Gujarati Video: રાજ્યભરમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, જુનાગઢમાં કમોસમી વરસાદમાં 15000 કેરીના બોક્સને વ્યાપક નુકસાન

Junagadh: રાજ્યભરમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જુનાગઢમાં કમોસમી વરસાદમાં 15000 કેરીના બોક્સ પલળી જતા વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. કેરીના બોક્સ પલળી જતા કેરીના ઢગલા થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 9:41 AM

રાજ્યભરમાં કમોસમી વરસાદથી ભારે નુકસાનની સ્થિતિ છે. જુનાગઢમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જુનાગઢમાં પડેલા કમોસમી વરસાદમાં માર્કેટિંગ યાર્ડમાં રહેલા 15000 કેરીના બોક્સને ભારે નુકસાન થયુ છે. કેરીના બોક્સ પલળતા કેરીના ઢગલા થયા છે. ચાલુ વરસાદમાં યાર્ડમાં હરાજી શરૂ રહેતા ઈજારેદારોનો લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચીકુ, રાવણા, તલ સહિતના પાકને પણ ભારે નુકસાન થયુ છે. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી સહાય આપવા સરકાર પાસે માગ કરી છે.

રાજ્યમાં માવઠાનો માર હજુ પણ યથાવત રહેશે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. એક તરફ ગુજરાતમાં મોડી રાતથી ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈને ફરી આગાહી કરી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Video: જુનાગઢના વંથલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠાના હિંમતનગર, રાજકોટના જેતપુર અને ગોંડલ, જુનાગઢ સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">