ગુજરાત સરકારે પણ લોકોને દિવાળી ભેટ આપી, પેટ્રોલ -ડીઝલના વેટ પર ઘટાડો કર્યો

ગુજરાત સરકારે પણ લોકોને દિવાળી ભેટ આપી, પેટ્રોલ -ડીઝલના વેટ પર ઘટાડો કર્યો
Gujarat government also gave Diwali gifts to the people and reduced the VAT on petrol and diesel (File Photo)

ગુજરાત સરકારે પણ પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટાડી સમગ્ર રાજ્યમાં આજે મધ્યરાત્રીથી આ ભાવ ઘટાડા નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 04, 2021 | 1:23 AM

ગુજરાત(Gujarat) સરકારે પણ લોકોને દિવાળી(Diwali) ભેટ આપી છે. જેમાં  પેટ્રોલ -ડીઝલના વેટ(VAT) પર ઘટાડો કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)  ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે વધારાના 7 રૂપિયાના ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં  7 રૂપીયાના ઘટાડાની જાહેરાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર એકસાઈઝ ડયુટી ઘટાડી છે. જેના પગલે ગુજરાતમાં  પેટ્રોલના ભાવમાં લિટરે 12 રૂપિયા અને ડીઝલના ભાવમાં  લિટરે રૂપિયા 17  ની રાહત લોકોને મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લેવાની થતી એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાના કરેલા નિર્ણયને પગલે ગુજરાત સરકારે પણ પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટાડી સમગ્ર રાજ્યમાં આજે મધ્યરાત્રીથી આ ભાવ ઘટાડા નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

આ  પૂર્વે, મોદી સરકારે(Modi Government)લોકોને દિવાળી ભેટ(Diwali Gift)આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં(Excise Duty) ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના(Petrol Diesel) ભાવમાં ઘટાડો થશે. જેમાં સરકારે 04 નવેમ્બર લાગુ પડે એ રીતે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા એકસાઇઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

એક્સાઈઝ ડ્યુટી માં ઘટાડા અંગે સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલની સરખામણીમાં ડીઝલ પરના ટેક્સમાં બમણો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે. રવિ પાકની સિઝન શરૂ થઈ રહી છે. ખેતીના કામમાં વપરાતા સાધનો મુખ્યત્વે ડીઝલ પર ચાલે છે. આવી સ્થિતિમાં ડીઝલના દરમાં ઘટાડાથી ખેડૂતોને મોટી રાહત મળશે.

કેન્દ્રએ પણ રાજ્યોને વેટ ઘટાડવાની અપીલ કરી છે. રાજ્ય સરકારો વેટ એકત્રિત કરે છે. જો આમાં ઘટાડો થશે તો અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુરૂપ ઘટાડો જોવા મળશે.

કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે, જે સમગ્ર ભારતમાં એકસમાન છે. જ્યારે તેમના પર વસૂલવામાં આવતા વેટના દરો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ રાજસ્થાનમાં છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.

એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા અંગે નાણા મંત્રાલયે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત આસમાને પહોંચી ગઈ છે. જેના કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે. મહાનગરોમાં પણ પેટ્રોલ 110 રૂપિયાની સપાટી વટાવી ગયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે મોંઘવારી પણ વધી છે.

આ પણ વાંચો : દિવાળી પર્વ પર ફૂલોના ભાવમાં વધારો, ગુલાબનો ભાવ 250 રૂપિયા પહોંચ્યો

આ પણ વાંચો : વડોદરા કોર્પોરેશનના આરોગ્ય તંત્ર વિરુદ્ધ વિપક્ષ કોંગ્રેસે કામગીરીને લઇને સવાલ ઉઠાવ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati