Breaking News : ઉનામાં રામનવમી પર્વ પર ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની કરી ધરપકડ
પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. રામનવમી પર્વ પર ઉના ધર્મસભાને કાજલ હિન્દુસ્તાનીએ સંબોધી હતી. કાજલ હિન્દૂસ્તાની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો.
ગીરસોમનાથના ઉનામાં રામનવમી પર્વ નિમીતે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. રામનવમી પર્વ પર ઉના ધર્મસભાને કાજલ હિન્દુસ્તાનીએ સંબોધી હતી. કાજલ હિન્દૂસ્તાની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો.
આ અગાઉ ગીર સોમનાથના ઉનામાં હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ આપેલા ભાષણને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. રામનવમીના દિવસે યોજાયેલી સભામાં કાજલ હિન્દુસ્તાનીએ જાહેર મંચ પરથી લવ જેહાદ તેમજ લેન્ડ જેહાદ સહિતના મુદ્દે ચોક્કસ સમુદાય પર નિશાન સાધ્યું હતું.
કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને ઉના સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા ઉના બંધનું એલાન
કાજલના નિવેદનના સમગ્ર ઉનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શહેરમાં એક વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારી અને વેપારી વચ્ચે પણ કાજલના ભાષણ મુદ્દે પણ બોલાચાલી થઈ હતી. વિધર્મી કર્મચારી વેપારી માલિક સાથે ગાળાગાળી કરી રસ્તા ઉપર ઉતરી આવ્યો અને તેણે વેપારીને ધમકી પણ આપી હતી. જેના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે ઉના બંધનું એલાન આપ્યું. બંધને પગલે મોટાભાગની મુખ્ય બજારો બંધ રહી હતી.
પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા વિવાદ થાળે પડ્યો
ઉના પોલીસે રામનવમીના સંચાલક અને કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર વિવાદ થાળે પડ્યો હતો. નોંધનીય છે કે કાજલ હિન્દુસ્તાની પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહી હતી. જેની આજે પોલીસે ધરપકડ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…