Breaking News: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નક્લી PA ગીર સોમનાથથી ઝડપાયો, તાલાલામાં PA દત્તાજી તરીકેની આપી હતી ઓળખ
Gir Somnath: ગીરસોમનાથના તાલાથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નક્લી PA ઝડપાયો છે. તાલાલાના ઉમરેઠી ગામના આરોપી જગદીશ ઉર્ફે દિલીપ નંદાણીયાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે હર્ષ સંઘવીના PA દત્તાજી તરીકેની ઓળખ આપી હતી.
Gir Somnath: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નક્લી PA ઝડપાયો છે. ગીર સોમનાથના તાલાલાના ઉમરેઠી ગામનો યુવક જગદીશ ઉર્ફે દિલિપ નંદાણીયાએ હર્ષ સંઘવીના PA તરીકેની ઓળખ આપી હતી. આરોપીએ હર્ષ સંઘવીના પીએ દત્તાજી તરીકેની ઓળખ આપી હતી. નક્લી પીએ બની યુવકે વેરાવળ અને જામનગર એસટી ડેપોના અધિકારીઓને ખોટી ઓળખ આપી હતી. પરિચિત ડ્રાઈવર અને કંડક્ટરોને સારો રૂટ અને એસી બસમાં ફરજ સોંપવા જણાવ્યુ હતુ. મોબાઈલમાં ટ્રુ કોલર ડિસ્પ્લેમાં હર્ષ સંઘવીનો ફોટો રાખ્યો હતો.
હર્ષ સંઘવીના પીએ તરીકેની ઓળખ આપી લોકોમાં રોફ જમાવતો હતો આરોપી
LCBની ટીમે ગીરસોમનાથથી હર્ષ સંઘવીના પીએ તરીકેની ઓળખ આપી રોફ જાડતા નક્લી પીએની ધરપકડ કરી છે. લોકો પાસે જઈ તે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પીએ હોવાનુ કહી રોફ જમાવતો હતો. આરોપીએ તેના મોબાઈલમાં ટ્રુ કોલરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટો અને PA તરીકે સેવ કરી લોકો પર રોફ જાડતો હતો. ગીરસોમનાથ LCBએ આરોપીને પકડી પૂછપરછ કરતા તેનુ નામ જગદિશ નંદાણીયા જણાવ્યુ હતુ. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabad : મહાઠગ કિરણ પટેલને ફરીથી શ્રીનગર જેલમાં મોકલાયો, અલગ-અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ
આરોપીએ મોબાઈલમાં ટ્રુ કોલર ડિસ્પલેમાં હર્ષ સંઘવીનો ફોટો રાખ્યો
આરોપી ટ્રુ કોલરમાં હર્ષ સંઘવીનો ફોટો અને પીએ લખી લોકો પર રોફ જમાવતો હતો. આપને જણાવી દઈએ કે આ અગાઉ પીએમઓના કર્મચારીની ખોટી ઓળખ આપનાર મહાઠગ કિરણ પટેલ ઝડપાયો હતો.
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો