આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા નહિવત્, 20 ઓક્ટોબર બાદ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સંભાવના

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Tanvi Soni

Updated on: Oct 14, 2022 | 11:57 AM

આજે સાંજે દિલ્હીમાં ચૂંટણી કમિશનની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. ત્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. ગુજરાતની ચૂંટણીની (Gujarat election) તારીખો જાહેર થવાની શક્યતા નહીંવત છે.

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા નહિવત્, 20 ઓક્ટોબર બાદ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સંભાવના
ગુજરાતની ચૂંટણીની જાહેરાત આજે નહીં થાય
Image Credit source: TV9 GFX

આજે સાંજે દિલ્હીમાં ચૂંટણી કમિશનની (Election Commission) પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. જો કે તેમાં આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ જાહેર થવાની શક્યતા નહિવત્ છે.આજે માત્ર હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત વહેલી થાય છે. જેથી આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. જો કે ચૂંટણી કમિશનની આજની હિમાચલ પ્રદેશની તારીખોની જાહેરાતના પગલે  ગુજરાતની મતગણતરીની તારીખનો અંદાજ આવી શકે છે.

આજે સાંજે 3 વાગ્યો દિલ્હીમાં ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. અત્યાર સુધીમાં બે વાર ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનની ટીમ ગુજરાત પ્રવાસે આવી ચુકી છે. એવુ માનવામાં આવતુ હોય છે કે જ્યારે પણ ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશન ચૂંટણી પહેલા રાજ્યની મુલાકાત લે છે. ત્યારે રાજ્યનો ચૂંટણીને લઇને તૈયારીઓનો ચાર્ટ, લો એન્ડ ઓર્ડર સહિતના પાસાની ચકાસણી થઇ જતી હોય છે. જે પછી તેમના દિલ્હી પરત ફર્યાના 10-15 દિવસમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે.

આજે ચૂંટણી કમિશન હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની જાહેરાત કરશે. ગત વખતે 10 ઓક્ટોબરના રોજ હિમાચલની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત વહેલી થાય છે. ત્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો પરથી ગુજરાતની મતદાનની તારીખનો અંદાજ આવી શકે છે. ગુજરાતની ચૂંટણીની જાહેરાત 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના છે.

સપ્ટેમ્બર માસમાં ચૂંટણીપંચે લીધી હતી ગુજરાતની મુલાકાત

કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું તે દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે (Ahmedabad) બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી અને મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.

ગુજરાતમાં નોંધાયા છે 4.90 કરોડ મતદાતા

ગુજરાતમાં આગામી વિધાનસભાની (Gujarat vidhan sabha Election) ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ (Election Commission of India ) દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.

મહત્વનું છે કે 2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati