

  • 05 Aug 2025 01:39 PM (IST)

    જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન

    જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ નિધન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા.

  • 05 Aug 2025 01:29 PM (IST)

    દાહોદ: પાત્રતા ન ધરાવતા NFSA રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ

    દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિસ્તારમાં પાત્રતા ન ધરાવતા લખપતિ રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ થયો છે, જેમાં 295 જેટલા લોકો IT વિભાગના રેકોર્ડ પ્રમાણે 6 લાખથી વધુ આવક ધરાવતા હોવાનું ખુલ્યું છે છતાં NFSA યોજનાનો ગેરકાયદે લાભ લઈ રહ્યા હતા; મામલતદારે કાર્યવાહી હાથ ધરી 295ને નોટિસ ફટકારી, જેમાંથી 195ના રેશનકાર્ડ નોન-NFSA હેઠળ બદલી દેવાયા છે અને અન્ય 100ની ચકાસણી ચાલુ છે.

  • 05 Aug 2025 01:07 PM (IST)

    અમદાવાદ: ડ્રગ્સ પેડલરનો પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ

    અમદાવાદ: ડ્રગ્સ પેડલરે પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થઇ છે. SOG પોલીસ ડ્રગ્સ પેડલરને ઝડપવા જતી હતી તે સમયે ઘટના બની છે. આરોપીએ પહેલાં કાર પાછળ રહેલા બાઈકને ટક્કર મારી હતી. બાઈકને ટક્કર મારતા પોલીસકર્મી જમીન પર પટકાયો હતો. આગળના બાઈકને ટક્કર મારતા અન્ય પોલીસકર્મીને પણ ઈજા થઇ છે. 5.81 લાખથી વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસે હત્યાના પ્રયાસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • 05 Aug 2025 01:05 PM (IST)

    રાજકોટ: ગોંડલના ઉમવાડા નજીક કાર નાળામાં ખાબકી

    રાજકોટ: ગોંડલના ઉમવાડા નજીક કાર નાળામાં ખાબકી છે. કોલીથડ-અનીડા ભાલોડી માર્ગ પર અકસ્માત સર્જાયો છે્. કારચાલકે કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી. માર્ગ પર નાળાની  કામગીરી ચાલી રહી છે. ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો છે.

  • 05 Aug 2025 11:52 AM (IST)

    મારો ભાઈ સેનાનું ખૂબ સન્માન કરે છે – પ્રિયંકા ગાંધી

    9 ડિસેમ્બર, 2022 ના રોજ ભારત અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણ પર વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી હતી તેના પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ‘તેઓ નક્કી કરતા નથી કે સાચો ભારતીય કોણ છે. વિપક્ષના નેતાનું કામ છે, સરકારને પડકારવા માટે પ્રશ્નો પૂછવાની તેમની ફરજ છે. મારો ભાઈ ક્યારેય સેના વિરુદ્ધ કંઈ નહીં કહે. તે સેનાનું ખૂબ સન્માન કરે છે, તેથી આ ખોટું અર્થઘટન છે.’

  • 05 Aug 2025 11:51 AM (IST)

    સુરત: રાંદેરમાં 27 વર્ષીય યુવકની હત્યા

    સુરત: રાંદેરમાં 27 વર્ષીય યુવકની હત્યા થઇ છે. અંગત અદાવતમાં યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો. મૃતકના સંબધી ભાઈ પર હત્યા કર્યાનો આરોપ છે. હુમલામાં યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. ઈજાગ્રસ્ત યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

  • 05 Aug 2025 11:41 AM (IST)

    બનાસકાંઠા: ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસથી હડકંપ

    બનાસકાંઠા: ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસથી હડકંપ મચ્યો છે. થાવર ગામે 7 વર્ષીય દર્દીનું ડિપ્થેરિયાથી મોત થયાની આશંકા છે. મૃતક થાવર પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો હતો. બાળકનું સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય તંત્ર હરકતમાં છે. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિતની ટીમ થાવર ગામે પહોંચી. મૃતક દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલાયા. ધાનેરા તાલુકામાં અગાઉ ડિપ્થેરિયાથી બાળકોના મોત થયા હતા. લવારા ગામે 2017માં ડિપ્થેરિયાથી 3 બાળકોના મોત થયા હતા.

  • 05 Aug 2025 09:26 AM (IST)

    બિહાર: ભારે વરસાદ બાદ બગહા વિસ્તારમાં જળબંબાકાર

    બિહારમાં છેલ્લાં ઘણાં દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે અહીંના બગહા વિસ્તારમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તા પર પાણી ભરાયેલા હોઈ  રસ્તા પર પડેલા ખાડાઓનો ખ્યાલ જ નથી આવી રહ્યો. એક આવા જ ખાડામાં બાઈકચાલક ખાબકતા તેનો જીવ જોખમમાં મુકાયો હતો. જો કે સ્થાનિકોએ મદદે દોડી આવી તેનો જીવ બચાવ્યો. દુર્ઘટનામાં  બાઈકચાલકને સામાન્ય ઈજા પહોંચી છે.

  • 05 Aug 2025 08:32 AM (IST)

    અરવલ્લીઃ અઠવાડિયાના વિરામ બાદ વરસાદી માહોલ

    અરવલ્લીઃ અઠવાડિયાના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા, મેઘરજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વહેલી સવારથી ધીમીધારે વરસાદની શરૂઆત થઇ. મોડાસાના લાલપુર, સબલપુર સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો. મેઘરજના રેલ્લાંવાડા, જીતપુર સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેતી પાકને  રાહત થઇ.

  • 05 Aug 2025 08:18 AM (IST)

    કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો

    કચ્છના ધોળાવીરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ

  • 05 Aug 2025 07:26 AM (IST)

    લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનારા 5 બાંગ્લાદેશીઓની ધરપકડ

    દિલ્હી પોલીસે લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનારા 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. તે બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. તે બધા લગભગ 20-25 વર્ષના છે અને તેઓ દિલ્હીમાં મજૂરી કામ કરે છે. પોલીસે તેમની પાસેથી કેટલાક બાંગ્લાદેશી દસ્તાવેજો જપ્ત કર્યા છે. હાલમાં, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે: દિલ્હી પોલીસ

Published On - Aug 05,2025 7:24 AM

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">