Gujarati video : દાહોદમાં ગેરકાયદે દબાણો હટાવતા વેપારીઓને ધંધા રોજગારને નુકસાન, કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ

દાહોદમાં (Dahod) દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં અનેક દુકાનો પણ તૂટતા વેપારીઓની રોજગારી છીનવાઇ છે. વેપારીઓની નારાજગી જોતા કોંગ્રેસે પણ પાલિકાની કામગીરી સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 9:44 AM

દાહોદ (Dahod) સ્માર્ટ સિટી અંતર્ગત છેલ્લા એક અઠવાડીયાથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી થઇ રહી છે. શહેરના સ્ટેશન રોડ, ગોધરા રોડ, ભરપોડા સર્કલ, મંડાવ રોડ, ભગીની સમાજ સર્કલ, દેસાઈ વાડ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા છે. જેના પગલે અનેક વેપારીઓને ધંધા રોજગાર ગુમાવાનની વારી આવી છે, ત્યારે આ વેપારીઓના સમર્થનમાં કોંગ્રેસે પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો-Rajkot: મર્સિડીઝ કાર હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવરની ધરપકડ, એક યુવકનું થયું હતું મોત

દાહોદમાં દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં અનેક દુકાનો પણ તૂટતા વેપારીઓની રોજગારી છીનવાઇ છે. વેપારીઓની નારાજગી જોતા કોંગ્રેસે પણ પાલિકાની કામગીરી સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જે દુકાનો તોડી પડાઈ છે તે ખુદ પાલિકા દ્વારા બાંધકામ કરી વેપારીઓને વેચાણ અને ભાડા પેટે આપવામાં આવી છે. આ સાથે પાલિકા આ દુકાનોનો ટેક્સ પણ છેલ્લા કેટલાય વર્ષોથી ઉઘરાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">