Breaking News: કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ અમરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, આવતીકાલે ભાજપમાં જોડાશે
જે અંબરીશ ડેર ભાજપ સામે વિકાસમાં અન્યાયની ફરિયાદ સાથે મોરચો માંડતા હતા, તે અંબરીશ ડેર હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામિં આપી દીધુ છે અને આવતીકાલે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

કહેવાય છે કે રાજનીતિમાં કોઇ ક્યારે દોસ્ત કે દુશ્મન નથી હોતું. જે અંબરીશ ડેર ભાજપ સામે વિકાસમાં અન્યાયની ફરિયાદ સાથે મોરચો માંડતા હતા, તે અંબરીશ ડેર હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામિં આપી દીધુ છે અને આવતીકાલે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને યુવા કોંગ્રેસી નેતા અંબરીશ ડેરે રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષનો કાંટાળો તાજ છોડીને ડેરે હવે ભાજપનો ભગવો ધારણ કરવાનું પાક્કુ મન બનાવી દીધુ છે. અગાઉ અનેકવાર તેઓના પક્ષ પલટાની વાતો વહેતી થઇ ચૂકી હતી, જોકે આ વખતે સત્તાવાર રીતે અમરીશ ડેરે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની અને આવતીકાલે ભાજપમાં જોડાવાની વાત પાક્કી કરી છે.
અંબરીશ ડેર પર પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો આરોપ
બીજી તરફ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અંબરીશ ડેર પર પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો આરોપ કોંગ્રેસ લગાવ્યો છે. કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠકમાં ડેરને સસ્પેન્ડ કરાયા છે. અંબરીશ ડેરને સસ્પેન્ડ કરવા મુદ્દે શક્તિસિંહ ગોહીલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે અંબરીશ ડેરને શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અંબરીશ ડેરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ કે, ખૂબી અને ખામી દરેક જગ્યાએ રહેવાની જ છે. મે મારા 5 વર્ષ ગુજરાતની જનતના પ્રશ્નો ઉઠાવવાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યુ છે. બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઇ શકે. જો કે હંમેશા જનતાનું હિત સૌથી પહેલા હોવું જોઇએ.
Ambarish Der quits #Congress hours after suspension, will Join BJP on Tuesday#BJP #TV9Gujarati #TV9News pic.twitter.com/NoOKyVXecI
— Tv9 Gujarati (@tv9gujarati) March 4, 2024
મહત્વનું છે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલે આજે સવારે પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેરના પરિવારની અમદવાદના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. આ શુભેચ્છા મુલાકાત સમયે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, વડોદરાના પુર્વ મેયર ભરતભાઈ ડાંગર, નિતીનભાઈ ભાટીયા, રઘુભાઈ હુંબલ સહિતના આહીર સમાજના આગેવાનો અને તેમજ તેમના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.