AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

02 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કમલમ કોબા ખાતે, ગુરુવાર 3 સપ્ટેમ્બરે યોજાશે ભાજપની પ્રદેશ બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2026 | 8:44 PM
Share

આજે 02 સપ્ટેમ્બરના બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

02 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કમલમ કોબા ખાતે, ગુરુવાર 3 સપ્ટેમ્બરે યોજાશે ભાજપની પ્રદેશ બેઠક

આજે 02 સપ્ટેમ્બરના બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Sep 2026 08:11 PM (IST)

    કમલમ કોબા ખાતે, ગુરુવાર 3 સપ્ટેમ્બરે યોજાશે ભાજપની પ્રદેશ બેઠક

    આવતીકાલ ગુરુવારને 3 સપ્ટેમ્બરના રોજ, ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક યોજાશે. પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં મળશે બેઠક. ભાજપના કમલમ કાર્યાલય ખાતે મળશે બેઠક. સવારે 10 વાગે કમલમ ખાતે જિલ્લા પ્રમુખો સાથે કરશે બેઠક. તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારી બેઠકમાં આપશે હાજરી.

  • 02 Sep 2026 07:58 PM (IST)

    અંબોડ હાઈવેના ફ્લેટમાં રહેતા સચિવાલયના નિવૃત કર્મચારીની હત્યા

    ગાંધીનગરના માણસા નજીકના અંબોડ હાઈવેના ફ્લેટમાં રહેતા સચિવાલયના નિવૃત કર્મચારીની હત્યા થઈ છે. મોબાઈલ સ્વીચ ઓફ આવતા પુત્રએ ફ્લેટમાં જઈ તપાસ કરતા ઘટના સામે આવી. કર્મચારીના ફ્લેટ બહાર તાળું માર્યું હતું જે બાદ પુત્ર એ બીજી ચાવીથી ફ્લેટનો દરવાજો ખોલતા મૃત હાલતમાં મળ્યા. માથાના ભાગે ભારે વસ્તુથી ઘા કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું. હત્યાની જાણકારી મળતા માણસા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી. મૃતક પાણી પૂરવઠા વિભાગમાં પટાવાળા તરીકે કાર્યરત હતા અને 2021 માં નિવૃતિ બાદ આ ફ્લેટમાં રહેતા હતા. પોલીસ દ્વારા હત્યાને લઈ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

  • 02 Sep 2026 07:28 PM (IST)

    સી જી રોડ પર મારામારી કરનાર બુટલેગરના પૌત્ર સામે નવરંગપુરા પોલીસે કરી કાર્યવાહી

    અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્રને નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો. ગિરીશ કોલ્ડરીંગ પાસે આદિત્ય રાઠોડ અને અન્ય લોકો સાથે કરી મારા મારી. સમગ્ર મામલે આદિત્ય રાઠોડને પણ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે. નવરંગપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

  • 02 Sep 2026 07:24 PM (IST)

    પાલનપુર-ડીસા બાયપાસ સામે ખેડૂતોનો ભારે વિરોધ, પ્રાંત અધિકારીને કરી રજૂઆત

    બનાસકાંઠામાં પાલનપુર-ડીસા બાયપાસને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે. ખેમાણા-ભીલડી તરફ બની રહેલા બાયપાસનો ખેડૂતો દ્વારા વિરોધ. મોટી સંખ્યામાં ખેડૂતો ડીસા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. બાયપાસનું કામ અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. બાયપાસ બનશે તો અનેક ખેડૂતો નિરાધાર બનશે તેવી ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.

  • 02 Sep 2026 06:40 PM (IST)

    ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી દરમિયાન 370 શિક્ષકોની ભૂલો આવી સામે

    સુરતમાં બોર્ડ ઉત્તરવહી તપાસમાં મોટી બેદરકારી સામે આવી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી દરમિયાન 370 શિક્ષકોની ભૂલો સામે આવી છે. ફેબ્રુઆરી-માર્ચની મુખ્ય પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી. સાચા જવાબના માર્ક્સ ના આપવા, ખોટા જવાબમાં માર્ક્સ આપવા, સરવાળામાં ભૂલ અને માર્ક્સની એન્ટ્રીમાં બેદરકારી તપાસમાં સામે આવી છે. શિક્ષકો પાસેથી ખુલાસા માંગ્યા બાદ ગુજરાત બોર્ડ દ્વારા કુલ ₹ 5,72,600નો દંડ ફટકારાયો. ધોરણ 10 ના 162 શિક્ષકોને 2,24,500 રૂપિયાનો દંડ કરાયો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 104 શિક્ષકો ને 1,34,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 104 શિક્ષકોને 1,63,100 રૂપિયાનો દંડ કરાયો. વિદ્યાર્થીઓના પરિણામ પર અસર ન પડે તે માટે ઉત્તરવહી તપાસમાં સંપૂર્ણ તકેદારી રાખવા શિક્ષકોને સૂચના આપવામાં આવી છે. મૂલ્યાંકન દરમિયાન માર્ક્સ આપવા કે ગણતરીમાં કોઈ ભૂલ ન થાય તે ખૂબ જરૂરી છે. નિયમ મુજબ બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

  • 02 Sep 2026 06:00 PM (IST)

    અમદાવાદ-ઈન્દોર હાઇવે પર દાહોદના વડબારા ગામ નજીક સોલર પેનલ ભરેલી આઇસરમાં લાગી આગ

    અમદાવાદ-ઈન્દોર હાઇવે પર દાહોદના વડબારા ગામ નજીક સોલર પેનલ ભરેલી આઇસર ગાડીમાં અચાનક આગ લાગી. ચાલતી આઇસર ગાડીમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી. આગની આ ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરા તફલીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતા જ દાહોદ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આઇસર ગાડીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. આ આગની દુર્ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ગાડીમાં ભરેલી લાખો રૂપિયાની કિંમતી સોલર પેનલો આગમાં બળીને ખાખ થઈ ગઈ

  • 02 Sep 2026 05:22 PM (IST)

    સોનુ નહી ખરીદવા પીએમ મોદીની અપીલ પર સોના-ચાંદીના વેપારીઓ બોલ્યા-મંદિરોમાં રહેલ સોનાનો પણ દેશહિતમાં ઉપયોગ કરો

    રાજકોટ-પ્રધાનમંત્રીની સોનું ન ખરીદવાની અપીલ પર સોની વેપારીની પ્રતિક્રિયા સામે આવી છે. દેશહિતમાં પ્રધાનમંત્રીની અપીલ આવકારદાયક  ગણાવી છે. દરેક સોની વેપારી આ અપીલને સમર્થન કરે છે. પરંતુ સોની વેપારીને પણ સરકારે મદદ કરવી પડશે. આ ઉપરાંત દેશના મંદિર, ધાર્મિક સ્થાનો, મઠોમાં જે લાખો ટન સોનું પડ્યું છે તેનો ઉપયોગ દેશ હિતમાં યોગ્ય નિર્ણય કરવો જોઇએ. જો આમ કરવામાં આવશે તો  દેશનું હુંડિયામણ પણ બચશે.

  • 02 Sep 2026 05:18 PM (IST)

    જૂનાગઢમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘે કરી રજૂઆત

    જૂનાગઢ જિલ્લા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘની રજૂઆત. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કરી માંગ, સિંચાઈના પાણીની અછત, વીજ પુરવઠો અને પાકના પોષણક્ષમ ભાવ સહિતના પ્રશ્નો ઉઠાવાયા. અપૂરતા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં યોગ્ય રાહત અને વળતર આપવાની માંગ. સૌની યોજના દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની કરી માંગ. વર્ષ 2019-20ના પાક વીમાના બાકી વળતરની રકમ ખેડૂતોને ચૂકવવા માંગ. ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની પૂરતી ઉપલબ્ધતા અને યોગ્ય ભાવે વેચાણ સુનિશ્ચિત કરવા માંગ. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર દ્વારા બજાર વ્યવસ્થા ઉભી કરવાની માંગ. ખેડૂતોના ખેતરે જવા માટેના રસ્તા અને પાંજરા બનાવવાની સાથે પાકને નુકસાનથી બચાવવાની વ્યવસ્થા કરવાની માંગ ખેડૂતોના પ્રશ્નોને તાત્કાલિક હલ કરવા માં નહી આવે તો આંદોલન ની આપી ચીમકી.

  • 02 Sep 2026 03:49 PM (IST)

    અંકલેશ્વરની શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીની પાણીની ટાંકીમાંથી કામદારનો મૃતદેહ મળ્યો

    ભરૂચના અંકલેશ્વરની શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીમાં પાણીની ટાંકીમાંથી કામદારનો મૃતદેહ મળ્યો. 40 વર્ષીય કલ્પેશભાઈ વસાવા બે દિવસથી લાપતા હતા. 31 ઓગસ્ટથી કામદાર લાપતા હતા. 15 વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા. બે દિવસ બાદ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો. અંકલેશ્વર GIDC પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 02 Sep 2026 03:35 PM (IST)

    ગુજરાત ભાજપના નેતાઓને પ્રભારીનો આદેશ, પીએમ મોદીના કાર્યો લોકોની વચ્ચે લઈને જાઓ

    ભાજપના નવનિયુક્ત પ્રભારી તરુણ ચૂગ આક્રમક મોડમાં જોવા મળ્યા હતા. પ્રદેશ કાર્યશાળામાં પ્રભારીએ હાજર લોકોને ટકોર કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા લોક કલ્યાણના કાર્યોને આક્રમકતાથી લોકો વચ્ચે લઈ જવા ટકોર કરી. કોંગ્રેસ શાસનમાં તો સોનુ ગીરવે મૂકી દેશ ચલાવવો પડતો, હવે ક્યારેય મોદીના શાસનમાં આવું નથી થયું તેવી રજૂઆત લોકોને કરવા ચૂગે પાર્ટીના કાર્યકરોને જણાવ્યું. NDA શાસનમાં થયેલા કાર્યોને પણ સરખામણી કરી લોકોને સમજાવવા સૂચના. હાજર તમામ પદાધિકારીઓનું કર્તવ્ય છે કે છેવાડાના લોકો સુધી માહિતી પહોંચે. મને આશા છે તમામ નેતાઓ એક્ટિવ થશે અને કામગીરી કરશે.

  • 02 Sep 2026 02:36 PM (IST)

    અમરેલી પાયલ ગોટી લેટર કાંડમાં ચુકાદો, પાયલ ગોટીને રૂ. 7.5 લાખ વળતર ચૂકવવા સરકારને આદેશ

    અમરેલીના પાયલ ગોટી લેટર કાંડ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગેરકાયદે ધરપકડ અને પરેડ કરાવવાના મામલે થયેલી ફરિયાદને પગલે ગાંધીનગરમાં આયોજિત વિશિષ્ટ સુનાવણીમાં આયોગે પાયલ ગોટીને રૂ. 7.5 લાખનું વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો છે. આ નિર્ણયથી સમગ્ર મામલે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.

  • 02 Sep 2026 01:59 PM (IST)

    ગાંધીનગરઃ નકલી અને ગેરકાયદે દવાઓ સામે રાજ્ય સરકારનું કડક વલણ

    ગાંધીનગરમાં નકલી અને ગેરકાયદે દવાઓ તેમજ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. કાર્યવાહી દરમિયાન 93 લાખથી વધુ કિંમતનો 42,988 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે, જ્યારે બે દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા સહિતની ખાદ્યચીજોની સતત તપાસ કરવામાં આવી રહી છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે અને નકલી તથા ગેરકાયદે દવાઓના વેચાણ સામે પણ રાજ્યમાં કડક પગલાં યથાવત રહેશે.

  • 02 Sep 2026 01:57 PM (IST)

    જૂનાગઢઃ ઉપરકોટ કિલ્લામાં ઘૂસેલા દીપડાની હજુ ભાળ નહીં, પ્રવાસીઓ માટે કિલ્લો બંધ

    જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં ઘૂસેલા દીપડાને ચાર દિવસ બાદ પણ પકડવામાં વન વિભાગને સફળતા મળી નથી. વન વિભાગની ટીમો ખડે પગે રહી દીપડાની શોધખોળ કરી રહી છે. દરમિયાન CCTV કેમેરામાં દીપડાની હિલચાલ કેદ થઈ હોવા છતાં તેને ઝડપી પાડવામાં હજુ સફળતા મળી નથી. દીપડાની હાજરીને પગલે ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે. દીપડો ઝડપાઈ જાય અથવા કિલ્લાની બહાર નીકળી ગયો હોવાની પુષ્ટિ થાય તેની વન વિભાગ રાહ જોઈ રહ્યું છે. દીપડાની મુવમેન્ટ અંગે ઠોસ માહિતી મળ્યા બાદ જ કિલ્લો પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવશે.

  • 02 Sep 2026 01:56 PM (IST)

    સુરતઃ હોટફિક્સના કચરામાં આગના વિવાદ મામલે ફરિયાદ દાખલ

    સુરતમાં હોટફિક્સના કચરામાં આગ લાગવાની ઘટનાઓને લઈને હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા ચાર દિવસમાં હોટફિક્સના કચરામાં આગ લાગવાની 13 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સીતાનગર રોડ પર લાગેલી આગમાં બે કાર ખાખ થઈ ગઈ હતી, જ્યારે બૂટભવાની સર્કલ પાસે બનેલી આગની ઘટનામાં પણ બે કાર બળી ગઈ હતી. આગની સતત વધી રહેલી ઘટનાઓને પગલે કચરામાં ઈરાદાપૂર્વક આગ લગાવવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

  • 02 Sep 2026 01:41 PM (IST)

    સાબરકાંઠાઃ ઈડરમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, બે યુવાનો ઈજાગ્રસ્ત

    સાબરકાંઠાના ઈડરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કાચા મકાનની છત ધરાશાયી થતાં બે યુવાનોને ઈજા પહોંચી છે. તંત્ર દ્વારા બે નોટિસ આપ્યા બાદ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન અચાનક મકાનની છત તૂટી પડતા બંને યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં કેટલાક પરિવારો છેલ્લા 40 વર્ષથી વસવાટ કરી રહ્યા હતા અને તેમના મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન ડિમોલિશન પહેલાં પૂરતો સમય આપવામાં આવ્યો ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા.

  • 02 Sep 2026 01:38 PM (IST)

    ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છતાં સારા વરસાદના એંધાણ નહીં

    રાજ્યમાં હાલ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં તેની અસર વ્યાપક પ્રમાણમાં જોવા નહીં મળે તેવી શક્યતા છે. તેથી આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદ સાથે સામાન્ય વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

  • 02 Sep 2026 01:34 PM (IST)

    ખેડાઃ નડિયાદ રેલવે સ્ટેશન પર RPF જવાનની સમયસૂચકતાથી બચ્યો મુસાફરનો જીવ

    નડિયાદ રેલવે સ્ટેશન પર RPF કોન્સ્ટેબલની સમયસૂચકતાથી ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા એક મુસાફરનો જીવ બચી ગયો હતો. યશવંતપુરથી બીકાનેર જતી એક્સપ્રેસ ટ્રેનમાં 31 ઓગસ્ટની સાંજે મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા અચાનક તેનો પગ લપસી ગયો હતો. પગ લપસતા મુસાફર ટ્રેનના દરવાજાના હેન્ડલ પર લટકી ગયો હતો. આ દરમિયાન ફરજ પર હાજર RPF કોન્સ્ટેબલે તાત્કાલિક દોડીને લટકી રહેલા મુસાફરને ખેંચી સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લઈ લીધો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં RPF જવાનની સતર્કતા અને સમયસૂચકતાથી મુસાફરનો જીવ બચ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળે છે.

  • 02 Sep 2026 12:27 PM (IST)

    ખેડાઃ મહુધા ચોકડી પાસે યુવક પર હુમલાના કેસમાં નવો વળાંક

    ખેડાના મહુધા ચોકડી પાસે યુવક પર થયેલા હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદી યુવકનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ડાકોરમાં એક આધેડ વ્યક્તિને માર મારતો હોવાનું દેખાઈ રહ્યું હોવાનો આરોપ છે. આ વીડિયો સામે આવ્યા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડાકોરમાં આધેડને માર મારવાની ઘટનાના પગલે યુવક પર મહુધા ચોકડી પાસે હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

  • 02 Sep 2026 11:59 AM (IST)

    દ્વારકાઃ સોનું-ચાંદી સાફ કરવાના બહાને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

    દ્વારકામાં સોનું-ચાંદી સાફ કરવાના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. કલ્યાણપુરના ગુનાની તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓ ફિનાઇલ વેચવાના બહાને મહિલાઓને ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ઘરમાં પુરુષ સભ્ય હાજર ન હોય તેવા ઘરોને નિશાન બનાવતા આરોપીઓ સોનું-ચાંદી સાફ કરવાના બહાને એસિડનો ઉપયોગ કરી સોનું ઓગાળીને છેતરપિંડી કરતા હતા. સમગ્ર ગેંગના આરોપીઓ CCTV કેમેરામાં પણ કેદ થયા હતા. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તમામ આરોપીઓ બિહારના હોવાનું ખુલ્યું છે. ચારેય આરોપીઓને જેલ હવાલે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 02 Sep 2026 10:24 AM (IST)

    અમદાવાદઃ સાણંદમાં પ્રેમ પ્રકરણમાં 19 વર્ષીય યુવતીનો આપઘાત

    સાણંદના ગાયત્રીનગર સોસાયટીમાં 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટનાસ્થળેથી યુવતીના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પરણિત યુવક સાથેના પ્રેમ સંબંધને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. સ્યુસાઇડ નોટમાં પ્રેમીની પત્ની, બહેન અને પિતા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ યુવતીને યુવક સાથે સંબંધ તોડી નાખવા ધમકી આપવાનો આરોપ મૂકાયો છે. આ ઉપરાંત આરોપીઓને સજા થાય તેવી અંતિમ ઈચ્છાનો પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે સાણંદ પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 02 Sep 2026 08:37 AM (IST)

    ઉત્તરાખંડથી તેલંગાણા સુધી ભારે વરસાદની ચેતવણી

    દેશના ઉત્તરાખંડથી લઈને તેલંગાણા સુધી આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના 21 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

  • 02 Sep 2026 08:36 AM (IST)

    ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક

    ગાંધીનગરમાં આજે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાશે. બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા ઉપરાંત મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવશે.

  • 02 Sep 2026 07:59 AM (IST)

    નેપાળઃ ભયાનક હોનારતમાં સતત વધી રહ્યો છે મૃત્યુઆંક, ત્રાસદીમાં 1093 લોકોનાં મોત

    નેપાળમાં સર્જાયેલી ભયાનક હોનારતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્રાસદીમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1093 પર પહોંચ્યો છે, જ્યારે હજુ પણ અંદાજે 4,500 લોકો ગુમ હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સૌથી વધુ 321 જેટલા મૃતદેહો ચિત્તવનમાંથી મળ્યા છે, જ્યારે નવલપરાસી પૂર્વમાંથી 261 જેટલા મૃતદેહો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

  • 02 Sep 2026 07:50 AM (IST)

    વડોદરા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ બે અલગ-અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ એમ.એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત પાદરાના તાજપુરા રોડ પર યોજાનારા બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં પણ રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે.

Published On - Sep 02,2026 7:44 AM

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
g clip-path="url(#clip0_868_265)">