Ramayana Express: રામાયણ એક્સપ્રેસમાં ‘ભગવા કપડા’ પહેરેલા વેઈટરો પર હંગામો ! સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની ચીમકી આપી

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ટ્રેનની અંદર કામ કરતા વેઈટર સંતોના પોશાકમાં જોવા મળી રહ્યા છે.જેની સામે ઉજ્જૈનમાં રહેતા સંતો (Ujjain Akhara Parishad) એ ભારે વાંધો ઉઠાવ્યો

Ramayana Express: રામાયણ એક્સપ્રેસમાં 'ભગવા કપડા' પહેરેલા વેઈટરો પર હંગામો ! સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની ચીમકી આપી
Ramayana Express
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 4:02 PM

Ramayana Express: તાજેતરમાં, ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેન (Ramayana Express)ને લઈને વિવાદ શરૂ થયો છે. સંતોના વેશભૂષાને લઈને વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ટ્રેનની અંદર કામ કરતા વેઈટર સંતોના પોશાકમાં જોવા મળી રહ્યા છે.જેની સામે ઉજ્જૈનમાં રહેતા સંતો (Ujjain Akhara Parishad) )એ ભારે વાંધો ઉઠાવ્યો છે. 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

અયોધ્યા, ચિત્રકૂટ સહિત ભગવાન રામ સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવેએ IRCTC દ્વારા રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી આ ટ્રેનમાં ભક્તોને ટ્રેનની અંદર જ ભોજન પીરસવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક લોકો સાધુઓના પોશાક પહેરેલા જોવા મળી રહ્યા છે, જેઓ ભોજન પીરસી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રામાયણ સર્કિટ ટ્રેનનો વીડિયો છે અને આ તમામ ટ્રેનના વેઈટર છે. જેઓ આ લુકમાં મુસાફરોને ભોજન અને પાણી પીરસી રહ્યા છે. આ વીડિયોમાં દેખાતા વેઈટર્સના ડ્રેસ પર સંતોએ સવાલ ઉઠાવ્યા છે. 

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રેલવે મંત્રીને લખ્યો પત્ર 13 ડિસેમ્બરે ટ્રેન રોકવાની ચેતવણી

ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહાસચિવ અવધેશ પુરીએ વાંધો વ્યક્ત કર્યો અને કહ્યું કે વેઈટરો સંતોના વેશમાં આવી ગયા છે, જે સાધુ સમાજનું અપમાન છે. ટૂંક સમયમાં તેનો પોશાક બદલવો જોઈએ નહીં તો સંત સમાજ 12મી ડિસેમ્બરે ઉપડતી ટ્રેનનો વિરોધ કરશે અને હજારો હિન્દુઓ સાથે ટ્રેનની સામે પ્રદર્શન કરશે. અવધેશ પુરીએ કહ્યું કે વીડિયો સામે આવ્યા બાદ મેં રેલવે મંત્રીને પત્ર લખ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">