પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારે પરિવારને લખ્યો પત્ર, જેલની બદ્દતર સ્થિતિનો આપ્યો ચિત્તાર, કેદીઓના સ્વાસ્થ્ય સામે જીવલેણ ખતરો- વીડિયો

પાકિસ્તાનની જેલથી એક માછીમારે તેના પરિવારને પત્ર લખ્યો. આ પત્રમાં માછીમારોની પાકિસ્તાનમાં જે સ્થિતિ છે તેને લખવામાં આવી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે તેઓની હાલત બદ્દતર છે. અહિં પરિવારજનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમના સ્વજનોને પરત લાવવામાં આવે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2024 | 11:51 PM

પાકિસ્તાની જેલમાં ભારતના અનેક માછીમારો બંધ છે. આ એવા નિર્દોષ લોકો છે કે જેમને પાકિસ્તાની મરીનના લોકો બોર્ડર ક્રોસ કર્યાના આરોપસર ઉઠાવીને લઈ જાય છે અને બાદમાં તેઓ વર્ષો સુધી ત્યાં રહેવા માટે મજબૂર બને છે. કેટલાક નસીબદાર હોય તો પરત આવી શકે છે નહી તો પાકિસ્તાનમાંથી આ પ્રકારના પત્રો જ ભારત આવે છે. આ પત્રોમાં ત્યાંની સ્થિતિ અને ભરપૂર વ્યથા જોવા મળતી હોય છે. આવો જ એક પત્ર પાકિસ્તાનથી સામે આવ્યો છે

પાકિસ્તાનની જેલમાં ગુજરાતના કેટલાક માછીમારો મૃત્યુ શૈયા પર આળોટી રહ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પાકિસ્તાનની જેલમા કેદ એક માછીમારે પોતાના પરિવારને પત્ર લખીને કર્યો છે. પત્રમાં જે પ્રકારની માહિતી આપવામાં આવી છે તે મુજબ ગત 17મી માર્ચે એક માછીમાર કેદીનું મોત થયું હતું. અને સાથે અન્ય કેટલાક કેદીઓના સ્વાસ્થ્ય સામે પણ ખતરો હોવાનો પાકિસ્તાનથી આવેલ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 200થી વધુ લોકો જેલમાં ફસાયા છે અને અહિં ગુજરાતમાં પરિવાર ચિંતામાં છે

આપે સાંભળ્યુને જે પરિવારના લોકો કહી રહ્યા છે તે મુજબ પાકિસ્તાનથી આવેલા લેટર મા લખ્યું છે કે ભુપત ભાઈની તબિયત લાંબા સમયથી ખરાબ છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ લેટર અન્ય કોઈ નહિ પરન્તુ જેલ માં કેદ અન્ય માછીમારે અન્ય કોઈ ના ફોન દ્વારા અહીં પહોંચાડ્યો છે વધુમાં લખ્યું કે નવસારીના માછીમાર નું મોત થયું છે અને ભુપત ભાઈ પણ કદાચ ત્યાં ન પહોંચે એવી સ્થિતિ છે જેથી તેને જલ્દી છોડાવો. આ પહેલીવાર નથી પરંતુ આ પહેલા પણ મુક્ત થઈ આવેલા માછીમારોએ ભુપતભાઈની તબિયત ખરાબ હોવાને લઇ સમાચાર આપ્યા હતા માછીમારો નું કેહેવૂ છે કે અહીં પરિસ્થિતિ ખરાબ છે અને ભારે સંખ્યામા માછીમારો બીમાર થઈ રહ્યા છે. આ પત્રને લીધે માછીમારોના પરિવારજનો બરાબરની ચિંતામાં જોવા મળી રહ્યા છે. અને સરકારને વિનંતી કરી રહ્યા છે કે સરકાર તમામને છોડાવે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જે સંસ્થાઓ માછીમારોને છોડાવવા માટે કાર્યરત હોય છે તેવી સંસ્થાઓનું પણ માનવું છે કે અનેકવાર તેમને છોડાવવાની રજૂઆત કરાય છે પરંતુ દર વખતે ધારી સફળતા મળતી નથી. આ સ્થિતિમાં સરકારે કંઈક કરવું અનિવાર્ય છે. પાકિસ્તાનની જેલમાં 200થી વધુ ભારતીય માછીમારો બંધ છે. ગુજરાતના અનેક લોકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં મુખ્યત્વે ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, અમરેલી, દીવ, પોરબંદર, વેરાવળ, કોડીનારના માછીમારો પાકિસ્તાનની ઝપટમાં આવી જતા હોય છે. બંન્ને દેશ તરફથી વર્ષમાં 2 વાર કેદીઓની વિગતો જાહેર કરવામાં આવે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ કેદીઓની યાદી બહાર પડાય છે. અનેક માછીમારો સજા પત્યા બાદ પણ પાક.ની જેલમાં કેદ છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો પરનું શું હોઈ શકે ગણિત? સાબરકાંઠા, પાટણ અને છોટા ઉદેપુરમાં ઉમેદવારો સાથે સમજો બેઠકના સમીકરણ- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">