Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ પણ હિન્દુ કાર્ડ ખેલશે, ભાજપના ” જય શ્રીરામ “ના નારા સામે કોંગ્રેસ “હે રામ “નો નારો બુલંદ કરશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના(Congress) ઉપ પ્રમુખ બિમલ શાહે જણાવ્યું કે ભાજપાએ પાર્ટીની હિન્દુત્વની ઇમેજ ઉભી કરીને લોકોના મનમાં સ્થાન જમાવ્યું છે.. એવામાં કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે  ભાજપ ભલે વાત હિન્દુઓની કરતી  હોય પરંતુ ખરેખરની સાચી પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટી લોકોની વચ્ચે લઇ જશે

Gujarat Assembly Election 2022  : કોંગ્રેસ પણ હિન્દુ કાર્ડ ખેલશે, ભાજપના  જય શ્રીરામ ના નારા સામે કોંગ્રેસ  હે રામ નો નારો બુલંદ કરશે
Gujarat Congress MeetingImage Credit source: File Image
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: May 28, 2022 | 9:55 PM

ગુજરાતના વિધાનસભા ચૂંટણીઓને(Gujarat Assembly Election 2022 ) લઇને રાજકીય પક્ષો દ્વારા વધુ બેઠકો મેળવવા માટે અલગ અલગ રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. તેવા સમયે ગુજરાત કોંગ્રેસે(Congress)  પણ આ વિધાનસભા ચુંટણીમાં ભાજપની વોટબેંકને પોતાની તરફ વાળવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ પણ હિન્દુ કાર્ડ(Hindu Card)  ખેલશે અને ભાજપના “જય શ્રીરામ”ના નારા સામે કોંગ્રેસ “હે રામ”નો નારો બુલંદ કરશે. આ અંગે કોંગ્રેસની  નવ સંકલ્પ શહેરી ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા મુજબ શહેરી વિસ્તારમાં 2017, 2012 અને 2007 ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી કમજોર થતી જોવા મળી. એવામાં જો કોંગ્રેસને પોતાની સીટો વધારવી હોય અને સત્તા માં આવવું હોય તો શહેરી વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એટલે જ કોંગ્રેસે આ વખતે સૂત્ર નક્કી કર્યું છે.

હવે 2022 માં કોંગ્રેસ પાર્ટીનો નારો હશે “હે રામ”

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ બિમલ શાહે જણાવ્યું કે ભાજપ પાર્ટીએ હિન્દુત્વની ઇમેજ ઉભી કરીને લોકોના મનમાં સ્થાન જમાવ્યું છે.. એવામાં કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે  ભાજપ ભલે વાત હિન્દુઓની કરતી  હોય પરંતુ ખરેખરની સાચી પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટી લોકોની વચ્ચે લઇ જશે.હાલમાં જ વટામણ ચોકડી ખાતે ભરતસિંહ સોલંકીએ આપેલા નિવેદન બાદ ભાજપએ મુદ્દો ઉઠાવ્યો..એવામાં ભાજપના હિન્દુત્વના નારા સામે હવે 2022 માં કોંગ્રેસ પાર્ટીનો નારો હશે “હે રામ”.

મહાનગરોની સીટો પર પોતાની પકડ ગુમાવી ચુકેલી પાર્ટી હવે શહેરોમાં A,B અને C કેટેગરી આપીને સીટો પર કઈ રીતે મહેનત કરવી એ નક્કી કરશે. વાત લોકોના મનને સ્પર્શવાની છે ત્યારે લોકોને અસર કરતા મુદ્દાઓ જેમ કે મોંઘવારી, બેરોજગારી અને પેપર ફૂટવાની ઘટનાઓ લોકો સમક્ષ મુકશે કે ખરેખરી હકીકત શું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આઠ મહાનગર પાલિકાની 43 બેઠકમાંથી માત્ર 6 બેઠક કોંગ્રેસ પાસે

ગુજરાતમાં  હાલમાં કોંગ્રેસ દ્વારા સંગઠનની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જેના સંગઠનની રચના બાદ આંદોલનની ભૂમિકા ત્યારબાદ ચૂંટણીની તૈયારી થશે. જેમાં રાહુલ ગાંધીએ વિવિધ સમાજો સાથે કેવી રીતે ડાયલોગ કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.. શહેરી વિસ્તારના લોકોની માનસને સમજવું જરૂરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">