AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માવઠાના મારથી ગીરસોમનાથના ખેડૂતો લાચાર, તાલાલા ગીર, હરીપુર, આંકોલવાડી, સૂરવા, ધાવા ગામોમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન- જુઓ Video

Gir Somnath: ગીર સોમનાથમાં માવઠાના મારથી ખેડૂતો લાચાર બન્યા છે. વરસાદી માહોલ અને ભારે પવનના કારણે આંબાના વૃક્ષો જમીનદોસ્ત થયા છે. તાલાલા ગીરના હરીપુર, આંકોલવાડી, સૂરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહિત ઉના, ગીર ગઢડાના મોટાભાગના ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે.

માવઠાના મારથી ગીરસોમનાથના ખેડૂતો લાચાર, તાલાલા ગીર, હરીપુર, આંકોલવાડી, સૂરવા, ધાવા ગામોમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:41 AM
Share

ગીરસોમનાથના ખેડૂતો પર જાણે કુદરતી કોપ ઉતર્યો છે. માવઠાના મારને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યુ છે. માવઠાએ બાગાયતી ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. છેલ્લા ત્રણ વર્ષથી કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. તાઉતે વાવાઝોડાને કારણે બાગાયતી પાકોનો સોથ બોલી ગયો હતો.

છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદને કારણે ગીરસોમનાથના ખેડૂતો બેઠા નથી થઈ શક્યા અને કેરીના પાકમાં જોઈએ તેવો નફો રળી શક્યા નથી. આ વર્ષે પણ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. ગત રાત્રે ફુંકાયેલા ભારે પવન સાથે વરસેલા વરસાદે આંબાના વૃક્ષો તેમજ વીજ થાંભલાઓને ભોય ભેગા કરી દીધા છે. ભારે વરસાદમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે.

કમોસમી વરસાદને કારણે તાલાલા ગીરના હરિપુર, આંકલવાડી, સૂરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહીત ઊના ગીર ગઢડાની ગીરના મોટા ભાગના ગામોમા જોવા મળી છે. ભારે પવન અને વરસાદના કારણે આંબાના બગીચાઓ ઢળી પડ્યા છે. કેટલાક તૂટી ગયા છે. તો મોટાભાગના આંબા પરથી કેરીઓ ખરી પડી છે. અને ખરી પડેલી કેરી ન તો પાકી શકે છે.ન તો વેચી શકાય છે અને એકાદ દિવસની અંદર તે બગડી જાય છે જેના કારણે ખેડૂતો કરતા અનેક ગણું નુકસાન ઈજારદારોને થયું છે.

આ પણ વાંચો: Gujarati Video: રાજ્યભરમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, જુનાગઢમાં કમોસમી વરસાદમાં 15000 કેરીના બોક્સને વ્યાપક નુકસાન

છેલ્લા પાંચ સાત વર્ષથી કેસર કેરીને કોઈ કુદરતી ગ્રહણ લાગ્યું હોય તેમ જ્યારે કેરીનો પાક તૈયારી પર હોય ત્યારે જ આ સંકટ આવે છે ત્યારે આ વખતે ઇજારદારો કહી રહ્યા છે કે ખેડૂતો તો કેરીના બગીચાઓ લાખો રૂપિયાથી ઇજારદારોને આપી અને નિશ્ચિત બની જાય છે.

આ નુકસાની ખરા અર્થમાં ઈજારદારોને જ હોય છે જેથી સરકાર દ્વારા બગીચાના માલિક ખેડૂતોને નહીં પણ ઇજહારદારોને જ યોગ્ય સહાય ચૂકવાય તો તેઓ પોતાની આજીવિકા ચલાવી શકશે ગઈકાલના કમોસમી તોફાને સમગ્ર ગીર પંથકમાં માત્ર કેસર કેરીને જ કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે જ્યારે અન્ય પાકો તો અલગથી નુકસાન પામ્યા છે ત્યારે બાગાયતી ખેડૂતો અને કેરી ના ઇજારદારો ને વ્યાપક નુકસાન થયૂ છે. સરકાર દ્વારા રાહત પેકેજ ની જાહેરાત કરાઇ છે ત્યારે આંબાવડીયા ધરાવતા બાગાયતી ખેડૂતો ને સરકાર તરફ રાહત ની મિટ મડાઈ છે.

ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીરસોમનાથ 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">