રાજ્ય પર હજુ વરસાદનું જોખમ, 14 થી 16 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ- Video
ગુજરાતમાં હજુ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં જણાતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આગામી એક સપ્તાહ રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની માનીએ તો, 17 સપ્ટેમ્બર સુધી રાજ્યાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. જ્યારે કે, 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ભારે વરસાદની શક્યતા ઘટતા દરિયાકાંઠા પરનું સિગ્નલ પણ હટાવી લેવાયું છે.
તો હાલ માછીમારો માટે કોઈપણ પ્રકારની ચેતવણી જાહેર નથી કરાઈ. જ્યારે બીજી તરફ વરસાદ બંધ થતાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીના વધારાની પણ શક્યતા સેવાઈ રહી છે. ભેજને લીધે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળી શકે છે.