Girsomnath : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઈન્ડોનેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ સહિત 16 દેશના પંતગબાજોએ બતાવ્યા કરતબ
પતંગોત્સવના પ્રારંભ પહેલા સોરઠની સંસ્કૃતિને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન સાથે રાસ ગરબા રજૂ કરાયા હતા. વિદેશી મહેમાનો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ જોઈને આનંદિત થઈ ગયા હતા અને પતંગ મહોત્સવના આયોજન માટે સરકારનો આભાર પણ માન્યો હતો.
રાજયમાં મહાનગરો સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ ખાતે આયોજિત પતંગોત્સવમાં 16 દેશ અને 7 રાજ્યોના 59 પતંગબાજો જોડાયા હતા. ભવ્ય પતંગોત્સવ માણવા માટે શહેરીજનોની સાથે સાથે યાત્રિકો પણ ઉમટી પડ્યા હતા. પતંગોત્સવના પ્રારંભ પહેલા સોરઠની સંસ્કૃતિને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન સાથે રાસ ગરબા રજૂ કરાયા હતા. વિદેશી મહેમાનો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ જોઈને આનંદિત થઈ ગયા હતા અને પતંગ મહોત્સવના આયોજન માટે સરકારનો આભાર પણ માન્યો હતો. આ પતંગ મહોત્સવમાં બેટમેન, મોદીના પતંગો તેમજ વિવિધ કાર્ટૂન કેરેક્ટરના મોટા મોટા પતંગ જોઈને સ્થાનિક લોકો પણ ખુશ થઈ જતા હતા.
સોમનાથ મંદિર નજીક સદભાવના ગ્રાઉન્ડ ખાતે G-20 થીમ આધારિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની દબદબાભેર ઉજવણી થઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા તેમજ આંતરરાષ્ટ્રીય કાઈટ ફ્લાયર્સના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈન્ડોનેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ, મેક્સિકો સહિતના 16 દેશો અને પુડ્ડુચેરી, તેલંગાણા, સિક્કિમ, રાજસ્થાન સહિતનાં સાત રાજ્યોમાંથી આવેલા કુલ 59 જેટલા કાઈટ ફ્લાયર્સે વિવિધ રંગબેરંગી આકર્ષક પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવી હતી.
દ્વારકામાં પણ પતંગ મહોત્સવની ઉજવણી
યાત્રાધામ દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે આવેલ વિશાળ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ વર્ષ પણ પતંગ મહોત્સવ 2023નું આયોજન હેલીપેડના વિશાળ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું . પતંગ મહોત્વના ભવ્ય આયોજનમાં 13 જેટલા દેશોના પ્રતિનિધી અને 6 જેટલા રાજ્યો ઉતરાખંડ પંજાબ સહિતના પ્રતિનિધી આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોચ્યા હતા. દ્વારકા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 શરૂ થયો હતો. તેમા જીલ્લા વહીવટી અધિકારીઓ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા