ડ્રગ્સ મામલે વિધાનસભા ગૃહમાં હોબાળો, વિપક્ષના નેતાઓ વેલમાં ધસી આવ્યા, ગૃહ મુલતવી રાખવું પડ્યું
ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરવામાં આવતો હોવાના મુદ્દે ગૃહપ્રધાન વિધાનસભા ગૃહમાં વિગતો જણાવી રહ્યાં હતા, તે સમયે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને ભારે સુત્રોચ્ચાર કર્યો હતો
આજે વિધાનસભા (Assembly) માં નાણામંત્રી બજેટ રજૂ કરવાના હતા તે પહેલાં ડ્રગ્સ (Drugs) મામલે વિપક્ષ (Opposition) ના નેતાઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં ડ્રગ્સ કેસ બાબતના સવલના જવાબમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતાએ સુત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા અને ‘ડ્રગ્સ-ચંદનની હેરાફેરી ભાજપ તેરી કહાની’ તેવાં સુત્રો વારંવાર ઉચ્ચારતાં ગૃહને મુલતવી (adjourned) રાખવું પડ્યું હતું.
વિધાનસભામાં રજૂ થયેલા પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરવામાં આવતો હતો જે ગુજરાત પોલીસે ક્રેક કર્યો છે. જે બદલ ગુજરાત પોલીસને અભિનંદન આપવા જોઈએ. આ ડીલરો ક્રિપ્ટો કરન્સીથી ડ્રગ્સનું ખરીદ વેચાણ કરતા હતા જેથી તેમના વ્યવહારો બહાર આવતા નહોતા પોલીસે આવા 75 ડ્રગ ડિલરોની વિગતો મેળવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરવામાં આવતો હોવાના મુદ્દે ગૃહપ્રધાન વિધાનસભા ગૃહમાં વિગતો જણાવી રહ્યાં હતા, તે સમયે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. અદાણી બંદર ડ્રગ્સ અંદર ના હોર્ડીંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેના કારણે ગૃહમંત્રીએ અધ્યક્ષને રજુઆત કરી હતી. અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોને બેસી જવા જણાવવા છતા તેમણે ડ્રગ્સ ચંદનની હેરાફેરી ભાજપ તેરી કહાની જેવા સુત્રોચ્ચાર ચાલુ રાખતાં ગૃહને મુલતવી રાખવું પડ્યું હતું.
ધારાસભ્ય પુંજા વંશે પ્રશ્નોત્તરી મામલે ઉઠાવ્યો પોઇન્ટ ઓફ ઓર્ડર
ગૃહ ફરી શરૂ થતાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલે સરકાર જવાબ કેમ નથી આપતી તેનો વાંધો આગળ કરી પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. જોકે વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે આ પોઇન્ટ ઓફ ઓર્ડર નથી, બીજી નોટિસ આપશે તો જવાબ મળશે. અધ્યક્ષે પોઇન્ટ ઓફ ઓર્ડરનો ઇનકાર કરવા છતાં વિપક્ષે વારંવાર તેની માગણી કરી હતી જેના કારણે બજેટ રજૂ કરવામાં વિલંબ થયો હતો.
છેલ્લા 2 વર્ષમાં ACBના છટકામાં 99 પોલીસકર્મી પકડાયા, પણ સજા કોઈને નહીં
વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરાયા પૂર્વે નિયમ મુજબ પ્રશ્નોતરીની કામગીરી હાથ ધરાઈ હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા 2 વર્ષમાં ACBના છટકામાં 99 પોલીસકર્મી પકડાયા, પણ સજા એકપણને નહી. 99 પોલીસકર્મીઓ પર લાંચ લેવાનો ગુનો દાખલ કરાયો છે. ACBના ગુના સંદર્ભે 12.18 લાખ રૂ. કબજે કર્યા છે. આ ગુનાઓમાં કોઈપણ પોલીસકર્મીને સજા ન થયાનો સરકારનો સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાત વિધાનસભામાં લોક રક્ષક દળ પેપર લીકનો મામલો ગુંજ્યો, ગૃહમંત્રીએ આપ્યો જવાબ