ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની થઈ જાહેરાત, 10879 ગ્રામ પંચાયતોમાં આ તારીખે યોજાશે મતદાન

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર 10879 ગ્રામ પંચાયતોમાં ડિસેમ્બરમાં મતદાન યોજાશે.

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની થઈ જાહેરાત, 10879 ગ્રામ પંચાયતોમાં આ તારીખે યોજાશે મતદાન
Gujarat Gram Panchayat Election 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 6:34 PM

Gram panchayat election 2021: ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પચં દ્રારા કરવામાં આવી છે. ડિસેમ્બરમાં રાજ્યમાં 10879 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. અને આ ગ્રામ પંચાયતના મહાસંગ્રામનું મતદાન (gujarat gram panchayat election date 2021) 19 ડિસેમ્બરે થશે. 

રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.

તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તમને જણાવી દઈએ કે જે ગામોમાં ચૂંટણી છે ત્યાં આજથી આચારસંહિતા લાગુ થશે. આ ગામોમાં 2 કરોડ 6 લાખ 53 હજાર મતદાતા છે. તો આ ગામોના 27,085 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જો કે જ્યાં સમરસ ગ્રામ પંચાયત થશે ત્યાં ચૂંટણી થશે નહીં.

મહત્વનું છે કે ​​​​​​​​​​​​​​અંદાજિત 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં 10 હજાર 284 સરપંચની ચૂંટણી યોજાશે. ઉપરાંત જે ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પુરી થાય છે તેવી અને જેની મુદત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે.

તો તમને જણાવી દઈએ કે આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. સાથે જ કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મળેલી માહિતી પ્રમાણે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. તો આ વખતે રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે દરેક ગામમાં વધુ બૂથ હોય છે, ઉપરાંત 10 હજારથી વધુ ગામોમાં જ્યારે ચૂંટણી થઇ રહી છે. ત્યારે એટલા બધા EVM ઉપલબ્ધ ન હોવાના કારને ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે. તો 54 હજાર 387 જેટલી મતપેટીની જરૂર છે. અને તેટલી મતપેટી કમીશન પાટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Ramayana Express: રામાયણ એક્સપ્રેસમાં ‘ભગવા કપડા’ પહેરેલા વેઈટરો પર હંગામો ! સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની ચીમકી આપી

આ પણ વાંચો: Surat : હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામના ત્રીસ મિનિટ પહેલા પણ પરીક્ષા ફોર્મ ભરી શકશે

g clip-path="url(#clip0_868_265)">