AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરસોમનાથ: મુક્તિની દિવાળી, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારોનું દિવાળીના દિવસે જ પરિવાર સાથે મિલન, સર્જાયા ભાવુક દૃશ્યો- વીડિયો

ગીરસોમનાથ: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારોનુ આખરે દિવાળીના દિવસે જ પરિવાર સાથે મિલન થયુ છે. ત્યારે પરિવારજનો માટે અત્યંત ભાવુક દૃશ્યો સર્જાયા છે. વર્ષોથી પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિજનો ચાતક નજરે જેમની રાહ જોતા હતા, તે દિવાળીના દિવસે જ માદરે વતન આવતા પરિવારજનોની હર્ષાશ્રુ વહેવા લાગ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 11:42 PM
Share

ગીરસોમનાથ: માછીમારોના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર એવુ બન્યુ કે 80 જેટલા માછીમારો દિવાળીના દિવસે જ માદરે વતન પહોંચ્યા. વર્ષોથી પરિવારથી દૂર, અનેક યાતનાઓ વચ્ચે પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો માટે આ દિવાળી મુક્તિની, આઝાદીની દિવાળી બનીને આવી. આ માછીમારો વતન પહોંચતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પરિવાર સાથે મિલન થતા જ ત્યાં હાજર સહુ કોઈની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ ગઈ હતી. મિલન સમયે આંખોમાંથી દડ-દડ વહેતા આંસુઓએ દર્દની જાણે તમામ દાસ્તાન એક ક્ષણમાં જ અભિવ્યક્ત કરી દીધી હોય એવા દૃશ્યો સર્જાયા હતા.

12 ભારતીય માછીમારોના પાકિસ્તાનની જેલમાં મોત

જો કે આ પરિવારોમાં 12 માછીમારોના એવા હતભાગી પરિવારો પણ છે જેમના સ્વજનો હવે ક્યારેય પાછા નથી આવવાના. પાકિસ્તાનની જેલમાં 12 જેટલા ભારતીય માછીમારોના મૃત્યુ પામ્યા છે આથી આ બાબતે તેમણે સરકારને વિનંતિ કરી છએ કે કેદમાં રહેલા માછીમારોમને યોગ્ય સારવાર અપાવે.

આજે દેશભરમાં દિવાળીની તહેવારની ઉજવણી થઈ રહી છે. ચોમેર હર્ષોલ્લાસ અને આતશબાજીનો માહોલ છે. ત્યારે પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ પામેલા 80 માછીમારો વેરાવળ પહોંચ્યા હતા. સવારથી તેમના પરિવારજનો ચાતક નજરે પોતાનુ સ્વજન ક્યારે પરત આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ત્રણ વર્ષ પાકિસ્તાનની જેલમાં કેદ ભોગવ્યા બાદ થયો છુટકારો

દિવાળીના પર્વની મોડી સાંજે આજે બે સ્પેશિયલ બસ દ્વારા વડોદરાથી વેરાવળ સુધી ફિશરીઝ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા 80 માછીમારોને વેરાવળ લવાયા હતા. તે પૂર્વે તમામ માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા તપાસ અને પૂછપરછ કરાયા બાદ વેરાવળ પહોંચ્યા હતા. આ સમયે બસમાંથી નીચે ઉતરતાની સાથે જ માછીમારોનું તેમના સ્વજનોએ ‘ભારત માતાકી જય..’ ના નારાઓ સાથે સ્વાગત કર્યુ હતું. અનેક માછીમારો છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ હતા. ત્યારે અગાઉ જેમના નામ મુક્ત થવાની યાદીમાં ન હતા તેવા ત્રણ વર્ષ કેદની સજા ભોગવી પાકિસ્તાનથી આજે ભારત પહોંચ્યા હતા. દિવાળીની સાંજે પોતાના સ્વજનોને મળતા હર્ષના આંસુઓ સાથે સૌ ભેટી પડ્યા હતા. ખરા અર્થમાં દિવાળી અને નૂતન વર્ષ માછીમારો ભાઈઓના પરિવારમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ લાવ્યો હતો.

આ પણ વાંચો: જુનાગઢઃ ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાંસદથી ખતરાનો આરોપ, પોલીસને આપેલી અરજીમાં સાંસદના સંબંધીનો નામજોગ કર્યો ઉલ્લેખ- વીડિયો

પાકિસ્તાનમાં માછીમારનું મૃત્યુ થાય તો બે-ચાર મહિના બાદ પરિવારજનોને મળે છે મૃતદેહ

માછીમારો જ્યારે પોતાના સ્વજનોને મળ્યા ત્યારે તમામને ફૂલોનો હાર પહેરાવી હર્ષના આંસુઓ સાથે ભેટી દરેકે તેમને આવકાર્યા હતા. બીજી તરફ માછીમાર આગેવાનોએ એવી વેદના વ્યક્ત કરી છે કે પાકિસ્તાન જેલની અંદર બાર જેટલા માછીમારો મોતને ભેટ્યા છે અને તેનું કારણ એવું મનાય છે કે તેઓને પૂરતી યોગ્ય સારવાર અપાતી નથી અને મોતને ભેટે છે. મૃત્યુ થયા બાદ પણ બે ચાર માસ બાદ તેમની લાશ તેમના પરિવારને અંતિમ ક્રિયા માટે મોકલવામાં આવે છે. આ બાબતે ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર બંનેને માછીમારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પાકિસ્તાનની જેલમાં તેમની સારવાર કરાવાય અને જ્યારે માછીમારનું મૃત્યુ થાય ત્યારે માનવતાના ધોરણે તાકીદે તેમનો મૃતદેહ તેમના સ્વજનોને પહોંચાડવામાં આવે. હજુ 184 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, તેમની પણ જલ્દી મુક્તિ થાય તેવુ તમામ માછી ભાઈઓ ઈચ્છી રહ્યા છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">