Navi Udan -Navu Sopan : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું લવ જેહાદનો મુદ્દો રાજકીય નથી, દીકરીઓની સુરક્ષા સાથે જોડાયેલો

Navi Udan -Navu Sopan : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું લવ જેહાદનો મુદ્દો રાજકીય નથી, દીકરીઓની સુરક્ષા સાથે જોડાયેલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 7:38 PM

લવ જેહાદનો મુદ્દો રાજકીય ના હોઇ શકે, લવ જેદાણ માનવતા આપની જોડે, દીકરીઓની સુરક્ષા સાથે જોડાયેલો છે. વિષય એવો છે કે નેગેટીવ અનેક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા હોય છે. અરજીની સંખ્યાઓ ગણો અને તેની નિકાલની સંખ્યા પણ ગણો તેમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ થયો છે.

Navi Udan -Navu Sopan : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના(Cm Bhupendra Patel)  હસ્તે ઉદ્ઘાટન થયુ છે. ગુજરાતમાં 24 કલાકની ન્યૂઝ ચેનલની પાયોનિયર TV9 ગુજરાતી હવે તદ્દન નવા રંગરૂપમાં જોવા મળશે. અનોખી રજૂઆત થકી સમાચારોની પરિભાષા બદલી નાખનાર TV9 વધુ હાઇટેક બન્યું છે. અહીં ટેકનોલોજી અને કન્ટેન્ટનું કોમ્બિનેશન ન્યૂઝનું યુનિક પ્રેઝન્ટેશન બનશે.

વિધર્મી યુવાનને એવી સજા કરવામાં આવશે તે દાખલો બેસશે

ગુજરાતમાં લવજેહાદને લઈને શરૂ કરવામાં આવેલી ચર્ચા તેમણે જણાવ્યું હતું કે ચિખલીમાં મુદ્દે મૌન નથી પરંતુ તેમાં કામગીરી તરફ ધ્યાન છે. વિધર્મી લોકોને એક પાઠ ભણાવવો પણ જરૂરી હોય છે. ખેરગામની ઘટનામાં જે બાબત હતી તપાસ કરવામાં આવી અને વિધર્મી યુવાનને એવી સજા કરવામાં આવશે તે દાખલો બેસશે.

જ્યારે ગૃહ વિભાગ દ્વારા આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. તેમજ અમે પરિવારને વિનંતી કરવામાં આવે છે આવી ઘટનામાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવે.

મોટાભાગની ફરિયાદોનો નિકાલ થયો છે

લવ જેહાદનો મુદ્દો રાજકીય ના હોઇ શકે, લવ જેદાણ માનવતા આપની જોડે, દીકરીઓની સુરક્ષા સાથે જોડાયેલો છે. વિષય એવો છે કે નેગેટીવ અનેક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા હોય છે. અરજીની સંખ્યાઓ ગણો અને તેની નિકાલની સંખ્યા પણ ગણો તેમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ થયો છે.

લવ જેહાદનો ભોગ બનતી દીકરીઓની વહારે સરકાર આવી છે. તેમજ પ્રેમના નામે ભોળી દીકરીઓને ફસાવતા વિધર્મીઓ સામે કાયદાનો મજબૂત ગાળિયો કસાયો છે. માસૂમ દીકરીઓને પીંખી નાંખનારા બળાત્કારીઓને પણ ફાંસીના માંચડા સુધી પહોંચાડ્યા છે. તેમજ બીજી તરફ ગુજરાતની શાંતિને ડહોળનારા તત્વો સામે પણ એટલી જ કડકાઇથી કામ લીધું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 08, 2023 07:36 PM
g clip-path="url(#clip0_868_265)">