AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT: સિટી બસે રાહદારીને અડફેટે લીધો, ઉશ્કેરાયેલાં ટોળાએ બસને આગ ચાંપી દીધી

શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. જેમાં એક રાહદારી બીઆરટીએસ રૂટ પર રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન એક સિટી બસની અડફેટે આવતા આ રાહદારી ઈજાગ્રસ્ત થયો હતો અને બેભાન થઈ ગયો હતો.

SURAT: સિટી બસે રાહદારીને અડફેટે લીધો, ઉશ્કેરાયેલાં ટોળાએ બસને આગ ચાંપી દીધી
SURAT: City bus hits man, agitated mobs set the bus on fire
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:50 PM
Share

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગર માં બીઆરટીએસ રૂટ પર રોડ ક્રોસ કરતી વખતે એક રાહદારીને અકસ્માત થતા લોકોના ટોળા (mob) એ સિટી બસ (City Bus) ને સળગાવી દેતાં પોલીસ (Police) દોડતી થઇ ગઇ હતી. શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. જેમાં એક રાહદારી બીઆરટીએસ રૂટ પર રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન એક બસની અડફેટે આવતા આ રાહદારી ઈજાગ્રસ્ત થયો હતો. અને બેભાન થઈ ગયો હતો.

જેને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે અકસ્માતથી ઉશ્કેરાયેલા લોકટોળાએ અકસ્માત સર્જનાર સિટી બસને સળગાવી (Fire) દીધી હતી. આગનો કોલ મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જો કે ફાયર વિભાગ (Fire Department) કાબૂમાં કરે તે પહેલા સંપૂર્ણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર અને કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. સરથાણા પોલીસ ના સ્ટાફના જણાવ્યા પ્રમાણે બસ ને આગ ચાંપવાનું કામ પ્રિ પ્લાન રીતે કરાયું હોય તેવું જાણવા મળ્યું છે. કારણ કે બસને આગ લગાવનાર શખ્સો પેટ્રોલની બોટલ સાથે લઈને આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જોકે પોલીસે આ ઘટનામાં છ વ્યક્તિઓની ઓળખ કરી છે. જેમાંથી ત્રણ વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ SURAT: ગુનેગારોને મોકળું મેદાનઃ પ્રેમિકાના ઈશારે બનેવી પર કુહાડી લઈને હુમલો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ પણ વાંચોઃ Ahmedabad: જાહેર માર્ગ પર કાર શીખનારા સાવધાન, કાર શીખી રહેલી આ મહિલાએ અનેકને લીધા હડફેટે, જુઓ VIDEO

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">