શું કોરોનાની ત્રીજી લહેરમાં લોકડાઉન રહેશે અસરકારક ? WHOના વૈજ્ઞાનિકે આપ્યુ આ નિવેદન

27 ડિસેમ્બરથી સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. હાલ સરેરાશ મૃત્યુદરમાં પણ ઉતરોતર વધારો થતા હાલ લોકોની ચિંતા વધી છે.

શું કોરોનાની ત્રીજી લહેરમાં લોકડાઉન રહેશે અસરકારક ? WHOના વૈજ્ઞાનિકે આપ્યુ આ નિવેદન
Lockdown (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 3:39 PM

Corona Update : ભારતમાં કોરોનાએ(Corona Case) ફરી એકવાર માથુ ઉંચક્યુ છે સાથે નવા વેરિઅન્ટ ઓમિક્રોનના(Omicron Variant) કેસ પણ દરરોજ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત જેવા મોટા રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે નિયંત્રણો વધારવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં 27 ડિસેમ્બરથી કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે.

દેશમાં ત્રીજી લહેરના ભણકારા

શરૂઆતમાં સરેરાશ મૃત્યુદર નિયંત્રણમાં હતો, પરંતુ 4 જાન્યુઆરીથી કેરળ સિવાય બાકીના રાજ્યોમાં મૃત્યુદરમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરના જોખમને પગલે લોકડાઉનના (Lockdown) વિકલ્પને વધારે મહત્વ આપવામાં આવી રહ્યુ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધારે કોરોનાની દહેશત જોવા મળી રહી છે, જેને પગલે હાલ બંને હાલ દિલ્હીમાં વીકેન્ડ કર્ફયુ પણ લાદવામાં આવ્યુ છે.જો કે WHOના એક વૈજ્ઞાનિકે લોકડાઉનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

સરકાર કોરોનાની ત્રીજી લહેરને પગલે સતર્ક

ત્રીજા લહેરમાં ઓછા મૃત્યુની સંભાવના હોવા છતાં સરકાર સાવચેતી રાખવાની સલાહ આપી રહી છે. આ એટલા માટે છે કારણ કે હોસ્પિટલમાં દાખલ થવાથી લોકો પર આર્થિક દબાણ વધી શકે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) મુજબ, વસ્તીના 60% લોકો સૌથી મોંઘી હૉસ્પિટલમાં દાખલ થવાના 30% બિલ ઉધાર અથવા સંપત્તિ વેચીને ચૂકવે છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

લોકડાઉન ન લગાવવું જોઈએ: સૌમ્યા સ્વામીનાથન

આ મુદ્દે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે લોકડાઉન એ ઉકેલ નથી. તેમના મતે, હવે વિશ્વમાં કોરોના સંક્રમણ અને તેના વિવિધ વેરિઅન્ટ વિશે લોકોને સમજણ છે. વૈજ્ઞાનિકો જાણે છે કે આ રોગનો સામનો કેવી રીતે કરવો. આ ઉપરાંત લોકો પણ જાગૃત થયા છે. જેને પગલે લોકડાઉન ન લગાવવું જોઈએ.

કોરોનાનો કહેર યથાવત

દેશમાં કોરોના સંક્રમણના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 2,68,833 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ સક્રિય કેસની સંખ્યા વધીને 14,17,820 થઈ ગઈ છે. દેશમાં હાલમાં ડેલી પોઝિટિવિટી રેટ વધીને 16.66 ટકા થઈ ગયો છે.કોરોનાની સાથે સાથે દેશમાં ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. હવે ઓમિક્રોનના કેસની સંખ્યા 6,000ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના કુલ 6,041 કેસ આવી ચૂક્યા છે.

આ પણ વાંચો : Tamilnadu: મદુરાઈમાં Jallikattu સ્પર્ધાનો આજે બીજો દિવસ, કોવિડ રોગચાળા વચ્ચે મોટી સંખ્યામાં એકઠા થયા લોકો

g clip-path="url(#clip0_868_265)">