AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somnath : ગૌઆધારિત ખેતીથી સુત્રાપાડાના ખેડૂતને મળી અભૂતપૂર્વ સફળતા, જાણો કેવી રીતે ?

આ ખેડૂતની આ નવીનતમ કાર્યશૈલીથી આસપાસના ગામના ખેડૂતો ખાસ્સા પ્રભાવિત થયા છે. અને, આ ખેડૂતની કોઠાસુઝના વખાણ પણ કરી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છેકે એક રીતે દેશીપદ્ધતિનો ઉપયોગ ખેડૂતને ફાયદો કરાવી રહ્યો છે. જે એક સારી વાત કહી શકાય.

Gir somnath : ગૌઆધારિત ખેતીથી સુત્રાપાડાના ખેડૂતને મળી અભૂતપૂર્વ સફળતા, જાણો કેવી રીતે ?
Animal Husbandry (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 5:24 PM
Share

ગીરસોમનાથ જીલ્લામાં સુત્રાપાડાના ખેડુતે ગૌ આધારીત ખેતી થકી કપાસમાં જબરી સફળતા મેળવી છે. 7 ફુટથી લાંબા છોડ અને મબલખ પાક જોવા અન્ય ખેડુતો આવી રહ્યા છે. રાસાયણીક દવાઓ અને ખાતરોનો કાયમી નીકાલ કરતાં ફાયદો થયો છે.

સુત્રાપાડાના ખેડુતે લાંબા સમયથી ખેતીના પાકોની નીષ્ફળતાથી કંટાળી અને રાસાયણીક ખાતરો દવાઓને કાયમી દેશવટો આપી દીઘો છે. અને પોતાના ખેતરમાં માત્ર ગૌ આધારીત ખેતીનો નિર્ણય અને સાથે અમલ કરતાં ખેડુત વીરભણભાઈ સારી સફળતા મેળવી રહ્યા છે. અને સફળ ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

રાસાયણીક દવાઓ ખેતીની કુદરતી જમીનને બંજર બનાવી દે છે.જ્યારે ગૌ આધારીત કુદરતી ખેતી વ્યાપક ફાયદો કરાવે છે. ગાયનું છાણ ગૌમુત્ર, લીમડાના પાન, સીતાફળના પાન, કુવાર પાઠું અને આંકડાના પાન સહીતના મીશ્રણથી પ્રવાહી બનાવાય છે. જે મીશ્રણ સમય આવ્યો પાકો પર છાંટવાથી કોઈ રોગ નથી થતો. સાથે સારો પાક થાય છે.

આ દેશી રીતે છંટકાવથી કપાસ 7 ફુટના છોડ અને તે પણ તંદુરસ્ત છે. સાથે પુષ્કળ પાક થયો છે. જેથી આવડો સફળ અને ઊંચા કપાસનો પાક જોવા લોકો આવી રહ્યા છે. અને આ પધ્ધતી તેઓ શિખી રહ્યા છીએ.

આ ખેડૂતની આ નવીનતમ કાર્યશૈલીથી આસપાસના ગામના ખેડૂતો ખાસ્સા પ્રભાવિત થયા છે. અને, આ ખેડૂતની કોઠાસુઝના વખાણ પણ કરી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છેકે એક રીતે દેશીપદ્ધતિનો ઉપયોગ ખેડૂતને ફાયદો કરાવી રહ્યો છે. જે એક સારી વાત કહી શકાય.

જયારે મોટાભાગના ખેડૂતો ખેતીમાં મબલખ પાક મેળવવા ઘણી જંતુનાશક દવાઓનો વપરાશ કરતા હોય છે. જે મબલખ પાકનું ઉત્પાદન તો આપે છે. પરંતુ, આ પાક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જયારે આ ખેડૂતની જંતુનાશક દવા તરીકેની દેશી પદ્ધતિ આવનાર સમયમાં ઘણા ખેડૂતો માટે આર્શિવાદરૂપ પુરવાર થઇ શકે છે.

આ પણ વાંચો : GMC ની ચૂંટણી ફરી કરાવવાની માંગ સાથે કોંગ્રેસના ઉમેદવારનો BJP પર આક્ષેપ, ધારાસભ્ય સી જે ચાવડાએ કહી આ વાત

આ પણ વાંચો : T20 WC : લો બોલો પાકિસ્તાનની ટીમનો પાવર તો જુઓ, એક પણ મેચ ભારત સામે જીતી નથી અને કહે છે ભારતની ટીમ પાસે પાકિસ્તાનની ટીમ જેટલી પ્રતિભા નથી

g clip-path="url(#clip0_868_265)">