GIR SOMNATH : ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ, વન વિભાગની જમીન પર બનાવ્યું વૈભવી ફાર્મ હાઉસ
વન વિભાગે ફરિયાદ નોંધાવી છે કે ડૉ. રસિક વઘાસિયાએ વન વિભાગની જમીન ગેરકાયદે કબજો કરી બાંધકામ કર્યું છે. ડૉ. રસિક વઘાસિયાએ તાલાલા તાલુકાના હડમતીયા ગામે વનવિભાગની જમીન પર વૈભવી ફાર્મ હાઉસ બનાવ્યું છે.
GIR SOMNATH: ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદના સમાચાર અમલી રહ્યાં છે. ઉનાના જાણીતા ડોક્ટર રસિક વઘાસીયા સામે લેન્ડગ્રેબિંગ એકત હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ડૉ. રસિક વઘાસિયાએ વન વિભાગની જમીનમાં ફાર્મ હાઉસ બનાવ્યું છે. વન વિભાગે ફરિયાદ નોંધાવી છે કે ડૉ. રસિક વઘાસિયાએ વન વિભાગની જમીન ગેરકાયદે કબજો કરી બાંધકામ કર્યું છે. ડૉ. રસિક વઘાસિયાએ તાલાલા તાલુકાના હડમતીયા ગામે વનવિભાગની જમીન પર વૈભવી ફાર્મ હાઉસ બનાવ્યું છે. આ ફાર્મ હાઉસમાં 28 રૂમ, સ્વિમિંગ પુલ, રસોડું, એક ગોડાઉન સહિતનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : GANDHINAGAR : સાવરકુંડલા અકસ્માતમાં 8 ના મૃત્યુ, CM RUPANI એ કરી સહાયની જાહેરાત
આ પણ વાંચો : AMRELI ACCIDENT : સાવરકુંડલાના બાઢડામાં ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8 લોકોના ઘટનાસ્થળે મોત, ટ્રક ચાલક પકડાયો