AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે

Gujarat Assembly Election 2022 :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah)  11 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, તેમજ તેની બાદ અમરેલી જિલ્લાની 7 સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે.

Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે
Union Home Minister Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 8:17 PM
Share

Gujarat Assembly Election 2022 :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)  11 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેવો સૌરાષ્ટ્રના બે જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે.  કેન્દ્રીય ગૃહપ્રધાન  અમિત શાહ ગીરસોમનાથ(Gir Somnath)   અને અમરેલી(Amreli)  જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તેવો સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, તેમજ તેની બાદ અમરેલી જિલ્લાની 7 સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. તેવો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા ની સહકારી સંસ્થાના સભ્યો સાથે ચર્ચા કરશે. અમરેલીમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઇને તેમના પ્રવાસ રૂટ ઉપર સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે

આ અંગે થોડા દિવસ પહેલા આયોજિત પત્રકાર પરિષદમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી ખાતે અમરેલીની સહકારી મંડળીની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. જેમાં દબદબાભેર ગૃહમંત્રીને આવકારવામાં આવશે. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે અમિત શાહના આગમનથી અમરેલીના સહકાર વિભાગનો વિકાસ વેગીલો બનશે.  અમરેલી જિલ્લા સહકાર સંસ્થાઓ દ્વારા સહકારથી સમૃઘ્ધિ નિયમ નીચે તમામ લોકોને રોજગારી મળે તેવા અનેક પ્રયાસો કરે છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે વધુ પ્રયાસો ટીમ સહકાર કરે છે. આમ અમરેલી જિલ્લામાં  કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ  (Amit Shah) આવી રહ્યા હોવાથી જિલ્લા ભાજપ, જિલ્લા સહકાર ટીમ, વિવિધ સહકારી મંડળી, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રીનાં સ્વાગત, આયોજન માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે.

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વધ્યા છે વરિષ્ઠ નેતાઓના પ્રવાસ

ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે અવાર નવાર પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદી અમદાવાદીઓને આપશે મેટ્રોની ભેટ

અમદાવાદમાં  શહેરીજનોને નવરાત્રિના પહેલા દિવસે મેટ્રો ટ્રેનની ગિફટ વડાપ્રધાન મોદી આપશે. વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટની મેટ્રો ટ્રેન તૈયાર થઇ ગઇ છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે.

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">