AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં જીએસટી સ્કેમના સૂત્રધાર નિલેશ પટેલનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરાશે, કોર્ટે મંજૂરી આપી

2017 થી અત્યારસુધીમાં નિલેશ નટુભાઈ પટેલ 763 કરોડના ખોટા બિલો મેળવીને 137 કરોડની ખોટી વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક અંગેનો 2.83 કરોડનો વેરો મળી કુલ 140.11 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

Gujarat માં જીએસટી સ્કેમના સૂત્રધાર નિલેશ પટેલનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરાશે, કોર્ટે મંજૂરી આપી
Gujarat GST Scam Accused Nilesh Patel (File Image)
Sachin Kolte
| Edited By: | Updated on: Feb 24, 2022 | 10:08 PM
Share

ગુજરાતમાં ભાવનગરની(Bhavnagar) માધવ કોપર લિમિટેડ  કંપનીના ચેરમેન નિલેશ પટેલની(Nilesh Patel)ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગુજરાત ATSએ બુધવારે તેમની ધરપકડ કરી હતી. જો કે તેની બાદ સ્ટેટ જીએસટી તેને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની માંગણી કરી હતી. જો કે કોર્ટે ગુરુવારે નિલેશ પટેલના સાત દિવસના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની મંજૂરી આપી છે. માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેન નિલેશ પટેલ 762 કરોડના GST કૌભાંડમાં(GST SCAM) ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ GST અધિકારીઓએ પીછો કરી તેમને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ભાવનગર માધવ કોપર લીમીટેડના ભાગેડુ ડિરેકટર નિલેશ નટુભાઈ પટેલ સામે ઇન્ડિયન પીનલ કોડ 174 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

763 કરોડના ખોટા બિલો મેળવીને 137 કરોડની ખોટી વેરાશાખ ઉભી કરી

જેમાં 140 કરોડની વેરાચોરી કરી હોવાની માહિતી મળતા સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 2017 થી અત્યારસુધીમાં નિલેશ નટુભાઈ પટેલ 763 કરોડના ખોટા બિલો મેળવીને 137 કરોડની ખોટી વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક અંગેનો 2.83 કરોડનો વેરો મળી કુલ 140.11 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

નાણાં બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરતાં હતાં

જીએસટી વિભાગની તપાસમાં સ્પષ્ટ થયું છે કે માધવ કોપર લિમિટેડ દ્વારા બોગસ પેઢીઓના નામે ખરીદી દર્શાવી આર.ટી.જી.એસ. થકી નાણાં બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરતાં હતાં.. જેના બદલામાં બોગસ પેઢીમાંથી નાણાં ચેનલાઈઝ કરીને અન્ય બોગસ પેઢીઓ થકી મેળવી લેતા હતા અને માધવ કોપર લિમિટેડના વ્યક્તિને પહોંચી જતા હતા.

નટુભાઈ પટેલનો રહેણાંક બંગલો અને ખેતીલાયક જમીન કામચલાઉ ટાંચમાં

માધવ કોપર લિમિટેડના ડિરેક્ટર નિલેશ નટુભાઈ પટેલ ફરાર હતા. તેમની કંપનીની તપાસ દરમિયાન કંપનીની ફેક્ટરીની જમીન જેની બજાર કિંમત અંદાજે 5 થી 7 કરોડની છે. આ સિવાય બેન્ક એકાઉન્ટ, 10 કરોડનો માલ સ્ટોક, સ્ટાફ કોલોનીના 2 પ્લોટની મિલકતો, પ્લાન્ટ અને મશીનરી તેમજ નિલેશ નટુભાઈ પટેલનો રહેણાંક બંગલો અને ખેતીલાયક જમીન કામચલાઉ ટાંચમાં લીધી છે.

અમદાવાદ મેટ્રો કોર્ટમાં એમની સામે ફરિયાદ કરવામાં આવી હતી

આ ઉપરાંત 3.10 કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવી છે.. માધવ કોપર લિમિટેડના ડીરેક્ટર નિલેશ નટુભાઈ પટેલને હાજર થવા માટે જીએસટી કાયદાની કલમ 70 મુજબ સમન્સ ઈશ્યુ કરી પરંતુ એ હાજર ન થતા એમની સામે કાર્યવાહીના ભાગરૂપે કલમ 174 મુજબ અમદાવાદ મેટ્રો કોર્ટમાં એમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના કેસો ઘટતા બે વર્ષ બાદ રાત્રિ કરફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ

આ પણ વાંચો : Narmada : નાંદોદના ઉમરવા થી ઉમરવા નવી વસાહત સુધી રોડનું કામ શરૂ,માર્ગ અને મકાન મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">