Ahmedabad : મહાઠગ કિરણ પટેલને ફરીથી શ્રીનગર જેલમાં મોકલાયો, અલગ-અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ

મહાઠગ કિરણ પટેલની (Kiran Patel) અલગ અલગ કેસમાં પૂછપરછ પૂર્ણ થતાં હવે તેને શ્રીનગર મોકલવામાં આવ્યો છે. અલગ અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની ધરપકડ કરી હતી. અગાઉ કોર્ટે મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Ahmedabad : મહાઠગ કિરણ પટેલને ફરીથી શ્રીનગર જેલમાં મોકલાયો, અલગ-અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 3:06 PM

મહાઠગ કિરણ પટેલની અલગ અલગ કેસમાં પૂછપરછ પૂર્ણ થતાં હવે તેને શ્રીનગર મોકલવામાં આવ્યો છે. અલગ અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની ધરપકડ કરી હતી. અગાઉ કોર્ટે મહાઠગ કિરણ પટેલના  રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પછી પુછપરછ પૂર્ણ થતા મહાઠગ કિરણ પટેલને નારોલ જમીન છેતરપિંડીના કેસમાં મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. મેટ્રો કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો-Dahod: ટેન્ડર કોસ્ટ કરતા ઊંચી કિંમતનું ટેન્ડર મંજૂર કરાતા સર્જાયો વિવાદ, જુઓ Video

મહાઠગ કિરણ પટેલ સામે અત્યાર સુધીમાં 7 જેટલી ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે. જમીન વેચાણમાં ઠગાઈ મામલે ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી છે. નારોલમાં જમીન વેચી દસ્તાવેજ ન બનાવી 80 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ દાખલ થઇ છે. 2017માં જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન કર્યાનું સામે આવ્યું છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

કાશ્મીરમાં પકડાયેલા કિરણ પટેલે પીએમઓ ઓફિસર તરીકે કથિત રીતે 2017માં જમીનના સોદામાં તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાબતે તેને કોર્ટમાં રજૂ કરતાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમા મેટ્રો કોર્ટે તેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

80 લાખ રૂપિયાની કરી હતી છેતરપિંડી

અમદાવાદ દક્ષિણ બોપલના એક ડેવલોપરે શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે કાશ્મીરમાં પકડાયેલા કિરણ પટેલે પીએમઓ ઓફિસર તરીકે કથિત રીતે 2017માં જમીનના સોદામાં તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ફરિયાદ કરનાર ઉપેન્દ્રસિંહ ચાવડા, 36 વર્ષીય શાશ્વત એપાર્ટમેન્ટના રહેવાસીએ તેની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તે 2016માં પટેલને મળ્યો હતો જ્યારે તે સલીમ ખોજા નામના મિત્રને મળવા સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયો હતો.

2017માં કિરણ પટેલે ઉપેન્દ્ર ચાવડા પાસેથી કેટલાક પૈસા માગ્યા હતા

સલીમ ખોજાને મુક્ત કરવામાં આવ્યો, ત્યારે તેણે ઉપેન્દ્ર ચાવડાને કિરણ પટેલ સાથે ફરીથી પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ પટેલે ચાવડાને જણાવ્યું હતું કે તે તમાકુની ખેતીનો વ્યવસાય કરે છે. માર્ચ 2017માં કિરણ પટેલે ઉપેન્દ્ર ચાવડા પાસેથી કેટલાક પૈસા માગ્યા હતા, જેની તેમણે ના પાડી દીધી હતી.

બાદમાં, કિરણ પટેલ દક્ષિણ બોપલમાં ચાવડાના ઘરે ગયા અને તેમને જણાવ્યું કે, તેમની પાસે નારોલમાં 1,867 ચોરસ મીટરનો જમીનનો પ્લોટ છે. કિરણ પટેલ ચાવડાને જમીન બતાવવા માટે નારોલ નજીક એક જગ્યાએ લઈ ગયા હતા. ઉપેન્દ્ર ચાવડાએ પ્લોટ વિશે પૂછપરછ કર્યા પછી, તેમને ખાતરી થઈ કે તે કિરણ પટેલની માલિકીનો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">