જાણો કોરોના અપડેટ સાથે ગુજરાતના મહત્વના સમાચારો, માત્ર એક જ કિલકમાં

જાણો કોરોના અપડેટ સાથે ગુજરાતના મહત્વના સમાચારો, માત્ર એક જ કિલકમાં
Gujarat News Update

ગુજરાતમાં 2 ડિસેમ્બરના કોરોના અપડેટ સાથે વાંચો રાજ્યના મહત્વના સમાચારો

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 02, 2021 | 9:55 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોના(Corona) વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ૨ ડિસેમ્બરના રોજ કોરોના વાયરસના નવા 50 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યાં છે અને રાજકોટમાં(Rajkot)  એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 15 કેસ નોંધાયા.જ્યારે વડોદરામાં 10, સુરતમાં 7, રાજકોટમાં 5 કેસ નોંધાયા. આ ઉપરાંત કચ્છ અને ભાવનગરમાં 3-3 કેસ,આણંદ, ગાંધીનગર, ગીર-સોમનાથ, વલસાડ, જામનગર, નવસારી અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે. બીજી તરફ પાછલા 24 કલાકમાં 24 દર્દીઓ સાજા થયા છે.

અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે.જેના પગલે રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં 318 એક્ટિવ કેસ છે જેમાંથી 9 દર્દી વેન્ટીલેટર પર છે.રાજ્યમાં એક જ દિવસમાં 4.21 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્યના અન્ય મહત્વના સમાચારો પર નજર કરીએ તો 

1. જામનગરમાં ઓમીક્રોન વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, સેમ્પલ પુણે લેબમાં મોકલાયા 

ગુજરાતના(Gujarat)જામનગરમાં(Jamnagar) ઓમીક્રોન(Omicron) વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેના સેમ્પલ પુણે લેબમાં(Puna)તપાસ માટે મોકલવામાં આવ્યા છે.જામનગરમાં આજે આફ્રિકાથી(Africa) આવેલ એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.

2. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા વિપક્ષના નેતા : સૂત્ર

ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસના(Congress) પ્રમુખ પદને લઇને ટીવીનાઇન પાસે મોટી માહિતી આવી છે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં સુકાનીપદનો સળવળાટ ફરી શરૂ થયો છે. જેમાં પ્રદેશ પ્રમુખ(President) અને વિપક્ષના નેતાના(LOP) નામની પસંદગી કરવામાં આવી છે. જો કે આ અંગે હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

3.  વાઇબ્રન્ટ માટે વિદેશ ગયેલા બે ડેલિગેશન પરત ફરતા એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે, કવોરન્ટાઇન થવું પડશે

ગુજરાત સરકારના પણ બે પ્રતિનિધિ મંડળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના રોડ શોને લઈને વિદેશ પ્રવાસે છે. જેમાં સચિવ સોનલ મિશ્રાની અધ્યક્ષતામાં એક ડેલીગેશન UKમાં અને સચિવ જે.પી. ગુપ્તાની અધ્યક્ષતામાં એક ડેલીગેશન USમાં છે.આ તમામ અધિકારીઓના ચેક ઈન વખતે RTPCR ટેસ્ટ થશે. તેમજ એરપોર્ટ ખાતે પણ થશે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ થશે. આ તમામ અધિકારીઓને 10 દિવસ માટે ફરજિયાત પણે કવોરન્ટાઇન રહેવું પડશે.

4. SURAT : કમોસમી વરસાદે પોંકની લિજ્જત બગાડી, પોંકની ભઠ્ઠીઓ હાલ પુરતી બંધ કરી દેવાઇ

SURAT : સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે સુરત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal rains) વરસી રહ્યો છે. આ વરસાદના કારણે સુરતની ઓળખ એવી (Ponk)પોંકની ભઠ્ઠીઓ હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. વરસાદના કારણે પોંકની ભઠ્ઠી બંધ થઈ ગઈ છે જે ઉઘાડ થતાં ફરીથી શરૂ કરી દેવામાં આવશે. આ વરસાદના કારણે ખેડુતોને ભારે નુકસાન થશે.

5. ઓમીક્રોનને લઈને સતર્કતા, અમદાવાદ એરપોર્ટ 12 દેશોના પ્રવાસીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરાઇ

અમદાવાર એરપોર્ટ પર પણ કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેમાં નવી ગાઈડલાઈન પ્રમાણે વિદેશથી આવતા પ્રવાસીઓએ એર સુવિધા ઓનલાઈન પોર્ટલ ઉપર પાછલા 14 દિવસના પ્રવાસની વિગતો અંગે સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે. તેમના પાસપોર્ટની નકલ, કોવિડનો RT-PCR ટેસ્ટનો લેટેસ્ટ કોવિડ નેગેટીવ રિપોર્ટ બતાવવાનો રહેશે.

6. Unseasonal Rains : રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ, ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ, 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati