વાઇબ્રન્ટ માટે વિદેશ ગયેલા બે ડેલિગેશન પરત ફરતા એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે, કવોરન્ટાઇન થવું પડશે
ગુજરાતના તમામ અધિકારીઓના ચેક ઈન વખતે RTPCR ટેસ્ટ થશે. તેમજ એરપોર્ટ ખાતે પણ થશે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ થશે. આ તમામ અધિકારીઓને 10 દિવસ કવોરન્ટાઇન રહેવું પડશે.
ગુજરાતમાં(Gujarat) વધી રહેલા કોરોનાના(Corona) કેસ અને ઓમીક્રોન(Omicron) વેરીએન્ટની દહેશતના પગલે સરકારે તકેદારીના તમામ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં 12 દેશો ઉપરાંત વિદેશથી આવતા તમામ લોકોના એરપોર્ટ ( Airport) પર આરટીપીઆર ટેસ્ટ (RTPCR) અને કવોરન્ટાઇન કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે.તેમજ ભારતમાં મળી આવેલા ઓમીક્રોન વેરીએન્ટના બે કેસ બાદ રાજ્ય સરકારો વધુ સતર્ક બની છે.
જેના પગલે કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલી ગાઈડલાઈનનું રાજ્યો હવે ચુસ્તપણે પાલન કરશે. તેથી હાલ ગુજરાત સરકારના પણ બે પ્રતિનિધિ મંડળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના રોડ શોને લઈને વિદેશ પ્રવાસે છે. જેમાં સચિવ સોનલ મિશ્રાની અધ્યક્ષતામાં એક ડેલીગેશન UKમાં અને સચિવ જે.પી. ગુપ્તાની અધ્યક્ષતામાં એક ડેલીગેશન USમાં છે.
આ તમામ અધિકારીઓના ચેક ઈન વખતે RTPCR ટેસ્ટ થશે. તેમજ એરપોર્ટ ખાતે પણ થશે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ થશે. આ તમામ અધિકારીઓને 10 દિવસ માટે ફરજિયાત પણે કવોરન્ટાઇન રહેવું પડશે.
આ દરમ્યાન ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે જામનગરમાં આવેલા શંકાસ્પદ ઓમિક્રોન વાયરસના કેસના લીધે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ જામનગરમાં પણ છેલ્લા અનેક દિવસોમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેના પગલે કોવિડ ગાઈડ લાઇનનું કડકાઇ પાલન કરવા માટે તંત્ર સજાગ બન્યું છે.
આ પણ વાંચો : જામનગરમાં ઓમીક્રોન વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, સેમ્પલ પુણે લેબમાં મોકલાયા
આ પણ વાંચો : Kutch Ranotsavની શરૂઆત, વિદેશી પ્રવાસીઓ ન આવ્યા, દેશી પ્રવાસીઓનો ધસારો