જામનગરમાં ઓમીક્રોન વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, સેમ્પલ પુણે લેબમાં મોકલાયા

ગુજરાતના જામનગરમાં ઓમીક્રોન વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેના સેમ્પલ પુણે લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 11:41 PM

ગુજરાતના(Gujarat)  જામનગરમાં(Jamnagar)  ઓમીક્રોન(Omicron) વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેના સેમ્પલ પુણે લેબમાં (Puna ) તપાસ માટે મોકલવામાં આવ્યા છે.જામનગરમાં આજે આફ્રિકાથી(Africa)  આવેલ  એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.

આ દરમ્યાન ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે જામનગરમાં આવેલા શંકાસ્પદ ઓમિક્રોન વાયરસના કેસના લીધે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ જામનગરમાં પણ છેલ્લા અનેક દિવસોમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેના પગલે કોવિડ ગાઈડ લાઇનનું કડકાઇ પાલન કરવા માટે તંત્ર સજાગ બન્યું છે.

ભારતમાં ઓમિક્રોન વાયરસના 2 દર્દી હોવાનો ખુલાસો થયો છે. જેના પગલે કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલી ગાઈડલાઈનનો રાજ્યો હવે ચુસ્તપણે પાલન કરશે. ગુજરાત સરકારના પણ બે પ્રતિનિધિ મંડળ વાઇબ્રન્ટને લઈને વિદેશ પ્રવાસે છે. જેમાં સચિવ સોનલ મિશ્રાની અધ્યક્ષતામાં એક ડેલીગેશન UKમાં અને સચિવ જે.પી. ગુપ્તાની અધ્યક્ષતામાં એક ડેલીગેશન USમાં છે.

આ તમામ અધિકારીઓના ચેક ઈન વખતે  RTPCR ટેસ્ટ થશે. તેમજ ગુજરાતમાં એરપોર્ટ ખાતે પણ થશે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ  થશે. આ તમામ અધિકારીઓને 10 દિવસ  કવોરન્ટાઇન રહેવું પડશે.

જયારે ગુજરાતના બે ડિસેમ્બરના રોજ કોરોના વાયરસના નવા 50 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્યતંત્ર ફરી હરકતમાં આવ્યું છે.

આ પણ  વાંચો: વલસાડમાં ઓમિક્રોન સંક્રમિત દેશોમાંથી 12 લોકો આવ્યા, તમામને ક્વોરન્ટાઈન કરાયા

આ પણ  વાંચો:  Surat: સુરતમાં શ્રીનગર જેવી ઠંડી, સતત બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">