31 માર્ચના મહત્વના સમાચાર : ગુજરાતમાં ભાજપની સતત ત્રીજી બેઠક વિવાદમાં
આજે 31 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરઠમાં રેલી સાથે ઉત્તર પ્રદેશમાં તેમના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે, જ્યાં ભાજપે ટીવી સિરિયલ ‘રામાયણ’થી પ્રખ્યાત થયેલા અભિનેતા અરુણ ગોવિલને ઉમેદવાર બનાવી મેદાને ઉતાર્યા છે. ઈન્ડિયા એલાયન્સે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં લોકશાહી બચાવો રેલીનું આયોજન કર્યું છે. જેમાં 28 વિપક્ષી દળો ભાગ લેશે. મહારેલીનું સૂત્ર છે તાનાશાહી હટાવો, લોકશાહી બચાવો. બિહાર શાળા પરીક્ષા બોર્ડે 10મા પરિણામ 2024ની તારીખ જાહેર કરી છે. બિહાર બોર્ડ મેટ્રિકનું પરિણામ જાહેર થશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.
LIVE NEWS & UPDATES
-
ગુજરાતમાં ભાજપની સતત ત્રીજી બેઠક વિવાદમાં
- સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજકોટ બાદ હવે અમરેલી બેઠક પર પણ વિવાદ
- ઉમેદવાર બદલવાની માંગ લોહિયાળ થયા બાદ પ્રદેશ ભાજપ આવ્યું હરકતમાં
- અમરેલી જિલ્લા પ્રભારી તથા પૂર્વ મંત્રી હકુભા જાડેજાને આજે અમરેલી જવા કરાયો આદેશ
- પ્રદેશ તરફથી સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા પણ કરાયો આદેશ
- જે પણ કાર્યકર્તા કે નેતાઓ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા હશે તેમની સામે કડક પગલાં લેવાના પાર્ટી મૂડમાં
- સંડોવળીના પુરાવા મળશે તો સસ્પેન્શન પણ આવી શકે છે
- વર્તમાન સાંસદ નારણ કાછરીયા અને કૌશિક વેકરીયા ના સમર્થકો વચ્ચે થઈ હતી મારા મારી
- પ્રદેશ ભાજપ તરફથી બંને નેતાઓને ઠપકો મળ્યો હોવાના પણ સમાચાર
-
ભાજપે ભીલવાડાથી દામોદર અગ્રવાલને પોતાના ઉમેદવાર બનાવ્યા
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 9મી યાદી જાહેર કરી છે. જેમાં દામોદર અગ્રવાલને રાજસ્થાનના ભીલવાડાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વર્તમાન સાંસદ સુભાષચંદ્ર બહેરિયાની ટિકિટ રદ કરવામાં આવી છે.
-
-
રાષ્ટ્રપતિએ ઘરે જઈને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપ્યો
લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરે જઈને તેમનું સન્માન કર્યું છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
-
શ્રીલંકાને કચ્ચાતીવુ ટાપુ આપી દીધો… પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
PMએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ‘આંખો ખોલી નાખનારો અને ચોંકાવનારો રિપોર્ટ. નવી હકીકતો દર્શાવે છે કે કેવી રીતે કોંગ્રેસે કચ્ચાતીવુને નિર્દયતાથી આપી દીધો. દરેક ભારતીય આનાથી નારાજ છે અને લોકોના મનમાં ફરી એકવાર એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે અમે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકતા નથી.
-
વિપક્ષ આજે ‘પરિવાર બચાવો, ભ્રષ્ટાચાર છુપાવો’ રેલી યોજી રહ્યા છે: ભાજપ
આજે, ઈન્ડિયા બ્લોક રેલી પર, બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આ કોઈ ‘લોકશાહી બચાવો’ રેલી નથી પરંતુ વાસ્તવમાં આ ‘પરિવાર બચાવો, ભ્રષ્ટાચાર છુપાવો’ રેલી છે.
-
-
રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો વધતો કહેર, એક યુવતીનું મોત
- રાજકોટમાં કોટડાસાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત
- જિલ્લામાં એક માસમાં સ્વાઈન ફ્લૂના 16 દર્દી નોંધાયા
- જેતપુરમાં 5, ધોરાજી, લોધીકા, પડધરીમાં એક-એક કેસ
- ઉપલેટા, જસદણ અને રાજકોટમાં સ્વાઈન ફ્લૂના 2 કેસ
-
આજે વારાણસીના કાર્યકરો સાથે ટિફિન બેઠક કરશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લગભગ 6.30 વાગ્યે વારાણસીના કાર્યકરો સાથે ટિફિન બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ ટિફિન બેઠકમાં કાર્યકરો અને અધિકારીઓ સાથે વાતચીત કરીશે અને ચૂંટણી માટે કાર્યકરોમાં ઉત્સાહ જગાવીશે.
-
કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે રામલીલા મેદાનમાં મહારેલીનું આયોજન
અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઈન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અને તેમના નેતાઓ ભાગ લેશે.
-
રાજ્યમાં આજે લેવાશે ગુજકેટની પરીક્ષા
- રાજ્યભરના 1.38 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- કુલ 34 ઝોનમાં 34 પરીક્ષા કેન્દ્રોની 673 બિલ્ડીંગમાં પરીક્ષાની વ્યવસ્થા
- ગુજરાત બોર્ડ સિવાયના અન્ય 31 બોર્ડના 18,305 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા
- CBSE બોર્ડના 15,558 વિદ્યાર્થી આપશે પરીક્ષા
- ગુજરાત બોર્ડનાં 1,19,494 વિદ્યાર્થી નોંધાયા છે
- 75,558 વિદ્યાર્થી જ્યારે 62,241 વિદ્યાર્થિનીઓ આપશે પરીક્ષા
-
આજે ઈન્ડિયા ગઠબંધનની મહારેલી, કેજરીવાલની પત્ની પણ હાજર રહેશે
આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનની રેલી યોજાવાની છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ રેલીમાં હાજરી આપશે. આ રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ભાગ લેશે. કેજરીવાલની ધરપકડના વિરોધમાં વિપક્ષના મોટા નેતાઓ એકઠા થઈ રહ્યા છે.
-
આજે અને કાલે રાજસ્થાનમાં હશે અમિત શાહ, રેલી અને રોડ શો કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે રાજસ્થાનમાં રહેશે અને જયપુર, સીકર અને જોધપુરમાં રેલીઓ અને રોડ શો કરશે.
-
દ્વારકામાં આદિત્ય રોડ પર રહેણાક મકાનમાં આગથી 4 ના મોત
- રાત્રે અંદાજે 4 વાગ્યા આસપાસ ઘરમાં આગ લાગી
- ગૂંગળામણને કારણે ઘટનામાં 4 મોત
- ફાયરની ટિમે આગ પર કાબુ મેળવ્યો
- મૃતક માં 1 બાળકી,2 સ્ત્રી અને 1 પુરુષનો સમાવેશ
- આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ
- મૃતદેહો સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
-
મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગી
મહારાષ્ટ્રઃ ભિવંડી વિસ્તારમાં ભંગારના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરની બે ગાડીઓ હાજર છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
#WATCH | Maharashtra: Massive fire breaks out in a scrap godown in the Bhiwandi area. Two fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/kJhQhoK579
— ANI (@ANI) March 30, 2024
#WATCH | Maharashtra: Fire officer Shailesh Shinde, Bhiwandi says, “At 11:30 pm in the night, we got a fire call. We reached the spot immediately. Efforts are being made to douse the fire… No casualty has been reported…” https://t.co/2Q5QojLDb4 pic.twitter.com/P3JK6X5fod
— ANI (@ANI) March 30, 2024
-
પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 14 ઘાયલ થયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે મારી પેટ્રોલિયમ કંપનીની ટીમ હરનાઈ જિલ્લાના વિસ્તારમાં ગેસ શોધવા માટે સર્વે કરી રહી હતી ત્યારે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ થયો હતો. હરનાઈના ડેપ્યુટી કમિશનર જાવેદ ડોમકીએ વિસ્ફોટની પુષ્ટિ કરતા કહ્યું કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 14 અન્ય લોકો ઘાયલ થયા છે.
-
PM મોદી યુપીમાં શરૂ કરશે ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરઠમાં રેલી સાથે ઉત્તર પ્રદેશમાં તેમના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
Published On - Mar 31,2024 6:34 AM