AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢઃ ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાંસદથી ખતરાનો આરોપ, પોલીસને આપેલી અરજીમાં સાંસદના સંબંધીનો નામજોગ કર્યો ઉલ્લેખ- વીડિયો

જુનાગઢઃ ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાંસદથી ખતરાનો આરોપ, પોલીસને આપેલી અરજીમાં સાંસદના સંબંધીનો નામજોગ કર્યો ઉલ્લેખ- વીડિયો

| Updated on: Nov 12, 2023 | 10:35 PM
Share

જુનાગઢ: સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસમાં અરજી આપી છે. જેમા તેમણે તેમના પરિવાર પર હુમલો થવાની ભીતિ વ્યક્ત કરી છે. ધારસભ્યએ અરજીમાં ફરિયાદ આપનાર શખ્સનો નામજોગ ઉલ્લેખ કર્યો છે. ત્યારે ધારાસભ્યની આ અરજી મળતા ખળભળાટ મચી ગયો છે કારણ કે જેમની સામે ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે તે સાંસદના સંબંધી છે.

જુનાગઢ: સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસ સ્ટેશનમાં આપેલી એક અરજીથી જુનાગઢ જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસમાં એક ફરિયાદની અરજી આપી છે. આ અરજીમાં ધારાસભ્યએ તેમના પરિવાર પર હુમલો થવાની ભીતિ વ્યક્ત કરી છે અને પોતાના અને પરિવાર પર જીવનું જોખમ હોવાનુ જણાવ્યુ છે. વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે કે મોહન ચુડાસમાએ તેમને ફોન પર ધમકી આપી છે.

આ ધમકી આપનાર મોહન ચુડાસમા સાંસદના કાકા હોવાનો પણ લેખિત અરજીમાં ઉલ્લેખ કરાયો છે. આટલુ જ નહીં તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના પરિવારજનો પર હુમલો કરી શકે છે.

આ પણ વાંચો: ભાવનગર: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલમાં સફાઈકર્મીના મોતના 48 કલાક બાદ પરિવારે સ્વીકાર્યો મૃતદેહ, મહાનગરપાલિકાએ સ્વીકારી માગણી

હાલ તો ધારાસભ્યની આ અરજીથી જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અરજી કરનાર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લેખિત ફરિયાદની નકલ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને પણ મોકલી છે. ત્યારે હાઈકમાન સુધી પણ તેની નોંધ લેવાઈ છે. આપને એ પણ જણાવી દઈએ કે ગીરસોમનાથના નામાંકિત ડૉ અતુલ ચગની આત્મહત્યા કેસમાં પણ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ પણ સામે આવ્યુ હતુ. ત્યા વધુ એક ફરિયાદ સાંસદ રાજેશ ચુડાસમા સામે થઈ છે.

Input Credit Vijaysinh Parmar- Junagadh 

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">