AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election Result 2022: 12 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી જ લેશે શપથ, મંત્રીમંડળના શપથ માટે નક્કી કરાશે અન્ય દિવસ

ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના (Gandhinagar) હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. નવા મંત્રીમંડળને લઇને CM નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી જેમાં નવા અને જૂના ચહેરાઓની પસંદગી અંગે ચર્ચા કરાઇ હતી.

Gujarat Election Result 2022: 12 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી જ લેશે શપથ, મંત્રીમંડળના શપથ માટે નક્કી કરાશે અન્ય દિવસ
12 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી જ લેશે શપથ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 5:36 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક સુધી પહોચી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. જો કે મળતી માહિતી પ્રમાણે 12 ડિસેમ્બરે માત્ર મુખ્યપ્રધાન શપથ લેશે. મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે. 12 ડિસેમ્બરે 1 થી 3 વાગ્યા સુધી શપથવિધિ યોજાશે. સાંજે 4 વાગે CM ભુપેન્દ્ર પટેલ તથા સીઆર પાટીલ દિલ્હી જશે. દિલ્હી ખાતે પ્રધાનમંડળના નામને લઈ ચર્ચા થશે.

CM તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ

ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.

મંત્રીમંડળ અંગે બેઠકમાં કરાઇ ચર્ચા

નવા મંત્રીમંડળને લઇને CM નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં નવા અને જૂના ચહેરાઓની પસંદગી અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં સિનિયર નેતામાં હર્ષ સંઘવી, ગણપતસિંહ વસાવા, રમણ વોરા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરી સહિતના નામની ચર્ચા કરાઇ હતી. જ્યારે નવા ચહેરાઓમાં કૌશિક વેકરિયા, મહેશ કસવાલા,અલ્પેશ ઠાકોર, ભગા બારડ, ઉદય કાનગડના નામની ચર્ચા કરાઇ હતી. તો મહિલા ચહેરાઓમાં નિમિષા સુથાર, મનીષા વકીલ,સંગીતા પાટીલ,દર્શના દેશમુખ સહિતના નામની ચર્ચા કરાઇ હતી.

 શપથ સમારોહમાં મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા

તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયું છે. કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, CMના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Follow Us
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
g clip-path="url(#clip0_868_265)">