ગુજરાત ATS નું 13થી વધુ જિલ્લામાં ઓપરેશન,100થી વધુ સ્થળે ATS અને GST વિભાગ ચલાવી રહ્યા છે સંયુક્ત ઓપરેશન, પોલિટિકલ ફંડિગ અંગે પણ થશે તપાસ

ગુજરાત ATSનું 12 જિલ્લામાં ઓપરેશન ચાલી રહ્યું છે જે અંતર્ગત 100થી વધુ સ્થળે ATS અને GST વિભાગ ચલાવી રહ્યા છે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ATS ની મદદ થી GST એ આપેલા 90 જેટલા લોકો સામે ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ અને આર્થિક નુકશાન પહોચાડતા લોકો સામે ઓપરેશન ચલાવાઈ રહ્યું છે

ગુજરાત ATS નું 13થી વધુ જિલ્લામાં ઓપરેશન,100થી વધુ સ્થળે ATS અને GST વિભાગ ચલાવી રહ્યા છે સંયુક્ત ઓપરેશન, પોલિટિકલ ફંડિગ અંગે પણ થશે તપાસ
Gujarat ATS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 3:08 PM

ગુજરાત ATSનું 12 જિલ્લામાં ઓપરેશન ચાલી રહ્યું છે જે અંતર્ગત 100થી વધુ સ્થળે ATS અને GST વિભાગ ચલાવી રહ્યા છે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ATS ની મદદ થી GST એ આપેલા 90 જેટલા લોકો સામે ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ અને આર્થિક નુકશાન પહોચાડતા લોકો સામે ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.  આ ઘટનામાં ATS એ મોટાભાગના લોકોની અટકાયત કરી લીધી છે. તો વડોદરામાં GST અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં  GST બિલિંગ કૌભાંડ મામલે 10 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે આ  તપાસમાં પોલિટીકલ ફંડને લઇને પણ તપાસ થશે.   વડોદરામાં રહમતનગરમાંથી આસિફ છીપા નામના રિક્ષા ચાલકની અટકાયત કરવામાં આવી છે.

રાજ્યમાં અનેક સ્થળે ATS અને GST એ પાડ્યા દરોડા

આ મુદ્દે 72થી વધુ વેપારીઓની અટકાયત કરવામાં આવી  છે. અમદાવાદ અને રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની પણ  મદદ લેવાઇ છે. આ ઘટનામાં 1000 કરોડથી વધુનું કૌભાંડ હોવાની GSTના અધિકારીઓને શંકા છે અને  બોગસ કંપનીઓ બનાવી ટેક્સ ઇનપુટ મેળવીને કૌભાંડ આચર્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ  છે.  રાજ્યના  અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર, જામનગર સહિત 13 જિલ્લામાં 100થી વધુ સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગુજરાત ATS દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ

ગુજરાત ATS દ્વારા  મોટી કામગીરી કરતા જુહાપુરામાંથી    MD ડ્રગ્સ સાથે બે આરોપીની  ધરપકડ કરી છે  એટીએસ દ્વારા  જુહાપુરામાંથી શહેજાદ અને મોહમદ નોફીલની ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં ભુજથી આવેલા શખ્સ પાસેથી  ડ્રગ્સ પકડાયું હતું. કુલ 2.80 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતુ

ગુજરાત ATSએ ડ્રગ્સ નેટવર્કમાં  ગત રોજ દિલ્હીથી અફઘાનિસ્તાન નાગરિકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 8 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે જખૌ બંદરથી પાકિસ્તાન બોટમાંથી 350 કરોડના 50 કિલો હેરોઇન ઝડપીને 6 પાકિસ્તાન નાગરિકની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ નેટવર્કનો રિસિવર હોવાનું ખૂલ્યુ છે. ગુજરાત ATSએ દિલ્હીમાં મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે.  8 કિલો હેરોઈન સાથે એક અફઘાનિસ્તાનના નાગરિકની નવી દિલ્હી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ હેરોઈનની કિંમત અંદાજે 40 કરોડ રૂપિયા છે. અમન નામના અફઘાનિસ્તાની નાગરિકેે ઓક્ટોબર મહિનામાં 50 કિલો હેરોઈન પાકિસ્તાનથી મગાવ્યુ હતુ. જે તે  સમયે ગુજરાત ATSએ છ પાકિસ્તાની સાથે દરિયામાંથી બોટ પકડી 50 કિલો હેરોઇન કબ્જે કર્યું હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">