AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2021-22 : ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (GIFT) સિટી માટે 100 કરોડની જોગવાઇ, રોજગારીનો તકો વધશે

Gujarat Budget 2021-22 : ગુજરાતમાં નાણાં મંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષમાં 2021- 22 નું બજેટ રજૂ કર્યું હતું.  જેમાં તેમણે ગુજરાતમાં વૈશ્વિક કક્ષાનું નાણાકીય કેન્દ્ર GIFT સિટીમાં દેશનું સૌ પ્રથમ ઈન્ટરનૅશનલ ફાયનાન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.

Gujarat Budget 2021-22 : ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (GIFT) સિટી માટે 100 કરોડની જોગવાઇ, રોજગારીનો તકો વધશે
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 03, 2021 | 3:58 PM
Share

Gujarat Budget 2021-22 : ગુજરાતમાં નાણાં મંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષમાં 2021- 22 નું બજેટ રજૂ કર્યું હતું.  જેમાં તેમણે ગુજરાતમાં વૈશ્વિક કક્ષાનું નાણાકીય કેન્દ્ર GIFT સિટીમાં દેશનું સૌ પ્રથમ ઈન્ટરનૅશનલ ફાયનાન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. આ કેન્દ્રમાં રોજના ૨૧ લાખ કરોડથી વધારે રકમના આંતરરાષ્ટ્રીય સોદાઓનું ટ્રેડીંગ થાય છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની બેન્કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ, ફાયનાન્સ કંપનીઓ જેવી ૨૨૦થી વધારે કંપનીઓ કાર્યરત થઈ છે. જેના માધ્યમથી અંદાજીત ૧૨૦૦૦ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળેલ છે. ન્યૂ ડેવલોપમેન્ટ બેન્કના પ્રથમ ક્ષેત્રિય કાર્યાલયની સ્થાપના પણ ગિફ્ટ સિટીમાં કરવામાં આવેલ છે. ભારતના પ્રથમ બુલિયન પોટ એક્સચેન્જ ગિફ્ટ સિટી ખાતે કાર્યરત કરી સોના અને ચાંદીના સંગ્રહ માટે બુલિયન સંગ્રહ સુવિઘાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ગિફ્ટ સિટી આઇ.એફ.એસ.સી. માં કાર્યરત સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ વર્ષ માટે આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ગિફ્ટ સિટીમાં મોટા પ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ કરારો અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઉભી થશે. ગ્લોબલ ઓફશોર આકર્ષવા માટે નિયમોને હળવા કરવામાં આવ્યા છે જેનાથી ગિફ્ટ આઈ.એફ.એસ.સી. ખાતે આંતરરાષ્ટ્રીય ફંડોની સ્થાપનાની શરૂઆત થયેલ છે. જેમાં ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની  ગિફ્ટ સિટી કંપનીમાં  100 કરોડની રોકાણની  જોગવાઇ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">