Gir somnath: દરિયાકાંઠેથી મળી આવેલા શંકાસ્પદ પેકેટો ચરસના હોવાનો ઘટસ્ફોટ

સોમનાથ મરીન પોલીસે (Marine Police) 301 કિલો 195 ગ્રામ ચરસના જથ્થો સીઝ કર્યો છે.  કુલ 4 કરોડ 51 લાખની કિંમતનું ચરસ જપ્ત કરાયું છે. હાલ સોમનાથ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો દરિયામાં ચરસ ફેંકી ગયા હોવાનું અનુમાન છે.

Gir somnath: દરિયાકાંઠેથી મળી આવેલા શંકાસ્પદ પેકેટો ચરસના હોવાનો ઘટસ્ફોટ
Girsomnath: Suspicious packets found on shore revealed to be charas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 9:42 PM

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ (Somnath) નજીક સમુદ્ર કાંઠેથી મળી આવેલા શંકાસ્પદ પદાર્થને લઈ મોટો ખુલાસો થયો છે. FSL પરીક્ષણમાં શંકાસ્પદ પેકેટમાં ચરસ (Charas) હોવાનું સામે આવ્યું છે. જેને લઈ સોમનાથ મરીન પોલીસે (Marine Police) 301 કિલો 195 ગ્રામ ચરસના જથ્થો સીઝ કર્યો છે.  કુલ 4 કરોડ 51 લાખની કિંમતનું ચરસ જપ્ત કરાયું છે. હાલ સોમનાથ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો દરિયામાં ચરસ ફેંકી ગયા હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે ગઈ કાલે દરિયાકાંઠે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન 273 શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં હતા જેને લઈ પોલીસે સર્ચ હાથ ધર્યું હતું. નોંધનીય છે કે પોરબંદર,  (Porbandar) જૂનાગઢ, ગીર સોમનાથના દરિયાકાંઠેથી  છેલ્લા ત્રણ દિવસથી સતત આવા શંકાસ્પદ પેકેટો મળી રહ્યા છે અને સઘન તપાસ અભિયાન ચાલુ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

FSLમાં શંકાસ્પદ પેકેટ ચરસ હોવાનો ઘટસ્ફોટ

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે ત્રણ દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં 301 કિલો અને 195 ગ્રામ ચરસનો જથ્થો પોલીસને મળી આવ્યો  હતો. પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ હજુ પણ જિલ્લાના દરીયાકાંઠે SOG સહિતની પોલીસ ટીમો સઘન તપાસ કરી રહી છે.

ગત રોજ જૂનાગઢ એસઓજીએ ઝડપ્યું હતું ચરસ

ઉલ્લેખનીય છે કે  3 ઓગસ્ટના રોજ એસઓજી (SOG) પોલીસે માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાનું ચરસ જપ્ત કર્યું હતું. ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના હેતુથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ઘૂસાડવાના પ્રયત્નને જૂનાગઢ એસઓજી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગત મોડી સાંજથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મળેલી બાતમીને આધારે જૂનાગઢ એસઓજીની ટીમ દ્વારા આ ઓપરેશનને એક્ટિવ કરવામાં આવ્યું હતું.

32 પેકેટ બિનવારસી મળી આવ્યા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વશામશેટીના સીધા માર્ગદર્શન હેઠળ એસોજી દ્વારા માંગરોળના નવી બંદર વિસ્તારમાં બનતી નવી જેટીના દરિયાકિનારા પાસેથી અર્ધ સળગેલી હાલતમાં બે પેકેટ અને બાકીના ચાર પેકેટ મળી કુલ છ કિલોનો બિન વારસો જથ્થો ઝડપાયો હતો. દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસનો જથ્થો ઝડપાતા જૂનાગઢ પોલીસ સતર્ક બની ગઈ હતી અને દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીઓને પણ સતત કરી દેવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">