Video : આજથી ગુજરાત વિધાનસભાના ત્રિદિવસિય ચોમાસું સત્રનો પ્રારંભ, કાળા જાદુ સામે ગૃહમાં રજૂ થશે બિલ, જાણો આ બિલમાં શું છે ખાસ

|

Aug 21, 2024 | 12:17 PM

આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરુ થવાનું છે.સત્રમાં કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરીનો કામકાજનો સમાવેશ ન કરવામાં આવતા વિપક્ષ વિરોધ કર્યો છે. વિધાનસભા સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

Video : આજથી ગુજરાત વિધાનસભાના ત્રિદિવસિય ચોમાસું સત્રનો પ્રારંભ, કાળા જાદુ સામે ગૃહમાં રજૂ થશે બિલ, જાણો આ બિલમાં શું છે ખાસ

Follow us on

આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરુ થવાનું છે.સત્રમાં કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરીનો કામકાજનો સમાવેશ ન કરવામાં આવતા વિપક્ષ વિરોધ કર્યો છે. વિધાનસભા સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. જેમાં ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબતનું બીલ ગૃહવિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જેને ગુહ મંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે.

બિલ લાવવાનું મુખ્ય કારણ

સમાજમાં અજ્ઞાનના કારણે ફૂલતા-કાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથાની સામે સામાન્ય લોકોને રક્ષણ આપવા માટે આ બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે.સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને સ્વસ્થ અને સુરક્ષિત સામાજિક પર્યાવરણનું નિર્માણ કરવા અને લેભાગુઓ દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ કરવા અને તેમ કરીને સમાજના મૂળ સામાજિક માળખાનો વિચ્છેદ કરવાના દ્રષ્ટ ઉદ્દેશથી, કાળા જાદુ તરીકે સામાન્ય રીતે જાણીતી થયેલી કહેવાતી અલૌકિક અથવા જાદુઇ શકિત અથવા પ્રેતાત્માના નામે પ્રચાર કરવામાં આવતા માનવ બલિદાન અને બીજી અમાનુષી (અમાનવીય), અનિષ્ટ, દુષ્ટ અને અઘોરી પ્રથાનો પ્રતિકાર કરવા અને તેનું નિર્મૂલન કરવા માટે અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટે આ બિલ રજૂ કરવામાં આવશે.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

બિલના મહત્વપુર્ણ મુદ્દા પર એક નજર

1. આ અધિનિયમ ગુજરાત માનવ બલિદાન અને બીજી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેમજ નિર્મૂલન કરવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે.આ બિલ આખા ગુજરાતને લાગુ પડશે.

2. રાજ્ય સરકાર દ્વારા રાજપત્રમાં જાહેરનામાથી નકકી કરે તેવી તારીખે અમલમાં આવશે.

3. “માનવ બલિદાન અને બીજી અમાનુષી (અમાનવીય) અનિષ્ટ અને આધોરી પ્રથા અને કાળા જાદુ” એટલે આ અધિનિયમ સાથે જોડેલી અનુસૂચિમાં જાણાવેલા અથવા વર્ણવેલા કૃત્યો પૈકીનું કોઇ કૃત્ય કોઇ વ્યક્તિએ પોતે કરવું અથવા બીજી કોઈ વ્યક્તિ મારફત અથવા કોઈ બીજી વ્યક્તિને ઉશકેરી ને કરાવવા સામે કાયદો લાગુ પડશે.

4. “પ્રચાર કરવો” એટલે માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ સંબંધી અથવા તે વિશે જાહેરખબર, સાહિત્ય લેખ અથવા પુસ્તક બહાર પાડવું અથવા તેનું પ્રકાશન કરવું અને તેમાં માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુના સંબંધમાં કોઈ પ્રકારની પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભાગીદારી અથવા સભ્યોનો સમાવેશ આ કાયદા લાગુ પડશે.

5. જાદુઈ ઉપચાર (વાંધાજનક જાહેરખબર) સામે પણ આ કાયદો લાગુ પડશે.

6. કોઇપણ વ્યક્તિ પોતે અથવા બીજી કોઇ વ્યક્તિ મારફત કાળા જાદુ સહિત મુદ્દાનો પ્રચાર કરી શકશે નહિ. કાળા જાદુનો કોઈ પણ વ્યવસાય નહીં કરી શકે.

7. અધિનિયમની જોગવાઇઓ હેઠળ દોષિત વ્યક્તિને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકશે. આ સાથે જ પાંચ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવશે.

 

Published On - 11:43 am, Wed, 21 August 24

Next Article