ગુજરાતમાં કોરોના કેસો ઘટતા બે વર્ષ બાદ રાત્રિ કરફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ
ગુજરાતમાં કોરોના કેસો ઘટતા બે વર્ષ બાદ રાત્રિ કરફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેમાં આજે રાજય સરકારે અમદાવાદ અને વડોદરા શહેરમાંથી 25 ફેબ્રુઆરીથી સંપૂર્ણ રીતે કરફ્યૂ ઉપાડી લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ગુજરાતમાં(Gujarat) કોરોના(Corona) કેસો ઘટતા બે વર્ષ બાદ રાત્રિ કરફ્યૂમાંથી(Night Curfew) સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેમાં આજે રાજય સરકારે અમદાવાદ અને વડોદરા શહેરમાંથી 25 ફેબ્રુઆરીથી સંપૂર્ણ રીતે કરફ્યૂ ઉપાડી લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.ગુજરાતમાં સિનેમા હોલ ,જાહેરસભા, ઓડિટોરિયમ વગેરેમાં ખુલ્લી જગ્યાઓમાં ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યામાં 50 ટકા વ્યક્તિ બેસી શકે કે એકત્ર થઈ શકે એવી છૂટ આપવામાં આવી છે.
કોરોના કેસ ઘટતા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ સાથે જ રાજ્યમાં અન્ય નિયંત્રણો પણ હળવા કરાયા છે. જેમાં ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75 ટકા લોકો સાથે યોજવાની છૂટ અપાઈ છે. બંધ સ્થળે ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરી દેવાયા છે.
આ પણ વાંચો : અમદાવાદ : આઝાદીના ઇતિહાસનો સાક્ષી દાંડી પૂલ આજે ગંદકીનો સાક્ષી બની રહ્યો છે
આ પણ વાંચો : Ahmedabad: એટીએમ તોડ્યા વગર જ લાખો રૂપિયાની ઉઠાંતરી કરતી ભેજાબાજ ટોળકી પકડાઈ, જાણો કઈ રીતે કરતા હતા ચોરી
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
