Gujarat Budget 2022 : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 7737 કરોડની જોગવાઇ

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. 8 હજાર 300 કરોડ જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.

Gujarat Budget 2022 : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 7737 કરોડની જોગવાઇ
Gujarat Budget 2022: For Agriculture, Farmer Welfare and Co-operation 7737 crore provision
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 3:06 PM

Gujarat Budget 2022 : વડાપ્રધાને કૃષિ ક્ષેત્રે (Agriculture)નવતર પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોની (Farmers) આવકમાં વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાયરૂપ થવાની વાત હોય, અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ-રાત અવિરતપણે કાર્યરત છે.

ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ. 6 હજાર સહાય આપવાની યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત, આજ સુધી ગુજરાતનાં આશરે 61 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં રૂ. 10 હજાર કરોડ પ્રાપ્ત થયેલ છે.

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. 8 હજાર 300 કરોડ જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ રૂ. 2310 કરોડ

કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા રૂ. 260 કરોડની જોગવાઇ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રૂ. 231 કરોડની જોગવાઇ, સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે રૂ. 213 કરોડની જોગવાઇ, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે રૂ. 142 કરોડની જોગવાઇ, પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. 100 કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા રૂ. 100 કરોડની જોગવાઇ છે.

ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂ. 81 કરોડ, ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે રૂ. 54 કરોડ, ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. 35 કરોડ, ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. 32 કરોડ,  વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે રૂ.20 કરોડની જોગવાઇ, ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ રૂ. 17 કરોડ,  કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા રૂ. 15 કરોડની જોગવાઇ, રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા રૂ. 10 કરોડની જોગવાઇ.

બાગાયત

બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. 369 કરોડ, કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે રૂ. 10 કરોડની જોગવાઇ, મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા રૂ. ૧૦ કરોડની જોગવાઇ, કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ રૂ. 7 કરોડની જોગવાઇ તથા અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે રૂ. 7 કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે.

કૃષિ યુનિવર્સિટીઓ

કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા રૂ. 757 કરોડની જોગવાઇ છે.

આ પણ વાંચો : ડ્રગ્સ મામલે વિધાનસભા ગૃહમાં હોબાળો, વિપક્ષના નેતાઓ વેલમાં ધસી આવ્યા, ગૃહ મુલતવી રાખવું પડ્યું

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા, વિધાનસભામાં સરકારનો જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">