ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો, નવા 9177 કેસ નોંધાયા
ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 15 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં(Gujarat) સતત બે દિવસથી કોરોનાના(Corona) કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 15 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે..જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે.તો એક જ દિવસમાં 5,404 લોકો કોરોના મુક્ત થયા છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં(Ahmedabad) 2,621 કેસ તો સુરતમાં 2,215 કોરોનાના નવા દર્દી મળ્યા. વડોદરા પણ 1,211 પોઝિટિવ કેસ સામે આવ્યા.રાજકોટમાં 438 કેસ નોંધાયા.રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો, સુરત ગ્રામ્યમાં 282, ભાવનગમાં 250, ગાંધીનગરમાં 218, વલસાડમાં 201, નવસારીમાં 175, રાજકોટ ગ્રામ્યમાં 149, મહેસાણામાં 135 કેસ નોંધાય.તો જામનગરમાં 121, ગાંધીનગર ગ્રામ્યમાં 102, કચ્છ-વડોદરા ગ્રામ્યમાં 87-87, બનાસકાંઠામાં 81 અને આણંદમાં 78 કેસ મળ્યા.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 59,564 એક્ટિવ દર્દી છે.જે પૈકી 60 વેન્ટિલેટર પર છે. 59,504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10,151 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.તો અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો.અમદાવાદ શહેરમાં ૨૬૨૧ કોરોનાના નવા કેસ નોંધાયા..જ્યારે ૨૪૮૧ દર્દીઓ ઠીક થયા..જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 45 નવા કેસ સામે આવ્યા.
તો અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો.અમદાવાદ શહેરમાં ૨૬૨૧ કોરોનાના નવા કેસ નોંધાયા..જ્યારે ૨૪૮૧ દર્દીઓ ઠીક થયા..જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 45 નવા કેસ સામે આવ્યા.
સુરત શહેર અને જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સુરત શહેરમાં ૨૨૧૫ નવા કેસ સામે આવ્યા. જ્યારે ૧૨૧૦ દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થયા. સુરત જિલ્લામાં 282 નવા કેસ સામે આવ્યા.બીજી તરફ રાજકોટમાં પણ કોરોનાના કેસ વધ્યા.રાજકોટ શહેર અને જિલ્લામાં 587 નવા દર્દીઓ મળ્યા.રાજકોટના એક વૃદ્ધાશ્રમમાં કોરોના વિસ્ફોટ થયો છે..જેમાં વડીલો અને સ્ટાફના મેમ્બરો સહિત 13 લોકો કોરોનાથી સંક્રમિત થયા.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સરકાર કોરોનાની તમામ પરિસ્થિતીઓ સામે લડત આપવા કરાયેલી તૈયારીની માહિતી આપી હતી.જેમાં તેમણે દવાઓ, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની સુવિધા તથા રસીકરણ અંગેની માહિતી આપી હતી..તેમણે કહ્યું, રાજ્યમાં 50 હજાર જેટલા એક્ટિવ કેસ હોવા છતા હોસ્પિટલાઇઝેશન દર 2.50 ટકા અને ઓક્સિજનની જરૂરિયાતનો દર 0.39 જેટલો છે
ટેસ્ટિંગની વાત કરીએ તો રાજ્યમાં 138 ટેસ્ટીંગ લેબ કાર્યરત કરીને ટેસ્ટીંગ ફેસીલીટીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે..આવનારા સમયમાં 40 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ લેબ કાર્યરત બનશે. આઇસોલેશનમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરાકર દ્વારા 600 જેટલા સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે..
આ પણ વાંચો : SURAT: સિટી બસે રાહદારીને અડફેટે લીધો, ઉશ્કેરાયેલાં ટોળાએ બસને આગ ચાંપી દીધી