Breaking News : ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણને ઝટકો આપ્યો, કાનુનથી ઉપર કોઈ સેલિબ્રિટી નથી
વડોદરામાં મ્યુનિસિપલ પ્લોટ પર અતિક્રમણ કરવાના આરોપનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને સંસદ સભ્ય યુસુફ પઠાણની મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યા બાદ હવે બુલડોઝરથી કાર્યવાહીનો ભય મંડરાઈ રહ્યો છે. યુસુફ પઠાણ ટીએમસી લોકસભાના સભ્ય છે.

ટીએમસીના સાંસદ યુસુફ પઠાણને મોટો ઝટકો લાગ્યો છે.ગુજરાત કોર્ટે પૂર્વ ક્રિકેટરને જમીન વિવાદમાં કોઈ પણ રાહત આપવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કાનુન ઉપર કોઈ નથી. કોર્ટમાંથી રાહત ન મળતા હવે એક મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે,શું યુસુફ પઠાણ ખુદે વડોદરા મ્યુનિસિપલ પ્લોટ પર કરેલો કબ્જો ખાલી કરશે કે,વડોદરા મ્યુનિસિપલ બુલડોઝરથી કાર્યવાહી કરશે. ટીએમસી સાંસદ યુસુફ પઠાણ તરફથી કોર્ટમાં કહ્યું કે, હું જમીન અને કિમત બંન્ને આપવા માટે તૈયાર છું. જમીન પર કબ્જો કર્યો છે. તે હું સ્વીકારું છું અને આજની બજાર કિંમત ચુકવવા માટે પણ તૈયાર છું. આના પર કોર્ટે રાહત આપવાની ના પાડી છએ.
સેલિબ્રિટી માટે અલગથી નિયમ નથી
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મોના ભટ્ટે કહ્યું કે, સેલિબ્રિટી માટે કોઈ અલગ નિયમ નથી.ગુજરાત હાઈકોર્ટે તેમને ઠપકો આપતા કહ્યું કે તમે દેશના કાયદા ઘડવૈયા છો, એટલે કે તમે સાંસદ છો અને તમે ભારતીય ટીમના ક્રિકેટર રહી ચૂક્યા છો, તમને શરમ આવવી જોઈએ કે તમે સરકારી જમીન પર કબજો કરી રહ્યા છો અને બાદમાં તમે તે કબજો જાળવી રાખવા માટે અહીં આવ્યા છો.
ગત્ત વર્ષે લોકસભાની ચૂંટણીમાં તૃણમૃણ કોંગ્રેસે ગુજરાતના વડોદરાના રહેવાસી પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બહરામપુરથી ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા. તેમણે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીરરંજન ચૌધરીને હરાવ્યા હતા. યુસુફ પઠાણના સાંસદ બન્યા બાદ આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો.
એક પણ દલીલ કામ ન આવી
હાઈકોર્ટમાં યુસુફ પઠાણ તરફથી કહેવામાં આવ્યું કે, તેમણે જમીન પર કબ્જો કર્યો છે. યુસુફ પઠાણે એ પણ સ્વીકાર્યું કે, કબ્જો કર્યો છે. આજે જમીન જે બજાર કિંમત છે તે ચૂકવવા માટે પણ તૈયાર છે.પઠાણે દલીલ કરી હતી કે તેમના પરિવારની સલામતી માટે, તેમના બંગલાની બાજુમાં આવેલી જમીન તેમને ફાળવવી જોઈએ. જસ્ટિસ મૌના ભટ્ટાએ કહ્યું, “તમે અતિક્રમણ કરનાર છો. હમણાં પૈસા ચૂકવવાની તૈયારી ગેરકાયદેસર કબજાને કાયદેસર બનાવતી નથી.” વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ ખાલી કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવ્યા બાદ તૃણમૂલ સાંસદે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઇકોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કર્યા પછી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.
