Gujarat Cabinet Formation LIVE: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનુ 25 સભ્યોનું પ્રધાનમંડળ, 10 કેબિનેટ કક્ષા, 14 રાજ્યકક્ષાના પ્રધાનનો સમાવેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 3:04 PM

Gujarat New Cabinet Ministers Oath Taking LIVE: ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ 'નો રિપિટ થિયરી' અપનાવી છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નથી આવ્યા. 16મી સપ્ટેમ્બરે સાંજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી સૌ પ્રથમ કેબિનેટની બેઠકમાં શપથ લેનારા સૌ પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરી દેવાશે.

Gujarat Cabinet Formation LIVE: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનુ 25 સભ્યોનું પ્રધાનમંડળ, 10 કેબિનેટ કક્ષા, 14 રાજ્યકક્ષાના પ્રધાનનો સમાવેશ
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોનો શપથગ્રહણ સમારોહ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. રાજ્યકક્ષાના 14 પૈકી પાંચ પ્રધાનોને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તેમના સહિત કુલ 25 પ્રધાનોનો સમાવેશ થયો છે.

આજે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા પ્રધાનમંડળની પહેલી બેઠક યોજાશે. આ બેઠકમાં શપથ લેનારા સૌ પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.

રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહીત  ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષાતમાં નવા મંત્રીમંડળની રચના અંગે ભાજપના મોવડી મંડળે બે દિવસ સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. જેમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રિય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી.

ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નથી આવ્યા. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

 આજે કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે શપથ લેનારાઓમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર  ત્રિવદી, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, કનુભાઈ દેસાઈ, પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણે કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.

ત્યાર બાદ સુરતના મજૂરા મતવિસ્તારના યુવા ધારાસભ્ય હર્ષ સંધવી, અમદાવાદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જગદીશ પંચાલ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોળ, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્ર પરમાર, રાધવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે  શપથ લીધા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના  પ્રધાનમંડળના  સભ્યોની યાદી

કેબિનેટ કક્ષા- 1.રાજેન્દ્ર ત્રિવેદી 2.જીતુ વાઘાણી 3.ઋષિકેશ પટેલ 4.પૂ્ર્ણેશ મોદી 5.રાઘવજી પટેલ 6.કનુભાઈ દેસાઈ 7.કિરીટસિંહ રાણાં 8.નરેશ પટેલ 9.પ્રદીપ પરમાર 10.અર્જુનસિંહ ચૌહાણ

રાજ્ય કક્ષા 11.હર્ષ સંઘવી 12.જગદીશ પંચાલ 13.બ્રિજેશ મેરજા 14.જીતુ ચૌધરી 15.મનીષા વકીલ 16.મુકેશ પટેલ 17.નિમિષા સુથાર 18.અરવિંદ રૈયાણી 19.કુબેર ડીંડોર 20.કીર્તિસિંહ વાઘેલા 21.ગજેન્દ્રસિંહ પરમાર 22.રાઘવ મકવાણા 23.વિનોદ મોરડીયા 24.દેવાભાઈ માલમ

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Sep 2021 01:54 PM (IST)

    મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કિર્તીસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં, રાજ્યકક્ષાના પ્રધાન તરીકે, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કિર્તીસિંહ વાઘેલાને રાજ્યપાલ દેવવ્રતે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

  • 16 Sep 2021 01:47 PM (IST)

    હર્ષ સંધવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલે લીધા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં, રાજેન્દ્ર ત્રિવદી, જીતુ વાધાણી, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણ બાદ, હર્ષ સંધવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

  • 16 Sep 2021 01:42 PM (IST)

    કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણે લીધા પ્રધાનપદના શપથ

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણને રાજ્યપાલ દેવવ્રતે પદ અને ગોપનીયાતના શપથ લેવડાવ્યા હતા.

  • 16 Sep 2021 01:35 PM (IST)

    રાજેન્દ્ર ત્રિવદી, જીતુ વાધાણી, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ અને પૂર્ણેશ મોદી કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ

    રાજયપાલ દેવવ્રત આયાર્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં રાજેન્દ્ર ત્રિવદી, જીતુ વાધાણી, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ અને પૂર્ણેશ મોદીને કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે હોદ્દા અને ગોપનીયતાના શપથ  લેવડાવ્યા હતા.

  • 16 Sep 2021 01:31 PM (IST)

    નવા પ્રધાનોને આજે જ ફાળવી દેવાશે ખાતા

    ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ બાદ, આજે સાંજે પ્રધાનમંડળની બેઠક યોજાશે. જેમાં શપથ લેનારા સૌ પ્રધાનોને આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં વિભાગોની ફાળવણી કરી દેવાશે. આ અંગે સીએમંઓ ગુજરાત તરફથી ટવીટ પણ કરાયુ છે કે, પ્રદાનમંડળની બેઠક આજે સાંજે 4.30 કલાકે યોજાશે.

  • 16 Sep 2021 01:23 PM (IST)

    પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહીતના નેતાઓ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત

    શપથવિધિ સમારોહમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, પ્રદેશના આગેવાનો, પૂર્વ પ્રધાનો, કાર્યકર્તાઓ રાજભવન ખાતે ઉપસ્થિત રહ્યાં છે.

  • 16 Sep 2021 01:14 PM (IST)

    ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ હશે નીમાબહેન આચાર્ય

    નીમા આચાર્યને, ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. પોતાને જે જવાબદારી સોપી છે તે અંગે ભાજપના નેતૃત્વનો નીમાબહેને આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે, કાર્યકારી અધ્યક્ષ તરીકે મહિલાની પસંદગી કરવા અંગે મોટી જવાબદારી સોપી હોવાનું જણાવ્યુ હતું.

  • 16 Sep 2021 01:02 PM (IST)

    ગજેન્દ્રસિંહ પરમારે કહ્યુ, પ્રધાન બનાવતા હવે જવાબદારી વધી ગઈ

    પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનો ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો છે. ગજેન્દ્રસિંહે પ્રધાનમંડળમાં સમાવવામા માટે કેન્દ્રીય મોવડી મંડળનો આભાર માનતા કહ્યુ કે, જે જવાબદારી સોપાઈ છે તે પૂરી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાન બનાવતા જવાબદારી વધી ગઈ હોવાનું જણાવ્યુ હતું.

  • 16 Sep 2021 12:58 PM (IST)

    અમદાવાદ-વડોદરા સહિત મધ્ય ગુજરાતમાંથી કોણ હશે પ્રધાન ?

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં, મધ્ય ગુજરાતમાંથી કુલ છ પ્રધાનોને સમાવવામાં આવશે. જેમાં બે પ્રધાનો અમદાવાદ શહેરમાંથી તો એક એક પ્રધાન પંચમહાલ, વડોદરા, મહિસાગર અને ખેડા જિલ્લામાંથી સમાવવામાં આવશે. મધ્ય ગુજરાતમાંથી 2 ઓબીસી, 2 એસટી અને 2 એસસી જ્ઞાતિમાંથી સમાવવામાં આવશે.

    મધ્ય ગુજરાતમાંથી કોણ કોણ હશે પ્રધાન ? (1) જગદીશ પંચાલ ( નિકોલ- અમદાવાદ ) ઓબીસી (2) નિમિષા સુથાર ( મોરવા હડફ- પંચમહાલ ) ST (3) પ્રદિપ પરમાર ( અસારવા- અમદાવાદ) એસ.સી (4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી ) (5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST (6) મનીષા વકીલ : SC

  • 16 Sep 2021 12:49 PM (IST)

    જાણો, સૌરાષ્ટ્રમાંથી કોણ હશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ?

    ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર મહત્વનો પ્રદેશ છે.  રાજકીય રીતે સૌરાષ્ટ્રના મહત્વને ધ્યાને લઈને ભાજપે, સૌરાષ્ટ્રમાંથી સાત પ્રધાનોને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લાને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવો પ્રયાસ હાથ ધર્યો છે. સૌરાષ્ટ્રમાંથી ચાર પ્રધાન પટેલ જ્ઞાતિમાંથી લેવામાં આવી રહ્યાં છે. તો એક કોળી પટેલ અને એક ક્ષત્રિયને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવશે.

    સૌરાષ્ટ્રમાંથી કોણ હશે પ્રધાન ?

    (1)અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ (2)રાઘવજી પટેલ ( પટેલ )જામનગર (3)બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી (4)દેવા માલમ ( કેશોદ) કોળી (5)કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય (6)આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી ) (7)જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

  • 16 Sep 2021 12:38 PM (IST)

    જાણો, દક્ષિણ ગુજરાતમાંથી કયા છ પ્રધાનો હશે ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ?

    દક્ષિણ ગુજરાતમાંથી છ પ્રધાનોને, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવશે. જેમાં બે પ્રધાન સવર્ણ, બે પ્રધાન અનુસુચિત જનજાતિના, એક પ્રધાન ઓબીસી અને એક પ્રધાન જૈન જ્ઞાતિમાંથી સમાવાય તેવી સંભાવના છે. જાણો દક્ષિણ ગુજરાતમાંથી કોણ કોણ હશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં  ?

    દક્ષિણ ગુજરાતમાંથી કોણ ? (1) નરેશ પટેલ, ગણદેવી (st ) (2) કનુ દેસાઈ, પારડી ( બ્રાહ્મણ ) (3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST (4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન (5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ (6) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ

  • 16 Sep 2021 12:33 PM (IST)

    ઉતર ગુજરાતમાંથી ત્રણ પ્રધાનો હશે, જાણો કોણ છે એ ત્રણ પ્રધાન ?

    ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ઉતર ગુજરાતમાંથી ત્રણ પ્રધાનોને સમાવવામાં એવી સંભાવના છે. જેમાં બે પ્રધાનો ઓબીસી અને એક પ્રધાન સવર્ણજ્ઞાતિમાંથી હશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, વિસનગરના ઋષિકેશ પટેલ, પ્રાંતિજના ગજેન્દ્ર પરમાર અને કાંકરેજના કીર્તિસિંહ વાધેલાનો સમાવેશ ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં કરાશે.

    (1) ઋષીકેશ પટેલ ( વિસનગર -પટેલ ) (2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ - ઓબીસી ) (3) કીર્તિસિંહ વાઘેલા ( કાંકરેજ- ક્ષત્રિય)

  • 16 Sep 2021 12:30 PM (IST)

    જ્ઞાતિ જાતિના સમિકરણોને ધ્યાને રાખીને રચાશે નવુ પ્રધાનમંડળ

    ગુજરાતમાં આજે અસ્તિત્વમાં આવનારા ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં સવર્ણ, ઓબીસી, અનુસુચિત જનજાતિ, અનુસુચિત જાતિ અને જૈન જ્ઞાતિને પ્રધાન્ય આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેના મંત્રીમંડળમાં આઠ પટેલને સ્થાન આપવામાં આવી રહ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 2 ક્ષત્રિય, 6 ઓબીસી, 2 અનુસુચિત જાતિ અને 3 અનુસુચિત જનજાતિના તેમજ એક પ્રધાન જૈન જ્ઞાતિમાંથી સમાવવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે.

    પટેલ - 8 ક્ષત્રિય -2 ઓબીસી -6 SC 2 ST -3 જૈન -1

  • 16 Sep 2021 12:25 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં 22 પ્રધાનો શપથ લેશે, જુઓ કોણ કોણ હશે પ્રધાનમંડળમાં

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કુલ 22 પ્રધાનો હોવાની સંભાવના છે. આ પ્રધાન મંડળમાં જ્ઞાતિ, જાતિના સમિકરણોની સાથેસાથે પ્રદેશના ઝોનવાઈઝ પણ બેલેન્સ રાખવાનો પ્રયાસ કર્યો છે. એક નજર કરીએ નવા પ્રધાનમંડળના સંભવિત પ્રધાનોની યાદી ઉપર

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના  પ્રધાનમંડળના સંભવિત સભ્યોની યાદી

    ઉત્તર ગુજરાત (1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ ) (2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી ) (3) કીર્તિસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય

    દક્ષિણ ગુજરાત (1) નરેશ પટેલ, ગણદેવી (st ) (2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ ) (3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST (4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન (5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ (6) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ

    સૌરાષ્ટ્ર

    અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ રાઘવજી પટેલ ( પટેલ )જામનગર બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી દેવા માલમ ( કેશોદ) કોળી કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી ) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

    મધ્ય ગુજરાત (1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી (2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST (3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી (4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી ) (5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST (6) મનીષા વકીલ : SC

Published On - Sep 16,2021 12:19 PM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">