AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાબા બાગેશ્વર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા, મનીષ દોશીએ બાબાને પૂછ્યા 10 સવાલ, તો હેમાંગ રાવલે ટ્વીટ કરીને આપ્યુ સમર્થન

એક તરફ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ બાબાને સણસણતા 10 સવાલ પૂછ્યા છે. તો બીજી તરફ હેમાંગ રાવલે ટ્વીટ કરીને બાબા બાગેશ્વરને સમર્થન આપ્યુ છે.

Breaking News : બાબા બાગેશ્વર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા, મનીષ દોશીએ બાબાને પૂછ્યા 10 સવાલ, તો હેમાંગ રાવલે ટ્વીટ કરીને આપ્યુ સમર્થન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 4:16 PM
Share

બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) 26 મેથી 2 જૂન સુધી ગુજરાતમાં રહેવાના છે અને દિવ્ય દરબાર યોજવાના છે. ત્યારે બાબા બાગેશ્વર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં (Congress) ફૂટ પડી હોવાનું સામે આવ્યુ છે. એક તરફ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ બાબાને સણસણતા 10 સવાલ પૂછ્યા છે. તો બીજી તરફ થોડા મહિના પહેલા જ કોંગ્રેસ પ્રવક્તા  હેમાંગ રાવલે ટ્વીટ કરીને બાબા બાગેશ્વરને સમર્થન આપ્યુ હોવાનું સામે આવ્યુ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પ્રથમવાર કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બાબા બાગેશ્વરને સણસણતા 10 સવાલ પૂછ્યા છે. જે નીચે મુજબ છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સવાલ

  1. ગુજરાતમાં કથળી રહેલી શિક્ષણની સ્થિતિ ક્યારે સુધરશે ?
  2. ગુજરાતમાં કોના આશીર્વાદથી કરોડોનો દારૂ ઠલવાય છે ?
  3. કરોડોનું ડ્રગ્સ રેકેટ કોની રહેમરાહથી ગુજરાતમાં આવે છે ?
  4. યોજનાઓમાં ભ્રષ્ટાચાર દ્વારા પ્રજાના પૈસાનું પાણી કોણ કરે છે ?
  5. ઓવરબ્રિજમાં કરોડોના ભ્રષ્ટાચારીઓને કોણ છાવરી રહ્યું છે ?
  6. રાજ્યભરની પ્રદુષિત નદીઓનું કેવી રીતે શુદ્ધિકરણ થઇ શકે ?
  7. સત્તામાં આંધળી બનેલી સરકારને સદ્દબુદ્ધિ ક્યારે આવશે ?
  8. ગુજરાતના યુવાઓનું થતું આર્થિક શોષણ ક્યારે બંધ થશે ?
  9. ગોચરના ભ્રષ્ટાચારી કોણ, ગાય માતાને ગોચર ક્યારે મળશે ?
  10. ગુજરાતની મહિલાઓને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ મળશે ?

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં મનીષ દોશીએ ભાજપ પર પ્રહાક કરતા કહ્યુ હતુ કે ચૂંટણી આવે ત્યારે ભાજપ બાબાને આગળ કરે છે. મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા બાબાનો ઉપયોગ કરવામાં આવે છે. 2014 અને 2019માં પણ કેટલાંક બાબાઓ મેદાનમાં પડ્યા હતા. 2024ની ચૂંટણી આવી એટલે વધુ એક નવા બાબા આવ્યા છે. તેમણે કહ્યુ કે દેશ અને ગુજરાતની પ્રજા આવા બાબાઓના ચક્કરમાં નહીં આવે. ચૂંટણી આવે એટલે ભાજપ ધર્મના નામે મતની રાજનીતિ કરે છે.

જો કે બીજી તરફ કોંગ્રેસના જ અન્ય નેતા બાબાના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે  જાન્યુઆરી મહિનામાં ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપતુ ટ્વીટ કર્યુ હતુ. તેમણે ટ્વીટ કર્યુ કે  બાબાએ 300થી વધુ પરિવારોની હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવી છે. નાસ્તિકોની મેલી મુરાદને બાબાએ બર આવવા દીધી નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">