Gujarat Budget 2022 : પાણી પુરવઠા વિભાગ માટે રૂ. 5451 કરોડની જોગવાઇ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે ચાર જુદી જુદી જગ્યાએ 27 કરોડ લીટર (270 એમ.એલ.ડી.) ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાના કામો માટે રૂ. 400 કરોડની જોગવાઇ છે.

Gujarat Budget 2022 :  પાણી પુરવઠા વિભાગ માટે રૂ. 5451 કરોડની જોગવાઇ
Gujarat Budget 2022: For water supply department Rs. 5451 crore provision
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 3:41 PM

Gujarat Budget 2022 :  ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સલામત અને પર્યાપ્ત પીવાનું પાણી આપવા રાજ્યવ્યાપી પાણી પુરવઠા (Water supply)ગ્રીડનું નિર્માણ કરવામાં આવેલ છે, જેનાથી 238 શહેરો અને 14 હજારથી વધુ ગામોને જોડવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમલમાં મૂકેલ નલ સે જલ યોજના (NAL SE JAL YOJANA) દ્વારા 93 ટકાથી વધુ ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ મેળવેલ છે. આવનારા સમયમાં બાકી રહેલા ઘરોને પીવાનું પાણી પહોંચાડી 100 ટકાની સિદ્ધિ મેળવવા સરકાર કૃતસંકલ્પ છે. શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને ગટરનાં પાણીને શુદ્ધ કરી તેને પુન: ઉપયોગમાં લઇ, પર્યાવરણની જાળવણી અને પાણીના સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ કરવાની દિશામાં સરકાર અગ્રેસર છે.

જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ યોજના દ્વારા દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કેન્દ્ર સરકારના રૂ. 2500 કરોડ અને રાજ્ય સરકારના રૂ. 3040 કરોડ સહિત કુલ રૂ. 5540 કરોડનું આયોજન છે.આદિજાતિ વિસ્તારના 6627 ગામ-ફળીયાને પીવાના પાણીની સુવિધા આપવા પ્રગતિ હેઠળની રૂ. 6653 કરોડની જુથ પાણી પુરવઠા યોજના હેઠળના 123 કામો માટે રૂ. 709 કરોડની જોગવાઇ છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવા નાવડા-બોટાદ-ગઢડા ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટર બલ્ક પાઇપલાઇનના અંદાજિત રૂ. 1020 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. જે માટે રૂ. 310 કરોડની જોગવાઇ છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

ભાવનગર, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓને પાણી પૂરું પાડવા ઢાંકીથી નાવડા સુધીની 97 કિલોમીટર 500 એમ.એલ.ડી ક્ષમતાની નવી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. જેની અંદાજિત કિંમત રૂ. 1044 કરોડ છે. જેનાથી આ યોજનામાં સમાવિષ્ટ જિલ્લાઓ માટે 50 કરોડ લીટર પાણીનો વધારાનો જથ્થો ઉપલબ્ધ થશે. આ કામ માટે રુ 500 કરોડની જોગવાઇ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે ચાર જુદી જુદી જગ્યાએ 27 કરોડ લીટર (270 એમ.એલ.ડી.) ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાના કામો માટે રૂ. 400 કરોડની જોગવાઇ છે. રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત શહેરી વિસ્તારોનાં સુએઝ વોટરને ટ્રીટ કરી તેના પુન:ઉપયોગ માટે રૂ. 100 કરોડની જોગવાઇ છે.

આ પણ વાંચો : ડ્રગ્સ મામલે વિધાનસભા ગૃહમાં હોબાળો, વિપક્ષના નેતાઓ વેલમાં ધસી આવ્યા, ગૃહ મુલતવી રાખવું પડ્યું

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા, વિધાનસભામાં સરકારનો જવાબ

g clip-path="url(#clip0_868_265)">