Gir somnath: સાવજની ભૂમિના શ્વાનની બહાદુરી તો જુઓ, દીપડાને કર્યો બેહાલ, જુઓ આ જોરદાર CCTV VIDEO LIVE
દીપડો માણસને કે નાના પ્રાણીઓને મારણ કરવા ખેચી જાય અને શિકાર કરી લે છે, પરંતુ અહીં થોડી અલગ જ ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી હતી. થોડી ક્ષણોના આ વીડિયોમાં શ્વાનની જોરદાર બહાદુરી જોવા મળી છે.
અપની ગલી મે કુત્તા ભી શેર હૈ આ કહેવતને સાચી પાડતો ગીર સોમનાથના તાલાળાનો આ જોરદાર વીડિયો સામે આવ્યો હતો. સામાન્ય રીતે ગીર સોમનાથ, અમરેલીમાં સિંહોના વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે થોડો જુદો વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાસ્તવમાં સીસીટીવી ફૂટેજ છે જે તાલાળાના છે જેમાં એક શ્વાનની પાછળ દીપડાએ દોટ મૂકી હતી .ત્યારે પહેલા તો શ્વાન દીપડાથી ડરીને ભાગે છે પરંતુ થોડી વાર રહીને સીસીટીવીમાં જોવા મળે છે કે શ્વાને દીપડાને ગળેથી પકડ્યો છે અને તેને છોડતો નથી, પરંતુ શ્વાનની પકડ થોડી ઢીલી પડતા તુરંત દીપડો નાની પાળી કૂદીને ભાગી જવામાં સફળ રહે છે.
સામાન્ય રીતે એવી ઘટના જોવા મળતી હોય છે કે દીપડો માણસને કે નાના પ્રાણીઓને મારણ કરવા ખેચી જાય અને શિકાર કરી લે છે. પરંતુ અહીં થોડી અલગ જ ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી હતી. થોડી ક્ષણોના આ વીડિયોમાં શ્વાનની જોરદાર બહાદુરી જોવા મળી છે.
‘અપની ગલીમે કુત્તા ભી શેર હૈ’… આ કહેવતને સાચી પાડે છે આ શ્વાન: જુઓ વિડીયો #GirSomnath #Gujarat #TV9News pic.twitter.com/kuYDD1V6X6
— Tv9 Gujarati (@tv9gujarati) November 4, 2022
તો અન્ય એક વીડિયોમાં ગીર સોમનાથમાં ચારથી પાંચ સિંહ લટાર મારી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યારે ઉનામાં થોડા દિવસ અગાઉ સનખડા ગામની વાડીમાં ખેડૂતો ખેતી કામ કરી રહ્યા હતા તે દરમિયાન અજગ જોવા મળ્યો હતો ત્યાર બાદ વનવિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યું કરાતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. 10 ફુટ લંબાઇ ધરાવતો અજગર નજરે ચઢતા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી રેસ્ક્યું ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મહાકાય અજગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું